SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૮ ] આચાર્ય શિષ્યની યોગ્યતા વિષય ઉદાહરણ. [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ આચાર્ય તથા શિષ્યની યોગ્યતા અયોગ્યતાના વિચારમાં ગાય, ચન્દન કંથા, બે સખી(જીર્ણ શેઠ તથા નવા શેઠની પુત્રીઓ), શ્રાવક, બહેરો ગાય દોહનાર, અને ટંકણક વ્યવહાર એ છ ઉદાહરણો છે. ઉપનયમાં યોગ્યાયોગ્ય આચાર્ય અને શિષ્યો જાણવા. ૧૪૩૪. ભાષ્યકાર એ દૃષ્ટાંતો હવે વિસ્તારથી કહે છે, તેમાં પ્રથમ ગાયનું ઉદાહરણ બતાવે છે. भग्गनिविट्ठ गेणिं, केउं दंतो व्व न सुयमायरिओ । एमए वि गहियं, गेण्ह तुमंपित्ति जंपतो ॥१४३५ ।। अविगलगोविक्केया, व जोऽविमद्दक्खमो सुगंभीरो । अक्खेवनिण्णयपसंगपारओ सो गुरु जोग्गो ।। १४३६॥ सीसोऽवि पहाणयरो, णेगंतेणावियारियग्गाही । सुपरिच्छिकेया इव, त्थाणवियारक्खमो इट्ठो ॥। १४३७ ।। ભાંગેલા પગવાળી બેઠેલી ગાય ખરીદીને બીજાને વેચવા ઇચ્છાનારની પેઠે, એમ કહે કે મેં પણ એમજ વગર વિચાર્યું શ્રુત ગ્રહણ કર્યું છે, અને તું પણ તેમજ ગ્રહણ કર’ એમ શ્રુતને આપનારો અયોગ્ય છે, અવિક્લ સમજવાળા ગાય વેચનારની પેઠે જે સૂત્ર ઉપર થતા આક્ષેપ દૂર કરવામાં સમર્થ, અતિ ગંભીર, આપેક્ષ અને નિર્ણયના પ્રસંગના પારંગત હોય, તે ગુરૂ યોગ્ય છે. શિષ્ય પણ તેજ વધારે શ્રેષ્ઠ છે, કે જે એકાન્તે વિચાર વિના ગ્રહણ ન કરે, પણ સારી રીતે પરીક્ષા કરીને ગાય ખરીદનારની પેઠે સ્થાન અને વિચારમાં સમર્થ હોય, તેજ ઇષ્ટ છે.૧૪૩૫-૧૪૩૭. આચાર્ય પ્રથમ ગાયનું ઉદાહરણ કહે છે. કોઇ ધૂર્ત મનુષ્યની સર્વાંગ સુન્દર ગાય, કોઇ એવા પ્રદેશમાં ચડી ગઇ કે જેથી તેના પગ ભાંગી ગયા. તેથી તે ત્યાંથી ઉભી થઇ શકતી નહોતી. તે ધૂર્ત મનુષ્ય એ પ્રમાણે બેઠેલીજ ગાય કોઇને વેચવાનો ઇરાદો કર્યો. તેને તેવો એક ભોળો મનુષ્ય મળી ગયો. તેણે તેની પાસેથી સુન્દર જણાતી ગાય બેઠેલીજ ખરીદી લીધી.મૂલ્ય લઇને ધૂર્ત ત્યાંથી ચાલ્યો ગયો. પછી ખરીદનાર તે ગાય ઉભી કરીને ઘેર લઇ જવા તૈયાર થયો, પણ તે ગાય ભાંગેલા પગવાળી હોવાથી ઊઠી શકી નહિ. એટલે તેણે પણ એ પ્રમાણે બેઠેલીજ ગાય વેચવાનો આરંભ કર્યો. ગાયને સર્વાંગ સુંદર જોઇને બીજાઓને તે લેવાની ઇચ્છા થઇ, પણ તે લેનાર તેના જેવો મુર્ખ નહોતા, તેઓ તે ગાયના આંચળ વિગેરે અવયવો જોવાને માટે ગાયને ઊભી કરવા લાગ્યા, પણ પેલો વેચનાર તેમને તેમ કરવા દેતો નથી, અને કહે છે કે મેં આ પ્રમાણે બેઠેલીજ ખરીદી છે, માટે તમે પણ તે પ્રમાણે બેઠેલીજ ખરીદો. તેના આવા કથનથી કોઇપણ તેની તે ગાય લેતું નહોતું, પણ સામી તેની હાંસી કરીને ચાલ્યા જતા હતા. આ ઉદાહરણની યોજના પ્રસ્તુતમાં આ પ્રમાણે કરવી. જેમ ભાંગી ગયેલા પગવાળી બેઠેલી ગાય બીજાને વેચવા ઇચ્છનાર મુગ્ધ મનુષ્ય ખરીદનારની હાંસીને પાત્ર થાય છે. તેમ જે આચાર્ય એ પ્રમાણે કહે કે- ‘મેં આ પ્રમાણે વિચાર્યા વિના જ શ્રુત ગ્રહણ કર્યું છે, માટે તમે પણ વિચાર્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy