SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮] વ્યાખ્યાન વિધિ અંગે શંકા સમાધાન. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ ફરી શિષ્ય પૂછે છે કે – जड़ साऽणुगमंगं चिय, दारविहीए तओ किमाईए । ओयारेउं भन्नइ, उक्कमकरणे गुणो को णु ? ॥१३५९॥ જો તે વ્યાખ્યાનવિધિ અનુગામનું અંગ છે, તો (૯૭૩મી ગાથામાંથી વ્યાખ્યાન વિધિ લાવીને ૧૪૩૫મી ગાથામાં) દ્વારસિંધિની આદિમાં કહેવાનું કેમ કહો છો ? (જયારે સૂત્રની વ્યાખ્યા કરાશે ત્યારે વ્યાખ્યાનવિધિ પણ કરાશે. એમ કહેવું જ ઉચિત છે.) છતાં આમ અવળો ક્રમ કરવાથી શો લાભ છે ? (કંઈજ નહી.) ૧૩૫૯. આચાર્યશ્રી તેનો ઉત્તર આપે છે કે - दारविहीवि महत्था, तत्थवि वखाणविहिविवज्जासो । मा होज्ज तदाईए, वक्खाणविहिं निरुवेइ ॥१३६०॥ एत्थेव गुरू सीसं, सीसो य गुरुं परिच्छिउं पच्छा। वोच्छिइ सोच्छिइ व सुहं, मोच्छिइ व सुदिट्ठपेयालो ॥१३६१॥ કારવિધિ પણ સૂત્રની પેઠે મહાઅર્થવાળી હોવાથી, કલ્યાણનો હેતુ છે. તેથી તેમાં પણ વ્યાખ્યાનવિધિનો વિપર્યય ન થાઓ, એમ માનીને (સારીરહી જ નવરી વવજ્ઞાન વિણી ૨ ૩yst શરૂ૫૦) એ સંગ્રહ ગાથામાં અનુયોગની આદિમાં વ્યાખ્યાનવિધિ કહે છે. વળી એ પ્રમાણે કારવિધિની આદિમાં કહેલી વ્યાખ્યાનવિધિ સાંભળીને સુદઢ વ્યાખ્યાનવિધિના વિચારવાળા ગુરૂ શિષ્યની, અથવા શિષ્ય ગુરૂની પરીક્ષા કરીને પછી ગુરુમહારાજ ગુણવાન શિષ્યને ધારવિધિનો અર્થ સુખે કહેશે, અથવા શિષ્ય તેવા ગુરૂ પાસે સાંભળશે. અથવા દોષવાળા ગુરૂનો શિષ્ય ત્યાગ કરશે અને દોષવાળા શિષ્યનો ગુરૂ ત્યાગ કરશે. આ કારણથી દ્વારવિધિની આદિમાં વ્યાખ્યાનવિધિ કહેલ છે. ૧૩૬૦-૧૩૬૧. પુનઃ શિષ્ય પૂછે છે કે - साणुगमंगंपि इहं, जइ भन्नइ किं न कीरइ इहेव ? । दाएइ पयत्तयरं, वक्खाणविही य सुत्तम्मि ॥१३६२।। તે વ્યાખ્યાનવિધિ અનુગામનું અંગ છે, તેથી દ્વારવિધિની આદિમાં કહી છે, પણ સૂત્રાનુગામની આદિમાં નથી કહી, તેમ ૧૩૫૦મી ધારસંગ્રહની ગાથામાં પણ આ વ્યાખ્યાનવિધિ દ્વારવિધિની આદિમાં કેમ ન કહી ? (ઉત્તર) સૂત્રાનુગમમાં વ્યાખ્યાનવિધિ માટે વધારે પ્રયત્ન કરવો એમ બતાવવા માટે અનુગામની આદિમાં વ્યાખ્યાનવિધિ કહી છે. કદાચ દ્વારવિધિમાં વ્યાખ્યાનવિધિ બરોબર ન થયો હોય તો સૂત્રાનુગમ વખતે તો જરૂર થવો જોઈએ, એ બતાવવા અનુગમની આદિમાં વ્યાખ્યાનવિધિ બતાવ્યો છે. ૧૩૬૨. પ્રથમ જણાવેલ શંકાના ઉત્તરમાં બીજા આચાર્યો એમ કહે છે કે - अणुओगाइविभागे, वक्वाणविहीवि तप्पसंगेणं । સંપતિ છે તે, વજું સો વ યો કોનો ? શરૂદી संगहगाहाए पुण, अणुओगाईए बिंति दाएंता। जो वन्निओऽणुओगो, सऽयं स विही जदत्थंति ॥१३६४।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy