SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર વ્યાખ્યાન વિધિ અંગે શંકા સમાધાન. [૪૮૫ શ્રીમાનું ભદ્રબાહસ્વામી એમ જણાવે છે, કે નય અને અનુગમ દરેક સૂત્ર સાથે જ હોય છે. કેમકે કોઈપણ અનુયોગ નય શૂન્ય નથી. અહીં કોઈ એમ કહે કે નય અનુગમ સાથેજ હોય છે, તો એમનો ઉપન્યાસ પણ એકી સાથે જ થવો જોઈએ. આમ કહેવું અયોગ્ય છે, કારણ કે એમ બન્નેનો સાથે તો નિર્દેશ થઈ શકે નહિ. માટે અનુયોગદ્વારોમાં નયો અંતે કહ્યા છે, તો પણ અહીં અનુગામની પહેલાં નયો કહ્યા છે, તેથી અનુગમ અને નયની સાથેજ ગતિ છે એમ જણાવવા ક્રમનો વિપર્યય કર્યો છે. ૧૩૫૪-૧૩૫૫. શિષ્યની બીજી શંકાનું આચાર્ય સમાધાન કરે છે. सुत्ताणुगमावसरे, गुरु-सीसाणुग्गहोवएसत्थं । वक्खाणविहिं जंपइ, मूलद्दाराणहिगयंपि ॥१३५६॥ अहवा साहिकय च्चिय, वक्खाणंगति जं तओऽणुगमे । जं जं वक्खाणंगं, तं तं सव्वं जओऽणुगमो ॥१३५७॥ सुत्तीणुगमाईए, वक्खाणविही जओ तदंगं सा । जं च सुयावसरे च्चिय, सफलाइं गवाइनायाइं ॥१३५८॥ મૂળદ્વારોમાં નહિ કહ્યા છતાં પણ અહીં સૂત્રાનુગામના અવસરે આચાર્યશ્રી વ્યાખ્યાન વિધિ કહે છે, તે ગુરુ અને શિષ્યના અનુગ્રહ માટે કહે છે. અથવા અનુગમમાં તે વ્યાખ્યાનવિધિ પણ વ્યાખ્યાનનું અંગ હોવાથી અધિકૃત છે. જે જે વ્યાખ્યાનનું અંગ છે, તે તે સર્વ અનુગમમાં અંતભૂત છે. કારણ કે સૂત્રાનુગામની આદિમાં સંહિતા, પદ, પદાર્યાદિથી પ્રથમ વ્યાખ્યાનવિધિ કહી છે, તેથી તે તેનું અંગ છે. અને જે વ્યાખ્યાનવિધિ આગળ સૂત્રોનુંગમના અવસરે કહેવાશે, તે ગાય આદિના દૃષ્ટાન્ત સફળ થાય છે. ૧૩૫-૧૩૫૭-૧૩૫૮. પ્રશ્ન:- ભગવંત ! ચાર મૂળ અનુયોગકારોમાં વ્યાખ્યાનવિધિ નથી કહી, છતાં અહીં અનુયોગની આદિમાં તે કહેવામાં આવે છે, તેનું શું કારણ ? ઉત્તર :- ગુણવંત આચાર્ય મહારાજે ગુણવાનું શિષ્યને સર્વ ગુણ યુક્ત એવી સૂત્રની વ્યાખ્યા આપવી જોઈએ. આ રીતે ગુરુ અને શિષ્યના અનુગ્રહ માટે વ્યાખ્યાનવિધિ કહી હોય, તો શાસ્ત્ર સારી રીતે કહી શકાય અને સાંભળી શકાય, આ કારણથી અનુયોગદ્વારમાં વ્યાખ્યાન વિધિ નથી કહી, તોપણ અહીં કહી છે. અથવા વ્યાખ્યાનવિધિ, વ્યાખ્યાનનું અંગ હોવાથી અનુગમમાં અધિકૃત છે. જે જે વ્યાખ્યાનનું અંગ હોય, તે તે અનુગામનું કારણ હોવાથી અનુગમજ છે. અને આ વ્યાખ્યાનવિધિ વ્યાખ્યાનનું અંગ છે, માટે તે અનુગમમાં અંતર્ભત થાય છે. કારણ કે તીર્થંકર-ગણધરોએ સૂત્રાનુગામની આદિમાં પ્રથમ વ્યાખ્યાનવિધિ કહી છે, તેથી અહીં પણ વ્યાખ્યાનવિધિ કહેવાનું પહેલાં કહ્યું છે. વળી વ્યાખ્યા અને સૂત્રાનુગામનો નિત્ય સંબંધ છે; તેથી તે તેનું અંગ છે. વળી આગળ ૧૪૩પમી ગાથામાં સૂત્રાનુગામના અવસરે વ્યાખ્યાનવિધિ સંબંધિ ગાય આદિના ઉદાહરણો કહેવાશે, તે બધું ત્યારે જ સફળ કહેવાય, કે જ્યારે વ્યાખ્યાનવિધિ અનુગામનું અંગ હોય, જો વ્યાખ્યાનવિધિ અનુગામનું અંગ ન હોય, તો તે ઉદાહરણો નિરાલંબન થઈ નિરર્થક થાય. ૧૩૫૬-૧૩૫૭-૧૩૫૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy