________________
૧૪]
યથાલબ્દિક સામાચારી
[ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧
યથાલન્ટિકલ્પની સામાચારી સંક્ષેપથી આ પ્રમાણે છે, પાણીથી ભીંજાવેલો હાથ જેટલા કાળમાં સુકાય તેટલા કાળથી માંડીને પાંચ રાત્રિદિવસનો જે કાળ તેને સિદ્ધાન્ત પરિભાષામાં લન્દ કહે છે. તેટલો કાળ ઉલ્લંઘન કર્યા સિવાય જે વિચરે, એટલે વધારેમાં વધારે પાંચ અહોરાત્ર એક સ્થળે રહે તે યથાલન્ટિક કહેવાય. તેમને તપ-સત્વ આદિ ભાવના જિનકલ્પિની પેઠે જ હોય, પાંચ સાધુનો સમુદાય આ કલ્પ અંગીકાર કરે છે, અને ગામમાં છ શેરીઓ અથવા પોળોની જિનકલ્પિની પેઠે કલ્પના કરે છે, પણ ઉત્કૃષ્ટલ%ચારિ એકેક શેરીમાં પાંચ પાંચ દિવસ સુધી પર્યટન કરે છે. યથાલન્ટિક કલ્પ અંગીકાર કરનારા ઓછામાં ઓછા પંદર હોય છે, અને વધારેમાં વધારે બે હજારથી નવ હજાર હોય છે. તથા પૂર્વે જેઓએ થથાલન્ટિક કલ્પ અંગીકાર કરેલ હોય, તેવા ઓછામાં ઓછા બે ક્રોડથી નવ ક્રોડ સુધી હોય છે. અને વધારેમાં વધારે પણ તેટલા જ હોય છે. - આ યથાલબ્દિક બે પ્રકારના હોય છે - એક ગચ્છપ્રતિબદ્ધ અને બીજા ગચ્છથી અપ્રતિબદ્ધ, તેમાં જેઓ ગચ્છથી પ્રતિબદ્ધ છે, તેઓ ફકત નહિ સાંભળેલા અર્થનું શ્રવણ કરવા માટે જ ગચ્છના સંબંધમાં રહે છે. પુનઃ એ બન્ને બબ્બે પ્રકારના છે - એક જિનકલ્પિ-યથાલન્ટિક અને બીજા
વિરકલ્પિ-યથાલન્ટિક, જે ભવિષ્યમાં જિનકલ્પ અંગીકાર કરનાર હોય, તે જિનકલ્પિયથાલન્ટિક કહેવાય, અને જે પુનઃ સ્થવિરકલ્પનો આશ્રય કરવાના હોય તે સ્થવિરકલ્પિયથાલન્ટિક કહેવાય. આ બેમાં પરસ્પર આટલો તફાવત હોય છે કે બન્ને પ્રકારના યથાલન્ટિક ગચ્છ અન્યને સોપે, પરંતુ વિરકલ્પિયથાલન્ટિક ગચ્છમાં રહીને નિરવદ્યપણે સર્વ પરિકર્મ કરે. વળી તે વસ્ત્ર-પાત્ર સહિત હોય છે. અને જેઓ ભવિષ્યમાં જિનકલ્પિ થવાના હોય તેમને વસ્ત્ર-પાત્ર ન હોય. વળી તેઓ શરીરની પ્રતિચર્યા ન કરે, આંખનો મેલ પણ દૂર ન કરે, સર્વ પ્રકારના વ્યાધિ સહન કરે, પરંતુ કદિ પણ ચિકિત્સા ન કરાવે. આ પ્રમાણે જિનકલ્પિ આદિની સામાચારી છે. તે સંબંધી વિશેષ જાણવાની ઈચ્છાવાળાએ બૃહત્ કલ્પાદિ ગ્રંથમાં જોઈ લેવું.
પૂર્વોક્ત રીતે દીક્ષા અને સૂત્રાધ્યયનરૂપ શિક્ષા ગ્રહણ કર્યા પછી અર્થ ગ્રહણ કરવો, એમ કહેવાથી એ સિદ્ધ થયું કે સૂત્ર ભણવાનો કાળ પૂર્ણ થયા પછી તેના અર્થ વ્યાખ્યાન રૂપ અનુયોગનો અધિકાર પ્રાપ્ત થાય છે, તેથી અહીં પણ એનો જ પ્રસ્તાવ છે.
પ્રશ્ન :- પંચનમસ્કાર કરેલો હોય તેવા શિષ્યને આચાર્ય મહારાજ સામાયિકાદિષ્ણુત આપે છે, અને તેનો અનુયોગ પણ તેવી જ રીતે આપે છે. આમ કહેવાથી તો -
___आईए नमोक्कारो जइ, पच्छाऽऽवासयं तओ पुब्बं ।
तस्स भणिएडणुओगे, जुत्तो आवस्सयस्स तओ ॥८॥ પ્રથમ નમસ્કાર અને પછી આવશ્યક છે, તો પહેલાં તેનો-નમસ્કારનો અનુયોગ અને પછી આવશ્યકનો અનુયોગ કહેવો જોઈએ. ૮
પ્રથમ નમસ્કાર અને પછી આવશ્યક અપાય છે, એ ન્યાયથી તો એવું કર્યું કે પ્રથમ નમસ્કારનો અનુયોગ (વ્યાખ્યાન) કહેવું અને પછી આવશ્યકનો અનુયોગ કહેવો જોઈએ. કેમ કે વ્યાખ્યયના અનુસારે જ વ્યાખ્યાન કરાય છે. અહીં આવશ્યક રૂપ વ્યાખ્યયની આદિમાં નમસ્કાર આપવો એમ તમે કહ્યું છે, તો નમસ્કારનો અનુયોગ કહ્યા બાદ આવશ્યકનો અનુયોગ કહેવો ઉચિત છે. અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org