SearchBrowseAboutContactDonate
Page Preview
Page 562
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] વાસુદેવની ભેરીનું ઉદાહરણ. [૫૨૧ ટુકડાથી સાંધીને આખી ભેરી સાંધાવાળી કરી મૂકી. જ્યારે કોઇક કાલાંતરે કોઇક વ્યાધિનો ઉપદ્રવ થયો, ત્યારે વાસુદેવે તે ભેરી વગડાવી, પણ આખી ભેરી સાંધેલી હોવાથી તેનો અવાજ આખી રાજસભામાં પણ સંભળાયો નહી. તપાસ કરતાં જણાયું કે “મેરીરક્ષકે આખી ભેરી સાંધીને નકામી કરી નાંખી છે. આથી તે રક્ષકને મારી નાંખ્યો અને વાસુદેવે અમનો તપ કરી ફરીને તે દેવને આરાધ્યો. દેવે આવીને પુનઃ બીજી તેવી જ ભૂરી આપી. પછી તે ભેરીનું રક્ષણ કરવા બીજો સારો પ્રામાણિક માણસ રાખ્યો. તે તેનું યત્નથી રક્ષણ કરવા લાગ્યો, તેથી વાસુદેવને પણ તે ભેરીનો યોગ્ય લાભ મળ્યો. આ ઉદાહરણની યોજના અહીં પ્રસ્તુતમાં આ પ્રમાણે ઘટાવવી. જેમ દેવે આપેલી ચંદનની ભેરી, બીજા ચંદનના ટુકડાઓથી સાંધાવાળી કરી, તેથી તે ભેરી રોગોપશાંતિ કરવાના સામર્થ્યથી હીન થઇ ગઇ, તેમ જે કોઈ શિષ્ય અથવા આચાર્ય ભણી ગએલ સૂત્રાર્થ ભૂલી જવાથી અથવા પોતાના શિક્ષિતપણાના અભિમાનથી અન્યમતાદિના સૂત્રાદિવડે અથવા અન્યગ્રન્થોવડે તે સૂત્રાર્થ મિશ્ર કરે. તો એ પ્રમાણે કરનાર શિષ્ય અથવા આચાર્ય અનુયોગ સાંભળવાને તથા કહેવાને લાયક નથી, પણ જે સૂત્રાર્થનો નાશ ન કરે અર્થાત્ અન્યદર્શનીના તે સ્થાનનું અભિધેય અભિપ્રાયથી મિશ્ર ન કરતાં, જે સ્વમતાભિમત હોય તે પ્રમાણેજ અન્યને ઉપદેશ કરે. તે શિષ્ય અને ગુરૂ અનુયોગ સાંભળવાને તેમજ કહેવાને લાયક છે. ૧૪૩૮-૧૪૩૯. ત્રીજાં બે શ્રેષ્ઠી પુત્રીઓનું ઉદાહરણ. अत्थाणत्थनिउत्ताभरणाणं जिण्णसेट्ठिवधूय ब्व । न गुरू विहिभणिए वा, विवरीयनिओयओ सीसो ॥१४४०॥ सत्थाणत्थनिउत्ता, ईसरधूया सभूसणाणं व । होइ गुरू सीसो विय, विणिओएंतो जहाभणियं ॥१४४१॥ અસ્થાને આભરણ યોજનાર જીર્ણ (જાના) શેઠની પુત્રીની પેઠે, જે શિષ્ય ગુરૂએ વિધિપૂર્વક કહેલ અર્થને વિપરીતપણે યોજે તે અયોગ્ય છે; અને સ્વસ્થાને આભરણ યોજનાર નવીન શેઠની પુત્રીની પેઠે યથાર્થ સ્થાને અર્થને યોજનાર શિષ્ય ગુરૂ યોગ્ય છે. ૧૪૪૦-૧૪૪૧. વસન્તપુર નગરમાં ત્યાંના રાજાએ જુના શેઠને તેના પરથી ભ્રષ્ટ કરીને તેને સ્થાને બીજા નવા શેઠને સ્થાપ્યો. તો પણ જીર્ણ શેઠની પુત્રીને નવા શેઠની પુત્રી સાથે પ્રીતિ ઘણી થઈ, પરન્તુ જાના શેઠની પુત્રી તેની ઉપરનો વેષ હૃદયમાંથી છોડતી નહિ. ચિત્તમાં હંમેશા એમજ વિચારતી કે “અમે આ લોકોના લીધે પદથી ભ્રષ્ટ થયા છીએ. એક વખતે એ બન્ને સખીઓ કોઇ જળાશયમાં સ્નાન કરવા ગઈ. ત્યાં જળાશયના તીર ઉપર આભરણો મૂકીને નવા શેઠની પુત્રી જુના શેઠની પુત્રી સાથે સ્નાન કરવા પેઠી. સ્નાન કરીને જુના શેઠની પુત્રી એકદમ પહેલી બહાર નીકળી અને નવા શેઠની પુત્રીના આભરણો પહેરીને ચાલવા લાગી. આથી જળાશયમાં રહેલી નવા શેઠની પુત્રીએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy