SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર પ્રવચન તથા સૂત્રના પર્યાયો. [૪૯૧ વળી સંવ્યવહાર-લોક વ્યવહાર પણ ઘણું કરીને એકાર્થિક નામની અપેક્ષાએજ પ્રવર્તે છે. જેમ કે સ્વ-સ્વર્ગ-સુરસા-ત્રિદશાવાસ-ત્રિવિષ્ટપ-ત્રિદિવ વિગેરે. આ એકાર્થિક નામમાળાદિ શાસ્ત્રોની પ્રવૃત્તિ આ સંવ્યવહાર નયની અપેક્ષાએજ છે. માટે વ્યવહારનયની અપેક્ષાએ નામોની એકતા પણ છે, પરંતુ નિશ્ચય નયની અપેક્ષાએ એકતા નથી; કેમ કે એ અતિ શુદ્ધ શબ્દમય નિશ્ચયનયના અભિપ્રાયે સર્વ નામો ભિન્ન અર્થવાળાં હોવાથી કોઈપણ નામ એકાર્થિક નથી. તેથી તે પ્રવચનસૂત્ર-અને અર્થનાં ભિન્ન ભિન્ન એકાર્થિક પર્યાયનામો વ્યવહારનયના મતે યોગ્ય છે. ૧૩૭૬-૧૩૭૭. હવે પ્રવચન અને સૂત્રનાં પાંચ પાંચ સમાનાર્થક નામો કહે છે. (१३०) सुयधम्म तित्थ मग्गो, पावयणं पवयणं च एगट्ठा । सुत्तं तंतं गंथो, पाठो सत्थं च एगट्ठा ॥१३७८॥ શ્રતધર્મ-તીર્થ-માર્ગ-પ્રાવચન-અને પ્રવચન એ પાંચ પ્રવચનના એકર્થિક નામો છે. સૂત્ર-તંત્રગ્રંથ-પાઠ-અને શાસ્ત્ર એ પાંચ સૂત્રના એકાર્થિક નામો છે. ૧૩૭૮. શ્રતધર્મ એટલે શું ? __ बोहो सुयस्स धम्मो, सुयं व धम्मो स जीवपज्जाओ। __ सुगईए संजमम्मि य, धरणाओ वा सुयं धम्मो ॥१३७९॥ શ્રુતનો ધર્મ એટલે સ્વભાવ તે બોધ એટલે શ્રતને બોધસ્વભાવપણું છે તેથી શ્રત ધર્મરૂપ, અથવા શ્રુત-ધર્મ તે મૃતધર્મ એ જીવનો પર્યાય અથવા સદ્ગતિમાં કે સંયમમાંધારી રાખનાર શ્રુત હોવાથી તે ધર્મ, તેથી મૃતધર્મ કહેવાય છે. ૧૩૭૯. તીર્થ એટલે શું ? तित्थंति पुब्वभणियं, संघो जो नाण-चरण-संघाओ । इह पवयणंपि तित्थं, तत्तोऽणत्थंतरं जेण ॥१३८०॥ જ્ઞાન-દર્શન-ચારિત્રના સમુદાયરૂપ જે સંઘ, તે તીર્થ અથવા અહીં પ્રવચન પણ તીર્થ કહેવાય છે, કેમ કે પ્રવચન એ સંઘથી અભિન્ન છે. આ સર્વ પહેલાં કહેલું જ છે. ૧૩૮૦. માર્ગ એટલે શું ? मज्जिज्जइ सोहिज्जइ, जेणंतो पवयणं तओ मग्गो । अहवा सिवस्स मग्गो, मग्गणमन्नेसणं पंथो ॥१३८१॥ જે વડે, કર્મથી મલિન આત્મા શુદ્ધ કરાય, તેથી પ્રવચન તે માર્ગ કહેવાય, મોક્ષનો પંથ જેથી શોધાય વિચારાય, તેથી પ્રવચન માર્ગ કહેવાય. માર્ગણ કે અન્વેષણ એક જ છે. ૧૩૮૧. પ્રવચન એટલે શું? पगयाइअभिविहीए, पवयणं पावयणमाइवयणं वा । सिवपावयवयणं वा, पावयणं पवयणं भणियं ॥१३८२॥ ‘નો પ્રગતાદિ અર્થ, અને “૩ા શબ્દનો મર્યાદા અને અભિવિધિ અર્થ છે. એટલે પ્રગતવચન-પ્રશસ્તવચન-પ્રધાનવચન આદિવચન અથવા જીવાદિને વિશે અભિવિધિ અને મર્યાદાવડે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy