SearchBrowseAboutContactDonate
Page Preview
Page 558
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] ભાષા વિભાષા વાર્તિક અંગે દાંતો. [૫૧૭ જેમ કોઇ ભંડારી ભાજનમાંના રત્નોની મરકતાદિ જાતિ માત્રને જાણે છે, અને કોઇ તે રત્નોનું માષ-વાલ-ગદિઆણાદિ પ્રમાણ જાણે છે, અને કોઇ તે રત્નોનાં રોગામહારસુધાતૃષા-અને શ્રમનો અપહારઆદિ ગુણોને પણ જાણે છે; તેવી રીતે શ્રુતરૂપ ભાજનમાંના અર્થને ભાષાકાદિ એકેકથી વધારે વધારે વિસ્તૃત જાણે છે. ૧૪૩૦. કમળનું ઉદાહરણ જણાવે છે. पोडं विभिन्नमीसिं, दरफुल्लं वियसियं विसेसेण । जह कमलं चउरूवं सुत्ताइचउक्कमप्पेवं ॥१४३१॥ . જેમ અવિકસિત-અલ્પવિકસિત-અર્ધ વિકસિત અને સર્વથા વિકસિત એમ ચાર રૂપવાળું કમળ હોય છે; તેમ સૂત્રાદિ પણ ચાર રૂપવાળું હોય છે. (એટલે અવિકસિત કમળ જેવું વિવરણ રહિત સૂત્ર, પછી અલ્પ વિવરણ-તેથી અધિક વિવરણ અને તેથી પણ અધિકતર વિવરણ ભાષકાદિની ભાષાઆદિથી હોય છે.) ૧૪૩૧. માર્ગ બતાવનારનું ઉદાહરણ જણાવે છે. पंथो दिसाविभागो, गाम-पुराइ गुण-दोसपेयालं । जह पहदेसणमेवं, सुत्तं भासाइतिययं च ।।१४३२॥ જેમ કોઈ ગામનો માર્ગ પૂછવાથી કોઈક માર્ગદેશક દિશામાત્રથીજ માર્ગ બતાવે છે, બીજો વળી તે માર્ગમાં આવતા ગામ નગરાદિ સહિત માર્ગ બતાવે છે, અને ત્રીજો તે માર્ગના ગુણદોષ પણ જણાવે છે; એ પ્રમાણે સૂત્ર પણ ભાષાદિ ત્રણ પ્રકારે છે. ૧૪૩૨. આ કાષ્ઠાદિ સર્વ દષ્ટાંતોમાં પરમાર્થ આ છે કે ભાષક-વિભાષક અને વાર્તિકકાર અનુક્રમે જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ વક્તા છે. આ પ્રમાણે અહીં સુધી જિન પ્રવચનની ઉત્પતિ, પ્રવચનના એકાર્થિક નામો અને તેના વિભાગ કહ્યા. હવે અનુક્રમે આવેલ દ્વારવિધિ કહેવી જોઇએ, પણ પૂર્વે ૧૩૬૦મી ગાથામાં કહેલ દ્વારવિધિમાં પણ વિપર્યાસ ન થવો જઇએ એ કારણથી દ્વારવિધિ કહેવાનું બાકી રાખીને પ્રથમ વ્યાખ્યાન વિધિ કહે છે. एयस्स को णु जोगो वत्तुं ? सोउं च ? केण विहिणा वा ?। पुब्बोइयसंबद्धा, वक्खाणविही विभागाओ ॥१४३३॥ આ હવે કહેવાશે તે દ્વારવિધિ (અથવા સર્વ અનુયોગ) કહેવાને યોગ્ય ગુરૂ કેવા હોય? તે સાંભળવાને યોગ્ય શિષ્યરૂપ શ્રોતા કેવા હોય ? અને કઈ વિધિથી એ સર્વ કહેવાય ? આ ત્રણ વાત કહેવાની છે. પૂર્વે ૧૩૬૦મી ગાથામાં જણાવેલ સંબંધથી વ્યાખ્યાન વિધિ કહેવો જરૂરી છે એમ જણાવેલ છે, અથવા વિમાસ૩ો એવા પાઠની અપેક્ષાએ વ્યાખ્યાનવિધિ સામાન્યથી કહી છે, હવે તે વિશેષથી કહે છે. ૧૪૩૩. હવે તે વ્યાખ્યાનવિધિ નિર્યુક્તિકાર કહે છે. | (૩૬) ભોજા ચંદ્રથા , વેરીફો સાવU વહિરા દે | टंकणओ ववहारो, पडिवक्खे आयरिय-सीसे ॥१४३४॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy