SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯o] નામોની નયની અપેક્ષાએ એકાનેકાર્થપણું. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ एवं सुत्त-त्थाणं, एगा-णेगत्थया ववत्थाए । पवयणमुभयं च तयं, तियं च बहुपज्जयं वीसुं ॥१३७५॥ જેમ સામાન્ય-વિશેષની એકાર્થતા અને અનેકાર્થતા વ્યવસ્થાથી જણાય છે. અને જેમ એ ઉભયને અર્થ પણ કહેવાય છે, તથા તે સામાન્ય વિશેષ અને અર્થ એ ત્રણે પૃથફ પૃથફ બહુ પર્યાયવાળા છે; તેમ સૂત્ર અને અર્થની પણ વ્યવસ્થા વડે એકાર્થતા અને અનેકાર્થતા છે, તથા એ ઉભયને પ્રવચન કહેવાય છે. એ સૂત્ર અર્થ અને પ્રવચન ત્રણે પૃથફ પૃથફ બહુ પર્યાયવાળા છે. ૧૩૭૪-૧૩૭પ. માત્ર વિજાતીયથી વ્યાવૃત્તિ-ભિન્ન આકાર પ્રત્યયના હેતુભૂત હોય તે સામાન્ય, અને સજાતીય તથા વિજાતીયના ભિન્નપણાને જણાવનાર તે વિશેષ; એવો સામાન્ય-વિશેષ પદાર્થોની એકતા અને અનેતા છે, એટલે કે એક જ અર્થમાં સામાન્ય-વિશેષ ઉભયની સત્તા છે તેથી એકતા છે, અને એ બન્નેની ભિન્ન ભિન્ન સ્થિતિ હોવાથી અનેકતા છે. તેમજ એ સામાન્ય-વિશેષ બન્નેને અર્થ કહેવાય છે. આ ત્રણે સામાન્ય-વિશેષ અને અર્થ પૃથક પૃથક બહુ પર્યાયવાળા પણ છે. જેમકે સામાન્યસત્તા-ભાવ વિગેરે સામાન્યના પર્યાય છે, વિશેષ-ભેદ-પર્યાય વિગેરે વિશેષના પર્યાય છે, અને અર્થદ્રવ્ય-વસ્તુ વિગેરે અર્થના પર્યાય છે. આ પ્રમાણે જેમ આ ત્રણે બહુ પર્યાયવાળા છે, તેમ પ્રસ્તુત સૂત્ર અને અર્થની પણ એકતા અને અનેકતા છે. જેમ કે પ્રવચનરૂપ એક જ અર્થમાં સૂત્ર અને અર્થ બન્ને વિદ્યમાન છે તેથી એકતા છે, અને સૂત્ર વાચક છે તથા અર્થ વાચ્ય છે તેથી અનેકતા છે, તેમજ એ સૂત્ર અને અર્થ ઉભયને પ્રવચન કહેવાય છે, એ ત્રણે સૂત્ર-અર્થ અને પ્રવચન પૃથક પૃથફ બહુ પર્યાયવાળા છે. તે હમણાં જ આગળ ૧૩૭૮મી ગાથામાં કહેવાશે. ૧૩૭૪-૧૩૭૫. અથવા એ ત્રણેની નયોની અપેક્ષાએ એકતા અને અનેકતા વિરૂદ્ધ નથી એમ જણાવવાને કહે છે કે - अहवा सव्वं नाम, वंजणसुद्धियनयस्स भिन्नत्थं । इयरस्साभिन्नत्थं, संववहारो य तदवेक्खो ॥१३७६॥ संववहारत्थाए, जम्हा एगट्ठया न निच्छयओ । તો કુત્તારૂં તેલ, વિનું પwાયનામાડું શરૂછot/ અથવા વ્યંજન શુદ્ધિક નય (સમભિરૂઢનય)ના અભિપ્રાયે શબ્દભેદ થકી ઘટપટાદિકની પેઠે સર્વ નામો ભિન્ન અર્થવાળાં છે, અને બીજા નૈગમાદિનયના અભિપ્રાયે અભિન્ન અર્થવાળાં છે, તથા જે સંવ્યવહાર (લોક વ્યવહાર) તે પણ તે નૈગમાદિની અપેક્ષાએજ પ્રાયઃ વર્તે છે, માટે વ્યવહારનયની અપેક્ષાએ નામોની એકાર્યતા પણ છે. પરંતુ નિશ્ચય નયની અપેક્ષાએ નથી, (કેમકે નિશ્ચયનયના મતે તો સર્વનામો ભિન્ન અર્થવાળા છે.) તેથી તે પ્રવચનાદિના પૃથક પૃથક પર્યાયનામો કહેવાં તે પણ યોગ્ય જ છે. ૧૩૭૬-૧૩૭૭. | વ્યંજન શુદ્ધિકનય (શુદ્ધ સમભિરૂઢનય)ના અભિપ્રાયે સર્વ નામો શબ્દના ભેદથી ઘટ-પટાદિ નામોની પેઠે ભિન્ન અર્થવાળા છે. અને બીજા નૈગમાદિ જે અર્થનયો તેના અભિપ્રાયે વસ્તુ અનેક પર્યાયવાળી હોવાથી સર્વ નામો, ઈન્દ્ર-શુક્ર-પુરંદર આદિ નામોની પેઠે અભિન્ન પર્યાયવાળા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy