SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર) - જિનકલ્પ લેવાની વિધિ [૧૩ પૂર્વે કહેલ સાત એષણામાંથી પહેલી બે સિવાયની પાંચમાંથી કોઈ પણ બે એષણાના અભિગ્રહથી અલેપ ભાત પાણી ગ્રહણ કરે. એષણા આદિના કારણ સિવાય કોઈની સાથે કંઈ પણ બોલે નહિ. એક વસતિમાં વધારેમાં વધારે સાત જિનકલ્પિ રહે, પણ એક-બીજા સાથે વાતચીત કરે નહિ. ઉપસર્ગ પરિષહ સર્વ સહન જ કરે, રોગ થાય તો ઔષધ વગેરે ન જ કરાવે, પણ તેની વેદના સમ્યક પ્રકારે સહન કરે. મનુષ્ય તિર્યંચ આદિનું આવવું તે આપાત, અને તેઓની જ્યાં નજર આવે તે સંલોક, એ વગેરે દોષ રહિત સ્થળે લઘુનીતિ, વડી નીતિ કરે, અન્ય સ્થળે ન કરે. વળી જિનકલ્પિઓ અવશ્ય વસતિમાં મમત્વરહિત અને પરિકર્મ વિનાના હોય છે. સ્થવિરોને પણ એમ જ હોય છે, પરંતુ તેમને વસતિની પ્રાર્થના કરવાની હોય છે. જિનકલ્પી તો વસતિની પ્રમાર્જના પણ ન કરે. પરિકર્મ રહિત વસતિમાં પણ નિરંતર ઉભા રહે, કદિ જો બેસે તો ઉભડક આંસતેજ બેસે, પલાંઠી વાળીને તે ન બેસે. કેમ કે તેમની પાસે જમીન પર પાથરવાને કંઈ આસનાદિ ઉપકરણ હોતું નથી. માર્ગમાં જતાં ઉન્મત્ત હાથી, વાઘ, સિંહ આદિ સામા આવે, તો તેના ભયથી અવળા માર્ગે જઈ ઈર્યાસમિતિનો ભંગ ન કરે, પરંતુ તેના સામાં જ ચાલ્યા જાય, ઈત્યાદિ જિનકલ્પિનો વિધિ આગમથી જાણવો. પૂર્વોક્ત બેઉ પ્રકારના વિહારમાં શ્રુતસંહનન આદિની સ્થિતિ આ પ્રમાણે જાણવી. જિનકલ્પિને ઓછામાં ઓછું શ્રુત નવમા પૂર્વની ત્રીજી આચાર વસ્તુ સુધી હોવું જોઈએ, અને વધારેમાં વધારે દશ પૂર્વમાં કંઈક ન્યૂન હોવું જોઈએ. તથા વજની ભીંત સમાન મજબુત પહેલું વજઋષભનારાસંઘયણ હોય. કલ્પઅંગીકારની સ્થિતિ પંદર કર્મભૂમિમાં હોય, અને અપહરણ થવાથી અકર્મભૂમિમાં પણ હોય. ઉત્સર્પિણી કાળમાં જિનકલ્પવાળા મુનિરાજો ત્રીજા ચોથા આરામાં જ હોય, જન્મ માત્રથી તો બીજા આરામાં પણ હોય. અવસર્પિણી કાળમાં જન્મ માત્રથી ત્રીજા ચોથા આરામાં જ હોય, અને જિનકલ્પવાળા તો પાંચમા આરામાં પણ હોય તથા સંકરણથી તો સર્વ કાળમાં હોય છે. જિનકલ્પ અંગીકાર કરનારા સામાયિક, છેદો પસ્થાપનીય ચારિત્રમાં અને જિનકલ્પ અંગીકાર કરેલાઓ તો સૂક્ષ્મસંપરાય, અને યથાખ્યાત ચારિત્રમાં પણ ઉપશમશ્રેણિ પામેલા હોય છે. ક્ષપકશ્રેણિને પામતા નથી. જિનકલ્પ અંગીકાર કરનારાઓ વધારેમાં વધારે બસોથી નવસો સુધી હોય છે, અને પૂર્વે જેઓએ જિનકલ્પ અંગીકાર કરેલ હોય તેવા બે હજારથી નવ હજાર સુધી હોય છે. તેઓ ઘણું કરીને અપવાદ સેવતા નથી. જેઘાબળ ક્ષીણ થયું હોય અને વિહાર ન કરે તો પણ તે આરાધક કહેવાય છે. આવશ્યિકી-નૈવિકી-મિથ્યાદુકૃત-ગૃહિવિષયપૃચ્છાઅને ગૃહિવિષયઉપસંપદા આ પાંચ સામાચારી એમને હોય છે, ઈચ્છા- મિચ્છા આદિ બીજી પાંચ સામાચારી નથી હોતી. બીજા આચાર્ય એમ કહે છે કે – આવશ્યકી-નૈષેધિકી અને ગૃહસ્થોપસંપતુ રૂપ ત્રણ સામાચારી જ જિનકલ્પિને હોય છે, કારણ કે ઉદ્યાન આદિમાં વસનારા જિનકલ્પિને સામાન્યથી પૃચ્છા આદિ પણ સંભવતા નથી. વળી દરરોજ તેઓ લોચ કરે. આ સિવાય વિશેષ હકીકત સિદ્ધાન્તથી જાણવી. પરિહારવિશુદ્ધિકલ્પની સામાચારી વિગેરે આ ગ્રંથમાં પરિહારવિશુદ્ધિ નામનું ચારિત્ર કહેતી વખતે આગળ કહેવાશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy