SearchBrowseAboutContactDonate
Page Preview
Page 568
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] અયોગ્ય શિષ્ય વિષે મગશૈલપત્થરનું દષ્ટાંત. [પર ઉપરોક્ત પ્રકારના અયોગ્ય શિષ્યને સૂત્રાર્થ આપનાર ગુરૂ માટે આગમમાં પ્રાયશ્ચિત્ત કહ્યું છે કારણ કે એવા અયોગ્ય શિષ્યને સૂત્રાર્થ આપનાર આચાર્યની લોકમાં નિંદા થાય છે. લોકો એમ કહે છે કે “આ આચાર્યમાં પ્રતિપાદન શક્તિ નથી. અથવા તેવા પ્રકારનું ઉત્તમ જ્ઞાન પણ નથી. કારણ કે તે આવા એક શિષ્યને પણ બોધ આપી શકતા નથી, વળી એમનું આગમસૂત્ર પણ અત્યન્ત યુક્તિ રહિત હોય એમ લાગે છે, એમ ન હોય તો આ એક શિષ્ય પણ કેમ બોધ ન પામે.' ઇત્યાદિ પ્રકારે આગમની અને આચાર્યની નિંદા થાય છે. વળી એવા શિષ્યને ભણાવતાં આચાર્યને પોતાના સૂત્ર પરાવર્તન વ્યાખ્યાન વિગેરે સ્વાધ્યાયમાં વિઘ્ન થવાથી સૂત્રાર્થનો નાશ થાય છે. તેમજ એથી બીજા યોગ્ય શિષ્યોને પણ સૂત્રાર્થની હાનિ થાય છે. ઇત્યાદિ કારણોથી એવા અયોગ્ય શિષ્યને ભણાવવામાં વખતનો દુરૂપયોગ જ થાય છે, વંધ્યાગાયના આંચલ સ્પર્શીને ઘણીવાર દોહ્યા છતાં પણ જેમ દૂધ નથી મળતું, તેમ તેવા શિષ્યને ભણાવવાથી કંઈ પણ ફળ નથી થતું. છતાં જો આગ્રહથી તેવા શિષ્યને ભણાવે તો તે ગુરૂએ આગમમાં કહ્યા મુજબ પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ. આથી ઉલટું યોગ્ય શિષ્ય માટે દ્રોણમેઘનું ઉદાહરણ આવે છે. આકાશમાંથી થતી વૃષ્ટિના જળબિંદુઓ વડે ઘડો ભરાય, તેટલા જળ પ્રમાણ વર્ષનાર મેઘને દ્રોણમેઘ કહે છે, એવો દ્રોણમેઘ વર્યા છતાં, તેનું એટલું બધું વર્ષેલું પણ પાણી કાળી ભૂમિમાંથી અન્યત્ર ચાલ્યું જતું નથી, પરંતુ તે ભૂમિમાં જ સમાઈ જાય છે. એ પ્રમાણે કોઈ શિષ્ય એવો પણ હોય કે જે ગુરૂમહારાજે કહેલું સર્વ ગ્રહણ કરી લે, તેમાંથી એક અક્ષર પણ લક્ષ બહાર ન જવા દે. એવા સૂત્રાર્થને ગ્રહણ તથા ધારણ કરવામાં સમર્થ અને શિષ્ય પ્રશિષ્યની પરંપરાએ આપવાથી સૂત્રાર્થનો વિચ્છેદ નહિ થવા દેનાર એવા યોગ્ય શિષ્યને સર્વ સૂત્રાર્થરૂપ શ્રત આપવું, પરંતુ પૂર્વોક્ત અયોગ્ય શિષ્યને ન આપવું કેમ કે તેથી પૂર્વે કહેલા દોષો પ્રાપ્ત થાય છે. ૧૪૫૫-૧૪૫૮. બીજું ઘડાનું ઉદાહરણ કહે છે : भाविय इयरे य कुडा, अपसत्थ पसत्थभाविया दुविहा । पुप्फाईहिं प्रसत्था, सुर-तेल्लाईहिं अपसत्था ॥१४५९।। वम्मा य अवम्मावि य, पसत्थवम्मा उ होंति अग्गेज्झा । अपसत्थअवम्मावि य, तप्पडिवक्खा भवे गेज्झा ।।१४६०।। कुप्पवयणओसन्नेहिं, भाविया एवमेव भावकुडा । संविग्गेहिं पसत्था, वम्माऽवम्मा य तह चेव ।।१४६१।। जे उण अभाविया ते, चउविहा अहविमो गमो अन्नो । छिड्डकुड-भिन्न-खंडे, सगले य परूवणा तेसिं ॥१४६२।। ભાવિત અને અભાવિત એમ બે પ્રકારના ઘડા હોય છે. તેમાં ભાવિત ઘડાઓ પણ કેટલાક પ્રશસ્તભાવિત અને કેટલાક અપ્રશસ્તભાવિત એમ બે પ્રકારના હોય છે. પુષ્પાદિવડે ભાવિત તે પ્રશસ્તભાવિત અને મદિરા તેલ આદિ વડે ભાવિત તે અપ્રશસ્ત ભાવિત. વળી તે દરેક વાગ્યે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy