SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૪] વ્યાખ્યાન વિધિ માટે શંકા સમાધાન. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ-૧ પ્રથમનાં ત્રણ દ્વાર પ્રાસંગિક છે, દ્વારવિધિ એટલે ઉદેશ-નિર્દેશાદિ દ્વારોની પ્રરૂપણા અથવા ઉપોદ્ધાત, નયવિધિ એટલે ઉપક્રમાદિ મૂળ દ્વારોમાંનું ચોથું અનુયોગદ્વાર, શિષ્ય અને આચાર્યની પરીક્ષાનું કથન અથવા કહેવાની મર્યાદા તે વ્યાખ્યાનવિધિ, અને સૂત્રસ્પર્શિકનિયુક્તિ તથા સૂત્રાનુગમ એ અનુયોગ છે. ૧૩પ૧-૧૩પર. શિષ્ય પૂછે છે કે - किं पुण चउत्थदारं, नयविहिमभिघाय तोऽणुओगो त्ति । ___चउदारासंगहिया, वक्खाणविहित्ति किं गहिया ? ॥१३५३॥ ચોથું દ્વાર નથવિધિ કહીને પછી ત્રીજું અનુયોગદ્વાર કેમ કહ્યું? વળી ચાર દ્વારોએ નહી સંગૃહિત એવો અહીં વ્યાખ્યાન વિધિ અકસ્માત કેમ કહ્યો ? ૧૩૫૩. * ઉપક્રમ-નિક્ષેપ-અનુગમ અને નય આ પ્રમાણે અનુયોગદ્વારોનો ક્રમ હોવો જોઈએ, તેને બદલે પ્રથમ નવો કહીને પછી વ્યાખ્યાનરૂપ અનુગમ કહેવાનું કહો છો, તેનું શું કારણ? વળી ચાર અનુયોગદ્વારાત્મક શાસ્ત્ર હોય છે, અને આ વ્યાખ્યાનવિધિ ચાર અનુયોગદ્વારમાંથી એકમાં અંતર્ભત નથી થતી, કેમકે ઉપક્રમ-નિક્ષેપ અને નય તેમાં પણ આનો સમાવેશ નથી થતો, કારણ કે એમનું લક્ષણ આમાં ઘટતું નથી. તેમજ અનુગમમાં પણ આનો અંતર્ભાવ થતો નથી, વ્યાખ્યાનવિધિ સૂત્રાનુગમરૂપ નથી, અને સૂત્રસ્પર્શિકનિર્યુક્તિરૂપ પણ નથી, આ પ્રમાણે અપ્રસ્તુત એવો વ્યાખ્યાનવિધિ, ચાર અનુયોગદ્વારમાં અંતર્ભત ન હોવાથી, અકસ્માત્ અહીં શાથી કહો છો? ૧૩૫૩. શિષ્યની એ શંકાનું સમાધાન બીજા આચાર્યના અભિપ્રાયો બતાવીને, તે અભિપ્રાય અયોગ્ય છે, એમ જણાવીને આચાર્યશ્રી પોતે તેનું યોગ્ય સમાધાન કરે છે. बंधाणुलोमयाए, केई न जओ तई कमेणंपि । तीरइ निबंधिउं जे, तेणेयं बुद्धिपुव्यत्ति ।।१३५४॥ अंतम्मि उवण्णसिउं, पुबमणुगमस्स जं नए भणइ । तं जाणावेइ समं, वच्चंति नयाणुओगो य ॥१३५५॥ ગાથાની વિપરીત રચના ન થાય તેથી અનુયોગ અને નિયવિધિનો ક્રમ વિપરીત છે, એમ બીજા આચાર્યો કહે છે, પણ તે યોગ્ય નથી, કેમ કે (તારીરી વવશ્વાલિટી ૩y૩ો નહી જ) એમ અનકમે પણ ગાથા રચી શકાય તેમ છે. માટે એ કમનો વિપર્યય બુદ્ધિપૂર્વક છે. (ચાર અનયોગમાં નયો) અંતે કહ્યા છે અને અહીં તેઓને અનુયોગની પહેલાં કહે છે, તેથી એમ જણાવે છે કે અને અનુગમ દરેક સૂત્રમાં સાથે જ હોય છે. ૧૩૫-૧૩૫૫. અનુયોગ પછી નયો કહેવા જોઈએ તેને બદલે પહેલા નયો કહીને પછી અનુયોગ કહે છે તેનું કારણ ગાથાની રચનાની અનુકૂળતા એવી છે, તેથી અનુયોગ અને નિયવિધિનો વિપર્યય છે, આ પ્રમાણે બીજા આચાર્યો કહે છે, પણ તે અયોગ્ય છે, કેમ કે ગાથાની રચના “સારણી વારિરી પુરૂષોનો નવરી ” એમ અનુક્રમે પણ થઈ શકે એમ છે, માટે અનુયોગ અને નયવિધિનો વિપર્યય કહ્યો છે, તે બુદ્ધિપૂર્વક છે. ઉપક્રમ-નિક્ષેપઅનુગમ અને નય, આ પ્રમાણે ક્રમ છે, તેમાં નો છેલ્લા કહ્યા છે, અને અહીં અનુગામની પહેલા કહે છે, તેથી નિર્યુક્તિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy