SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] સૂત્રાર્થનાં અસ્થાન પ્રયોગ વિષે દષ્ટાંતો [૫૨૩ ચિરકાળથી પરિચિત પોતાની ભાર્યાને પરસ્ત્રીની બુદ્ધિથી ભોગવતાં જેમ શ્રાવક તેને ઓળખી શક્યો નહિ, તેમ ચિરકાળથી પરિચિત સૂત્રાર્થને શૂન્ય હૃદયથી જે સંભારી ન શકે, તે શિષ્ય શિષ્યપણાને યોગ્ય નથી, તો પછી તેવાનું ગુરૂપણું તો દૂરજ રહ્યું. (આ કથા પાછળ ૧૪૧૨મી ગાથાના વિવરણમાં આવી ગઈ છે તેથી ફરી અહીં લખી નથી) ૧૪૪૨. પાંચમું બહેરા ગામડીઆનું ઉદાહરણ. अन्नं पुट्ठो अन्नं जो, साहइ सो गुरू न बहिरो ब्व ।। न य सीसो जो अन्नं, सुणेइ परिभासए अन्नं ॥१४४३॥ બહેરા મનુષ્યની પેઠે જે ગુરૂ અન્ય વાત પૂછવામાં આવી હોય અને અન્ય જવાબ આપે, તે ગુરૂ અયોગ્ય છે; અને જે અન્યથા સાંભળીને બીજાને અન્યથા કહે તે શિષ્ય પણ અયોગ્ય છે. (આ ઉદાહરણ પૂર્વે આવી ગયું છે, એટલે ફરી નથી લખતા. આ ઉદાહરણનો ઉપનય એ છે, કે જે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ આદિના યોગ્યતા વિના સ્વયં ગમે તેમ બોલે તે શિષ્યપણાને યોગ્ય નથી, તો પછી ગુરૂપણાને તો યોગ્ય ક્યાંથી હોય ?) ૧૪૪૩. છઠ્ઠ ટેકણક સાથેના વ્યવહારનું ઉદાહરણ. अक्रोव-निण्णय पसंगदाणगहणाणुवत्तिणो दोऽवि । जोग्गा सीसायरिया, टंकण-वणिओवमा समए ॥१४४४॥ अहवा गुरुविणय-सुयप्पयाणभण्डविणिओगओ दोऽवि । निज्जरलाभयसहिया टंकण-वणिओवमा जोग्गा ॥१४४५॥ સિદ્ધાન્તમાં કહેલ ટંકણક અને વણિકની પેઠે, આક્ષેપ અને નિર્ણય, પ્રાસંગિક ઉપદેશ અને તેનું ગ્રહણ, તેને અનુસરનારા શિષ્ય તથા આચાર્ય બન્ને અનુયોગને લાયક છે. અથવા ગુરૂવિનય અને શ્રુતપ્રદાન રૂપ ભાંડના વિનિયોગથી શિષ્ય તથા આચાર્ય બંન્નેને નિર્જરાનો લાભ થાય છે, તેથી ટેકણક અને વણિકના જેવા તે બંને ગુરુ અને શિષ્ય અનુયોગને લાયક છે. ૧૪૪૪-૧૪૪પ. ઉત્તરદિશામાં આવેલા પ્લેચ્છદેશમાં ટંકણ નામના મ્લેચ્છો રહેતા હતા, તેઓ દક્ષિણદેશમાંથી આવેલા વેપારીઓ પાસેથી સુવર્ણના બદલામાં કરિઆણું ખરીદતા. પરન્તુ એ વેપારીઓ સ્વેચ્છની ભાષા જાણતા નહિ, અને પ્લેચ્છો તેમની ભાષા જાણતા નહિ, આથી બંને જણા વ્યવહાર ચલાવવાને સુવર્ણનો અને કરિઆણાનો ઢગલો કરતા, અને જયાં સુધી એક બીજાની ઇચ્છા મુજબ તે ઢગલા થતા નહિ ત્યાં સુધી તેઓ તે પરથી હાથ ઉઠાવતા નહિ. જ્યારે બંને સંમત થાય. ત્યારે તેઓ તે પરથી હાથ ઉઠાવી લેતા, એ પ્રમાણે અન્યોન્ય વ્યવહાર કરતા. આ ઉદાહરણનો ઉપનય આ પ્રમાણે છે, જેમ ટંકણકો અને વેપારીઓ એક બીજાની ઇચ્છા પૂર્ણ થતાં સુધી સુવર્ણનો અને કરિઆણાનો ઢગલો કરે છે, તેમ શિષ્ય પણ પૂર્વ પક્ષ કરીને ત્યાં સુધી પૂછે કે જયાં સુધી સૂત્રાર્થ બરાબર સમજી શકાય; પરન્તુ ભય લજ્જા અહંકાર આદિવડે સૂત્રાર્થ બરાબર સમજ્યા વિના ગમે તેમ આગળ ચાલ્યો ન જાય. ગુરૂ પણ શિષ્યને ત્યાં સુધી નિર્ણય કરી આપે, કે જયાં સુધી તેને બરાબર સૂત્રાર્થ સમજી શકાય. અને પ્રાસંગિક પણ એટલુંજ કહે કે જેટલું શિષ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy