SearchBrowseAboutContactDonate
Page Preview
Page 543
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૨] ક્ષેત્રાનનું યોગનું ઉદાહરણ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ एवं खेत्ताईसुवि सधम्मविणिओगओऽणुओगो त्ति । विवरीए विवरीओ, सोदाहरणोऽणुगंतव्बो ॥१४१८॥ એજ પ્રમાણે ક્ષેત્રાદિમાં સ્વધર્મના વિનિયોગથી અનુયોગ થાય છે, અને એથી વિપરીત પરધર્મના વિનિયોગથી અનનુયોગ થાય છે, તે ઉદાહરણ પૂર્વક જાણવું. ૧૪૧૮. ઉપર કહ્યા મુજબ ક્ષેત્ર-કાળ-વચન-અને ભાવમાં પણ સ્વધર્મના સંયોગથી વ્યાખ્યા કરતાં અનુયોગ થાય છે, અને પરધર્મના સંયોગથી વ્યાખ્યા કરતાં અનનુયોગ થાય છે, તેનાં દૃષ્ટાંતો પોતાની બુદ્ધિએ કરીને બીજા ગ્રંથોથી જાણવા. આ પ્રમાણે સંક્ષેપ કરે છે તો પણ શિષ્યના અનુગ્રહને માટે તેનાં દૃષ્ટાન્ત અનુક્રમે આ પ્રમાણે કહે છે. પ્રતિષ્ઠાન નગરનો શાતવાહન રાજા, નભોવાહન રાજાની રાજધાની ભરૂચ નગરીનો દર વર્ષે આવીને ઘેરો નાંખી રોધ કરતો હતો અને વર્ષાઋતુમાં પાછો પોતાના નગરે જતો હતો. અને તે સિવાયના કાળમાં ત્યાં રહેતો હતો. એમ કરતાં એક વખત રોધ કરવા આવે છતે પોતાના નગર તરફ જવાની ઇચ્છાવાળા તે રાજાએ તંબુના સભામંડપમાં જ ભૂમિ ઉપર પાત્ર વિના થુંક નાંખ્યું, તે ઉપરથી રાજાને થુંકવાનું પાત્ર ધારણ કરનાર કુન્ન, જે ત્યાં ઉભી હતી, તેણે વિચાર્યું કે – “રાજા આ સ્થાનનો ત્યાગ કરીને અવશ્ય પ્રભાતે પોતાના નગર તરફ જશે, કેમ કે જો જલદી જવાનો ન હોય, તો આ સ્થાનકે આમ પાત્ર વિના થુંકે નહી. આ પ્રમાણે વિચારીને તે કુબ્બાએ પોતાના પરિચિત કોઈ વાહનવાળાને પોતાનો નિશ્ચય કહ્યો, તેથી તેણે વાહનો તૈયાર કરીને રાજાના જવા પહેલાં જ તે રવાના કરી દીધાં, તેની પાછળ સર્વ લશ્કર પણ જવાને તૈયાર થઈ ગયું. અને જવા માંડયું. લશ્કર ચાલવાથી ઉડેલી ધૂળથી આકાશ ભરાઈ ગયું, આથી વિસ્મિત મનવાળા રાજાએ વિચાર્યું કે મેં કોઈને પણ પ્રયાણ માટે કહ્યું નથી. ધૂળ ઉડવાના ભયથી અલ્પ પરિવાર સાથે માત્ર મારે એકલાએજ આગળ જવું અને પાછળથી સર્વ સૈન્યને આવવાનું કહેવું, આવો મારો વિચાર હતો, તેના બદલે આતો એથી વિપરીત થયું. પણ આ સર્વ સૈન્યના લોકોએ પ્રયાણ જાણ્યું કેવી રીતે ? પછી એ સંબંધી તપાસ કરતાં પરંપરાએ એનું કારણ કુન્જા છે એમ જાણ્યું, તેને પૂછતાં તેણે એ પૂર્વ હકીકતથી પોતાનો સર્વ નિશ્ચય જણાવ્યો. આ સ્થળે સભામંડપની ભૂમિમાં થુંકવું તે ક્ષેત્રવડે અનનુયોગ છે અને તે થુંકને પાત્રમાં લેવું, વાળી નાંખવું વિગેરે અનુયોગ છે. એ પ્રમાણે અહીં પ્રસ્તુતમાં પણ આકાશને એકાંત નિત્ય-એકઅપ્રદેશી છે, એમ કહેવાથી ક્ષેત્રનો અનનુયોગ થાય છે, અને સ્યાદ્વાદશૈલી વડે કથંચિત્ નિત્ય વગેરે કહેવાથી ક્ષેત્રનો અનુયોગ થાય છે. આ પ્રમાણે ક્ષેત્રના અનુયોગ અને અનનુયોગમાં કુન્જાનું ઉદાહરણ કહ્યું. હવે કાળના અનુયોગ અનનુયોગમાં અકાલે સ્વાધ્યાય કરનાર સાધુનું દૃષ્ટાંત કહે છે. કોઇએક સાધુ કાલિકશ્રુત ગણવાનો વખત વીતી ગયા છતાં, તે ધ્યાનમાં નહી રહેવાથી અકાળે તે મૃતનું પુનરાવર્તન કરવા લાગ્યા, તેથી કોઈ સમ્યગુદૃષ્ટિ દેવતાએ વિચાર્યું કે “આ મુનિ અકાળે શ્રુત ગણે છે, તેથી કોઈ મિથ્યાદષ્ટિ દેવ તેમને છળશે, માટે હું તેમને તેમ કરતાં નિવારૂં.” એમ વિચારીને તે દેવતા ગોવાલણનું રૂપ ધારણ કરી, માથે છાશથી ભરેલો ઘડો મૂકીને તે મુનિની નજીકમાં કોઈને છાશ લેવી છે ! છાશ.” એમ વારંવાર મોટા અવાજથી બોલીને ગમનાગમન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy