SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૪] દ્રવ્યના પ્રકાર આદિ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ આ દ્રવ્યાનુયોગ પ્રમાણે ક્ષેત્ર-કાળ-વચન-અને ભાવ અનુયોગમાં પણ સમજી લેવું. જેમકેક્ષેત્રનું અથવા ક્ષેત્રોનું વ્યાખ્યાન તે ક્ષેત્રાનુયોગ, ક્ષેત્રવડે અથવા ક્ષેત્રોવડે અનુકૂળ સંબંધ તે ક્ષેત્રાનુયોગ, ક્ષેત્રમાં અથવા ક્ષેત્રોમાં અનુકૂળ સંબંધ તે ક્ષેત્રાનુયોગ, ક્ષેત્ર માટે અથવા ક્ષેત્રો માટે અનુકૂળ સંબંધ તે ક્ષેત્રાનુયોગ. આવી જ રીતે કાળ-વચન-અને ભાવ સંબંધી અનુયોગ પણ એક વચન અને બહુવચન વડે બુદ્ધિમાને કહેવા. ૧૩૯૧-૧૩૯૨. હવે દ્રવ્ય કેટલા પ્રકારે છે ? અને તેનો અનુયોગ કેવા સ્વરૂપે છે ? તે કહે છે. दव्वस्स उ अणुओगो, जीवदव्वस्सऽजीवदव्यस्स । एक्केक्कम्मि य भेया, हवंति दव्वाइया चउरो ।। १३९३ ।। જે દ્રવ્યાનુયોગ કહ્યો છે, તે જીવદ્રવ્યનો અને અજીવદ્રવ્યનો, એમ બે પ્રકારે છે. એ જીવદ્રવ્ય અને અજીવદ્રવ્ય પ્રત્યેકમાં દ્રવ્યથી-ક્ષેત્રથી-કાળથી અને ભાવથી એમ ચાર પ્રકારે અનુયોગ પ્રવર્તે છે. ૧૩૯૩. એજ અર્થ ભાષ્યકાર વિસ્તારથી કહે છે. તેમાં પ્રથમ એકવચનવાળા દ્રવ્યાનુયોગ પદની વ્યાખ્યા કરે છે. दव्वेणेगं दव्व संखाईयप्पएसमोगाढं । कालेऽणाइअनिहणो, भावे नाणाइयाणंता ॥। १३९४॥ एमेव अजीवस्सऽवि, परमाणू दव्व एगदव्वं तु । खेत्ते एगप्पएसे, ओगाढो सो भवे नियमा ।। १३९५ ।। समयाइठि असंखा, उसप्पिणीओ हवंति कालम्मि । वण्णाइ भावणंता, एवं दुपएसमाईवि ।। १३९६॥ દ્રવ્યથી જીવ એક દ્રવ્ય છે, ક્ષેત્રથી તે જીવદ્રવ્ય અસંખ્યાત પ્રદેશમાં અવગાહી રહેલ છે, કાળથી તે અનાદિ અનન્ત છે, અને ભાવથી જ્ઞાનાદિ અગુરુલઘુ અનન્તા પર્યાયોવાળો છે. એજ પ્રમાણે અજીવદ્રવ્યનો પણ ચાર પ્રકારે અનુયોગ છે. તેમાં દ્રવ્યથી ૫૨માણુ એક દ્રવ્ય છે, તે ક્ષેત્રથી એક પ્રદેશમાં અવગાહી રહેલ છે, કાળથી એક સમયથી આરંભીને અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી સુધી, અને ભાવથી વર્ણ-ગંધ આદિ અનંતા પર્યાયો છે. (આ પ્રમાણે દ્વીઅણુકસ્કંધોનો પણ દ્રવ્યાદિ ચાર પ્રકારે અનુયોગ સમજવો.) હવે ‘દ્રવ્યોનો અનુયોગ” એ પદની વ્યાખ્યા કરે છે. Jain Education International दव्याणं अणुओगो, जीवा जीवाण पज्जवा नेया । वि य मग्गणाओऽणेगा सट्टाण-परठाणे ।। १३९७ ।। દ્રવ્યોનો અનુયોગ વિચારતાં જીવ અને અજીવ દ્રવ્યોના પર્યાયોની વ્યાખ્યા જાણવી, અને તેમાં પણ સ્વસ્થાન તથા પરસ્થાનમાં અનેક માર્ગણાઓ છે. ૧૩૯૭. જ્યારે દ્રવ્યોનો અનુયોગ વિચારીએ ત્યારે જીવ અને અજીવ દ્રવ્યોના પર્યાયો જાણવા જોઈએ. તેમાં પણ સ્વસ્થાન અને પરસ્થાનમાં અનેક માર્ગણા-વિચારણાઓ છે. જેમકે દ્રવ્યથી વિચારતાં જીવદ્રવ્ય અનંતા છે, અને અજીવ દ્રવ્ય પણ અનંતા છે. આ સ્વસ્થાને માર્ગણા-વિચારણા સમજવી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy