SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતરી વ્યાખ્યાન વિધિ અંગે શંકા સમાધાન. [૪૮૭ બીજા આચાર્ય એમ કહે છે કે આગળ અનુયોગ વિભાગ કરાશે, તે પ્રસંગને લીધે વ્યાખ્યાનવિધિ પ્રથમ કહેલ છે, કારણ કે તે અનુયોગ કહેવાને તથા સાંભળવાને કોણ યોગ્ય છે? વળી ૧૩૫૦ મી સંગ્રહગાથામાં, અનુયોગની આદિમાં વ્યાખ્યાનવિધિ બતાવતા એમ કહે છે, કે જે અનુયોગ પહેલાં કહેલ છે, તેજ આ અનુયોગ ગાથાના અંતે કહેલ છે કે તેને માટે જ તે વ્યાખ્યાનવિધિ પૂર્વે કહી છે. ૧૩૬૩-૧૩૬૪. આ સંબંધમાં બીજા આચાર્યો એમ કહે છે, કે આગળ ૧૩૮૫મી ગાથામાં અનુયોગ નિયોગભાષા વિગેરે પ્રકારથી અનુયોગનો વિભાગ કહેવાશે, તે પ્રસંગે એ અનુયોગ વિગેરે કહેવાને તથા સાંભળવાને કોણ યોગ્ય છે ? તે જાણવા માટે સંગ્રહગાથામાં લારવિધિની આગમ પહેલાં જ વ્યાખ્યાનવિધિ કહેલ છે. વળી શિપયા ઈત્યાદિ ૧૩૫૦ મી સંગ્રહગાથામાં અનુયોગની આદિમાં અને દ્વારવિધિની પછી વ્યાખ્યાનવિધિ બતાવવાથી એમ જણાવે છે, કે અનુયોગઆદિનો વિભાગ કરવાના અવસરે દ્વારવિધિની પહેલાં જે અનુયોગ કહેલ છે તે અનુયોગ આ સંગ્રહગાથાના અંતે કહેલ છે તે જાણવો. મતલબ કે ૧૩૫૦ મી સંગ્રહગાથામાં પ્રથમ દ્વારવિધિ, તે પછી પ્રવચનના એકાર્થિક કારની વ્યાખ્યા કરતાં “૩y૩ો જ નિફોઇત્યાદિ ૧૩૮૫ મી ગાથાથી અનુયોગ કહ્યો, તે પછી “જો વં” ઇત્યાદિ ૧૪૩૫ મી ગાથા વડે વ્યાખ્યાનવિધિ કહેશે, તે પછી “સે નિર” ઇત્યાદિ ગાથાથી દ્વારવિધિ કહ્યો અને તે પછી સૂત્રાનુયોગ કહ્યો આ પ્રમાણે ક્રમ છે. અહીં જેમ દ્વારવિધિ પૂર્વે સ્વરૂપથી વ્યાખ્યાનવિધિ કહેલ છે, તેમ સંગ્રહ ગાથામાં પણ જો કારવિધિની પૂર્વે નામથી પણ વ્યાખ્યાનવિધિ કહેલ હોત, તો કોઈને એમ સંશય થાત કે સંગ્રહગાથાના અંતે કહેલ અનુયોગદ્વારવિધિ અને તે પછી કહેલ સૂત્રાનુયોગ, એ બે એક જ છે એમ સમજી શકાય છે, કેમ કે સંગ્રહગાથાના અંતે કહેલ અનુયોગ, સૂત્રાનુયોગના વ્યાખ્યાનરૂપ છે; પરંતુ પ્રવચનના સમાનાર્થી નામોની વ્યાખ્યા કરવાના અવસરે જે અનુયોગનિયોગ વગેરે શબ્દોથી અનુયોગ કહ્યો છે, તે અનુયોગ, સંગ્રહ ગાથાના અંતે કહેલ અનુયોગથી ભિન્ન છે કે અભિન્ન છે? આ પ્રમાણે સંશય થાય; પણ જયારે સંગ્રહગાથામાં અનુયોગની જોડેક વિધિ કહેવાય, ત્યારે એવો નિશ્ચય થાય છે કે, ૧૩૮૫ મી ગાથાના અંતે કહેલ જે અનુયોગના નિમિત્તે દ્વારવિધિ કહેલ છે, તે અને સંગ્રહગાથાના અંતે કહેલ અનુયોગ, તે બંને એક જ છે. કારણ કે એ વ્યાખ્યાનવિધિ, દ્વારવિધિની પૂર્વે સ્વરૂપથી કહેલ છે, અને અહીં સંગ્રહગાથામાં અનુયોગની આદિમાં નામમાત્રથી કહેલ છે. ૧૩૬૪, હવે “નિપાવવા” એ ગાથાની વ્યાખ્યા કરતાં જે અવશેષ કહેવાનું છે તે અને આગળની ગાથાની પ્રસ્તાવના, બન્ને વાત ભાષ્યકાર મહારાજ કહે છે. सुयमिह जिणपवयणं, तस्सुप्पत्ती पसंगओऽभिहिया । जिण-गणहरवयणाओ, इमाइं तस्साभिहाणाइं ॥१३६५॥ જિનપ્રવચન એટલે શ્રુત, તેની ઉત્પત્તિ જિનેશ્વર અને ગણધરોના વચનથી છે, એમ ૧૧૧૯મી ગાથામાં પ્રસંગથી કહ્યું છે. હવે એ જિન પ્રવચનના નામો આ પ્રમાણે છે. ૧૩૬૫. જિનપ્રવચનનાં નામો કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy