SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] વચનાનુયોગનું સ્વરૂપ. [૪૭ કાળની મુખ્યતા છે. તથા અવસર્પિણીકાળના સુષમદુઃખમા દુ:ખમસુખમા અને દુઃખમારૂપ ત્રણ આરામાં તેમજ ઉત્સર્પિણીકાળના દુઃષમા સુષમદુઃખમા રૂપ બે આરાઓમાં (સૂત્રવ્યાખ્યાનરૂપ) અનુયોગ પ્રવર્તે છે, તે સિવાયના આરાઓમાં નથી પ્રવર્તતો, તેથી તે કાળોમાં અનુયોગ કહેવાય. આ પ્રમાણે છ પ્રકારે કાલાનુયોગ છે. હવે છ પ્રકારે વચનનો અનુયોગ કહે છે. આ પ્રમાણે એકવચન હોય, આ રીતે દ્વિવચન હોય, અને આવા પ્રકારે બહુવચન હોય, એ પ્રમાણે એકવચનાદિમાંથી કોઈપણ એકવચનની વ્યાખ્યા કરવી તે વચનનો અનુયોગ કહેવાય છે. અને ઘણાં વચનોનો અનુયોગ તે પણ વચનાનુયોગ કહેવાય છે. તે વચનાનુયોગ સોળ પ્રકારે થાય છે, આ પ્રમાણે “આ સ્ત્રી, આ પુરૂષ, આ નપુંસક' એમ લિંગપ્રધાન વચનો તે લિંગત્રિક કહેવાય. એક-બે અને બહુ વ્યક્તિનું કથન કરનાર શબ્દો તે વચનત્રય કહેવાય. કર્યું છે, કરે છે, અને કરશે એમ ભૂતાદિકાળનું પ્રતિપાદન કરનાર શબ્દો તે કાળત્રિક કહેવાય. ‘તે’ એમ પરોક્ષ અર્થ પ્રતિપાદન કરનાર વચન તે પરોક્ષવચન, “આ” એમ પ્રત્યક્ષ અર્થનો નિર્દેશ કરવો તે પ્રત્યક્ષવચન, ઉપનય એટલે સ્તુતિવચન અને અપનય એટલે નિંદાવચન, તે બેના ચાર પ્રકાર છે. જેમ કે - “આ સુન્દર સ્ત્રી છે.” આ ઉપનય વચન કહેવાય. “આ કુરૂપા સ્ત્રી છે” આ અપનયવચન કહેવાય. આ સ્ત્રી સુન્દર છે, પરંતુ દુઃશીલા છે,” ઉપનયાપનયવચન કહેવાય. “આ સ્ત્રી કુરૂપા છે, પરંતુ સુશીલા છે.” એ અપનયોપનયવચન કહેવાય. મનમાં કંઈ બીજું ધારીને વિપ્રતારક બુદ્ધિએ (ઠગવાની બુદ્ધિએ) કંઈક બીજું જ કહેવાની ઈચ્છા હોય, પણ સહસા જે મનમાં હોય, તેજ બોલી જવાય; અધ્યાત્મવચન કહેવાય. આ પ્રમાણે ત્રણ લિંગ-ત્રણવચન-ત્રણકાળ-પરોક્ષપ્રત્યક્ષ-ચાર પ્રકારે ઉપનયાપનય અને અધ્યાત્મવચન એ સોળ પ્રકારના વચનોની વ્યાખ્યા કરવી તે વચનોનો અનુયોગ કહેવાય. તેમજ સાતવિભક્તિઓનાં ત્રણ ત્રણ વચન હોવાથી એકવીસ વચનોની વ્યાખ્યા, તે પણ વચનોનો અનુયોગ જાણવો. ૧૪૦૩. હવે વચનવર્ડ-વચનોવડે અને વચનમાં અનુયોગ, એ ત્રણ ભેદોનું સ્વરૂપ કહે છે. वयणायरियाई, एक्केणुतो बहूहिं वयणेहिं । वयणे खओवसमिए, वयणेसु उ नत्थि अणुओगो || १४०४ || આચાર્ય આદિને એકવાર પ્રાર્થના કરવાથી વ્યાખ્યા કરે તે વચનવડે અનુયોગ કહેવાય, અને બહુવાર પ્રાર્થના કરવાથી વ્યાખ્યા કરે તે વચનોવડે અનુયોગ કહેવાય. તથા ક્ષાયોપમિક વચનમાં વ્યાખ્યા કરે તે વચનમાં અનુયોગ કહેવાય, અને વચનોમાં અનુયોગ તો હોતો જ નથી. ૧૪૦૪. કોઈ આચાર્ય મહારાજ સાધુએ એકવાર એકજ વચનથી પ્રાર્થના કરવાથી વ્યાખ્યા કરે, તો તે વચનવડે અનુયોગ કહેવાય અને ઘણીવાર ઘણા વચનોથી પ્રાર્થના કર્યાથી વ્યાખ્યાન કરે, તે વચનોવડે અનુયોગ કહેવાય તથા ક્ષયોપમિક વચનમાં રહેલા આચાર્યનું વ્યાખ્યાન તે વચનમાં અનુયોગ કહેવાય. અને વચનોમાં અનુયોગ સંભવતો નથી. કારણ કે વચનનું ક્ષાયોપમિકપણું અનેક પ્રકારે હોતું નથી. આ સંબંધમાં બીજાઓ વ્યક્તિઓની વિવક્ષાએ બહુ ક્ષાયોપમિક ૬૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy