________________
ભાષાંતર]
દ્રવ્યાનુયોગનું સ્વરૂપ.
[૪૩
નામ અનુયોગ-સ્થાપના અનુયોગ-દ્રવ્યાનુયોગ-ક્ષેત્રાનુયોગ-કાળાનુયોગ-વચનાનુયોગ અને ભાવાનુયોગ આ સાત પ્રકારે અનુયોગના નિક્ષેપા છે.
એ ગાથાનો વિસ્તારથી અર્થ કહેવાને ભાષ્યકાર મહારાજ પ્રથમ નામ અને સ્થાપના અનુયોગનું સ્વરૂપ કહે છે.
नामस्स जोडणुओगो, अहवा जस्साभिहाणमणुओगो । નામે ય નો ખોળો, નોો નામાનુઞોનો સો ।।૩૮।।
ठवणाए जोऽणुओगोऽणुओग इति वा ठविज्जए जं તુ जा वेह जस्स ठवणा, जोग्गा ठवणाणुओगो सो ।। १३९० ।।
ઇન્દ્રાદિ નામનું જે વ્યાખ્યાન તે નામાનુયોગ, અથવા જે વસ્તુનું “અનુયોગ” એવું નામ નામાનુયોગ, અથવા નામની સાથે જે કંઈ યોગ્ય સંબંધ તે નામાનુયોગ, અથવા નામ સાથે અનુકૂળ યોગ તે નામાનુયોગ (જેમકે -દીપક વસ્તુનો દીપક નામ સાથે, સૂર્યનો સૂર્યનામ સાથે, અગ્નિનો અગ્નિનામ સાથે ઈત્યાદિ.) એજ પ્રમાણે સ્થાપનાની વ્યાખ્યા તે સ્થાપનાનુયોગ, અથવા કષ્ટાદિમાં અનુયોગ કરતા એવા આચાર્યાદિની જે સ્થાપના કરાય તે સ્થાપનાનુયોગ અથવા સ્થાપનાને અનુરૂપઅનુકૂળ જે યોગ-સંબંધ તે સ્થાપનાનુયોગ.
હવે દ્રવ્યાનુયોગનું સ્વરૂપ કહીને ક્ષેત્રાઘનુયોગની ભલામણ કહે છે.
दव्वस्स जोऽणुओगो, दव्वे दव्वेण दव्वहेउं वा ।
दव्यस्स पज्जवेण व, जोगो दव्वेण वा जोग्गो ।। १३९१ ।।
बहुवयणओऽवि एवं नेओ जो वा कहेअणुवउत्तो । વ્વાણુઓન સો, વું એત્તાયાપિ ॥૧૨।।
દ્રવ્યનું જે વ્યાખ્યાન તે દ્રવ્યાનુયોગ, દ્રવ્યની અંદર દ્રવ્ય વડે અથવા દ્રવ્ય માટે અનુકૂળ સંબંધ તે દ્રવ્યાનુયોગ, અથવા દ્રવ્યનો પર્યાય સાથે યોગ્ય સંબંધ અથવા દ્રવ્યવડે પર્યાયનો સંબંધ તે દ્રવ્યાનુયોગ, એ પ્રમાણે બહુવચનથી પણ દ્રવ્યાનુયોગ જાણવો. અથવા જે ઉપયોગ રહિતપણે કહે તે દ્રવ્યાનુયોગ, એજ રીતે ક્ષેત્રાદિ અનુયોગ પણ જાણવા.
Jain Education International
દ્રવ્યનો અનુયોગ એટલે વ્યાખ્યાન તે દ્રવ્યાનુયોગ અથવા ભૂમિ આદિ અધિકરણભૂત દ્રવ્યપર રહેલા પદાર્થનો અનુકૂળ સંબંધ તે દ્રવ્યાનુયોગ, અથવા પાષાણના ટુકડા આદિ કરણભૂત દ્રવ્યવડે અનુકૂળ સંબંધ તે દ્રવ્યાનુયોગ, અથવા આંબલી આદિ ખાટા દ્રવ્યવડે વસ્ત્રાદિનો રક્ત-પીત રંગાદિ પર્યાયની સાથે યોગ્ય સંબંધ તે દ્રવ્યાનુયોગ, અથવા શિષ્યરૂપ દ્રવ્યને પ્રતિબોધ કરવાને માટે અનુરૂપ યોગ તે દ્રવ્યાનુયોગ. આજ પ્રમાણે બહુવચનથી પણ દ્રવ્યાનુયોગ સમજવો. જેમ કે દ્રવ્યોનું વ્યાખ્યાન તે દ્રવ્યાનુયોગ, દ્રવ્યોમાં સંબંધ તે દ્રવ્યાનુયોગ. દ્રવ્યોવડે સંબંધ તે દ્રવ્યાનુયોગ, તથા દ્રવ્યોના માટે અનુકૂળ સંબંધ તે દ્રવ્યાનુયોગ, અથવા દ્રવ્યોનો પર્યાયો સાથે સંબંધ તે દ્રવ્યાનુયોગ, કરણભૂત દ્રવ્યોવડે અનુરૂપ સંબંધ તે દ્રવ્યાનુયોગ, તેમજ જે ઉપયોગ રહિત અનુયોગ કહે અથવા કરે તે દ્રવ્યાનુયોગ.
For Private & Personal Use Only
www.jainelibrary.org