SearchBrowseAboutContactDonate
Page Preview
Page 565
Loading...
Download File
Download File
Page Text
________________ પ૨૪] સુત્રાર્થને લાયક કોણ? [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ ગ્રહણ કરી શકે, એથી વધારે ન કહે. શિષ્ય પણ પોતાની શક્તિ મુજબ જ ગ્રહણ કરે, વધારે ગ્રહણ ન કરે. એ પ્રમાણે યોગ્યતાનુસાર શ્રુતોપદેશ દેનાર અને ગ્રહણ કરનાર આચાર્ય અને શિષ્ય બન્ને અનુયોગને લાયક છે. અથવા ટંકણ અને વાણિયાનું ઉપમાન બીજી રીતે જણાવે છે. શિષ્ય ઉચિતતાનું ઉલ્લંઘન કર્યા સિવાય ગુરૂનો સર્વ વિનય કરવો. અને ગુરૂએ પણ શિષ્યની યોગ્યતા પ્રમાણે સર્વશ્રુત આપવું. આ પ્રમાણે અન્યોન્યના વિનિયોગથી શિષ્યને તથા આચાર્યને કર્મનિર્જરા થાય છે. તેથી તેઓ અનુયોગને લાયક છે. આથી વિપરીત પણે વર્તવામાં આવે તો તે અનુયોગને લાયક નથી. ૧૪૪૪-૧૪૪૫. - એ પ્રમાણે ૧૪૩૪મી ગાથામાં કહ્યા મુજબ ગુરૂ અને શિષ્ય બન્નેની યોગ્યતા તથા અયોગ્યતા જણાવવા દાંતો કહી હવે એકલા શિષ્યનીજ વિશેષ યોગ્યતા અને અયોગ્યતા કહે છે. अत्थी स एव य गुरू, होइ जओ तो विससओ सीसो । जोग्गाऽजोग्गो भन्नइ, तत्थाजोग्गो इमो होइ ॥१४४६॥ અર્થી એટલે શ્રુતાર્થ સાંભળનાર શિષ્ય જ કાળાન્તરે સૂત્રાર્થ જાણીને ગુરૂ થાય છે, તેથી વિશેષ કરીને શિષ્યનીજ યોગ્યતા અને અયોગ્યતા કહીએ છીએ. તેમાં આ પ્રમાણે હોય તે અયોગ્ય થાય છે. ૧૪૪૬. (१३७) कस्स न होही देसो, अणब्भुवगओ य निरुवगारी य । अप्पच्छमईओ, पट्टियओ गंतुकामो य ॥१४४७॥ અનબ્યુપગત-નિરૂપકારી-સ્વેચ્છાચાર મતિવાળો-પ્રસ્થિત અને જવાની ઇચ્છાવાળ, એવો અયોગ્ય શિષ્ય, ક્યા ગુરૂને અપ્રિય ન થાય ? સર્વને થાય જ. ૧૪૪૭. એ ઉપરોક્ત અનભુપગતાદિનું સ્વરૂપ ભાષ્યકાર કહે છે. भन्नइ अणब्भुवगओऽणुवसंपन्नो सुओवसंपयया । गुरुणो करणिज्जाइं, अकुब्बमाणो निरुवगारी ॥१४४८।। अप्पच्छंदमईओ, सच्छंदं कुणइ सव्वकज्जाइं। पत्थियओ संपत्थियबिइज्जओ निच्चगमिउ व्व ॥१४४९॥ गंतुमणो जो जंपइ, नवरि समप्पउ इमो सुयक्खंधो । पढिउं सोउं च तओ, गच्छं को अच्छं एत्थं ? ॥१४५०॥ હૃતોપ સંપદાએ જે રહિત તે અનન્યૂપગત કહેવાય, ગુરૂના કાર્યને નહિ કરનાર નિરૂપકારી, સર્વ કાર્યો પોતાની મરજી મુજબ કરનાર તે આત્મચ્છેદક બુદ્ધિવાળો, નિત્યગામીની માફક જે કોઈ જેનારો હોય તેની સાથે જવાને તૈયાર થનાર તે પ્રસ્થિતક, અને જવાની ઇચ્છાવાળો તે એમ કહે કે આ શ્રુતસ્કંધ સમાપ્ત થાઓ. તે ભણીને તથા શ્રવણ કરીને પછી જઇશ, અહીં રહેવાથી શું ફળ છે ? આ પ્રમાણે વર્તનાર શિષ્ય સર્વથા અયોગ્ય છે. ૧૪૪૮-૧૪૪૯-૧૪૫૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy