SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર) સુત્રાદિ જુદા જુદા એકાર્થિક થવામાં શંકાસમાધાન. [૪૮૯ પ્રવચન સાથે સૂત્ર-અર્થનું એકાર્થપણું યોગ્ય છે, પણ સૂત્ર અને અર્થનું પરસ્પર એકાર્થપણું યોગ્ય નથી, કેમ કે સૂત્ર વ્યાખ્યય છે અને અર્થ તેનું વ્યાખ્યાન છે, આવો તેમાં અત્યંત ભેદ છે. અથવા પ્રવચન-સૂત્ર અને અર્થ એ ત્રણેના ભિન્ન અર્થ છે, કારણ કે તેના ભિન્ન ભિન્ન વિષય છે. પ્રવચનનો સામાન્ય વિષય છે અને સૂત્ર-અર્થનો વિશેષ વિષય છે. જેમ માટી-ઘટ આદિનો ભિન્ન ભિન્ન વિષય હોવાથી તેમનું એકાર્થપણું યોગ્ય નથી. તેમ આ ત્રણેનો ભિન્ન ભિન્ન વિષય હોવાથી તેઓનું એકાર્થપણું યોગ્ય નથી. અને જો એ ત્રણે એકાર્થિક છે, તો એ દરેકના જુદા જુદા પાંચ પાંચ એકાર્થિક નામો થશે નહિ. અને જો થશે એમ કહેશો તો ઇન્દ્ર-શુક્ર-પુરન્દર આદિ એક અર્થવાળા શબ્દોમાં પણ દરેકના પાછા બીજા એક અર્થવાળા નામો થશે. માટે એ ત્રણે ભિન્ન અર્થવાળા જ છે, પણ સમાનાર્થ નથી. ૧૩૭૦-૧૩૭૧. આચાર્યશ્રી એનો ઉત્તર આપે છે કે – मउलं फुल्लं ति जहा, संकोय-विबोहमेत्तभिन्नाई। अत्थेणाभिन्नाई, कमलं सामण्णओ चेगं ॥१३७२॥ अविवरियं तह सुत्तं, विवरीयमत्थो त्ति बोहकालम्मि । किंचिम्मत्तविहिन्ना, सामन्नं पवयणं नेयं ॥१३७३।। જેમ મુકુલ અને કુલ્લામાં સંકોચ અને વિકાસરૂપે માત્ર ભેદ છે, ને અર્થથી અભિન્ન છે, કેમ કે એ બન્નેમાં કમળ અર્થ સામાન્યથી એક છે. તેમ વિવરણ ન કર્યું હોય ત્યાં સુધી સૂત્ર, અને બોધકાળે-ઉપદેશ વખતે વિવરણ થાય તે અર્થ, એમ કિંચિત્ માત્ર ભેદ છે. પણ સામાન્યથી તે પ્રવચન જ જાણવું. ૧૩૭૨-૧૩૭૩. * જેમ મુકુલ (નહિ ખીલેલું) અને કુલ્લ (ખીલેલું) કમળ હોય તેમાં માત્ર સંકોચ અને વિકાસરૂપે ભેદ છે, પણ સામાન્ય અર્થપણે કમળ તેથી અભિન્ન-એક જ છે. આ ત્રણેના સમાનાર્થેનામો ન ઘટે એમ નહિ, પરંતુ ઘટે, જેમ કે નહિ ખીલેલા કમળનાં મુકુલ-કુમલ-કોરક-નીલક-કલિકા-વૃત્ત વિગેરે નામો સમાનાર્થવાળા છે; અને ખીલેલાનાં ફુલ-વિકોચ-વિકાશ-વિકસિત-ઉન્મીલિતઉન્મિષિત-સ્મિત-ઉદ્રિ-વિજંભિત-હસિત-ઉદ્બુદ્ધ-વ્યાકોશ વિગેરે નામો સમાનાર્થવાળાં છે. તેમજ કમળ-પદ્મ-અરવિંદ-પંકજ-સરોજ વિગેરે કમળનાં સમાનાર્થવાળાં નામો છે. એજ પ્રમાણે અહીં પણ જ્યાં સુધી અર્થરૂપે વ્યાખ્યાન ન કર્યું હોય, ત્યાં સુધી તે અવિકસિત કમળ જેવું સૂત્ર સમજવું, અને વ્યાખ્યાન વખતે તેનું વિવરણ કર્યું હોય ત્યારે વિકસિત કમળ સમાન અર્થ કહેવાય. આ રીતે વિશેષરૂપે આ બેમાં કિંચિત્ માત્ર ભેદ છે, અને સામાન્યરૂપે તો તે એક પ્રવચન-શ્રુતજ્ઞાન છે તેમ જાણવું. આ પ્રમાણે પ્રવચન-સૂત્ર અને અર્થનાં સમાનાર્થનામાં કહેવામાં કંઈ બાધા નથી. ૧૩૭૨-૧૩૭૩. હવે પ્રવચનાદિ ત્રણેનું એકાર્થપણે બીજા દાન્તદ્વારા પણ સિદ્ધ કરે છે. सामन्न-विसेसाणं जह, वेगा-णेगया ववत्थाए । तदुभयमत्थो य जहा, वीसुं बहुपज्जया ते य ।।१३७४॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy