SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૨) નિશ્ચય વ્યવહાર. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ તો પણ આવરણ ક્ષય થતી વખતે તો જ્ઞાન ઉત્પન્ન નથી થતું, અને આવરણનો ક્ષય થઈ ગયા પછી તો જ્ઞાન ઉત્પન્ન થાય છે. તો કારણ વિના યદચ્છાથી જ જ્ઞાનોત્પત્તિ થશે. કેમ કે એમાં બીજાં કંઈ કારણ નથી. પરમાર્થથી તો પ્રકાશ અને અંધકારની પેઠે એકી સાથે જ આવરણનો નાશ અને જ્ઞાનનો ઉત્પાદ થાય છે, જેમ પ્રકાશ થતાં અંધકાર નાશ પામે છે, એમાં જે સમયે અંધકારનો નાશ થાય છે, તેજ સમયે પ્રકાશનો ઉત્પાદ થાય છે. એજ રીતે જે સમયે આવરણનો નાશ, તે સમયે કેવળજ્ઞાનનો ઉત્પાદ થાય છે. કેમકે એ સમયમાં ક્ષય થતું આવરણ ક્ષય પામ્યું છે, ઉત્પન્ન થતું કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે, અને આત્મદ્રવ્ય અવસ્થિતિ છે. આજ પ્રમાણે સર્વ પદાર્થોનાં નવીન પર્યાયોનો ઉત્પાદ, પૂર્વ પર્યાયોનો નાશ અને મૂળદ્રવ્યનું અવસ્થાન હોય છે. જેમ કે માટી અથવા અંગુલી આદિ પદાર્થોનો ઘંટ-સરળતા આદિ નવીન પર્યાયોરૂપે ઉત્પન્ન થાય છે, અને પિંડ-સ્થાસ-શિવકાદિ તથા વક્રતાદિ પૂર્વ પર્યાયોરૂપે નાશ પામે છે, અને માટી અથવા અંગુલી આદિ મૂળદ્રવ્યરૂપે અવસ્થિત રહે છે. આ સઘળું એકીસાથે જ થાય છે. ૧૩૩-૧૩૪૦. છેલ્લે સમયે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય તે પછી - उभयावरणाईओ, केवलवरणाण-दंसणसहावो । जाणइ पासइ य जिणो, नेयं सव्वं सयाकालं ॥१३४१।। ઉભય આવરહિત, કેવળજ્ઞાન અને કેવળદર્શન સ્વભાવવાળા જિનેશ્વરમહારાજ સર્વ શેય વસ્તુને સદાકાળ કેવળજ્ઞાનથી જાણે છે, અને કેવળદર્શનથી દેખે છે. ૧૩૪૧. તેજ કારણથી નિયુક્તિકાર કહે છે કે - (૨૨૨) સંમિન્ને વાસંતી, નોમનો ર સઘ૩ સઘં . तं नत्थि जं न पासइ, भूयं भव्वं भविस्सं च ॥१३४२॥ સર્વ પ્રકારે સર્વ દિશાઓમાં, સંભિન્ન લોકાલોક જોનાર કેવળીને, એવી કોઈ ત્રિકાળમાં વસ્તુ નથી, કે જેને તે જોઈ ન શકે. ૧૩૪૨. આ ગાથાનો વિસ્તારાર્થ ભાષ્યકાર કહે છે. તેમાં પ્રથમ “સંભિન્ન” શબ્દનો અર્થ કહે છે. बाहिं जहा तहतो, संभिन्नं सबपज्जवेहिं वा । अत्तपरनिविसेसं, स-परप्पज्जायओ वावि ॥१३४३॥ संभिन्नग्गहणेण व, दबमिह सकाल-पज्जवं गहियं । लोगालोगं सव्वंति, सबओ खित्तपरिमाणं ॥१३४४॥ तं पासंतो भूयाई, जं न पासइ तओ तयं नत्थि । पंचत्थिकायपज्जयमाणं नेयं जओऽभिहियं ॥१३४५॥ સંભિન્ન એટલે જેમ બહાર તેમ અંદર, અથવા સંભિન્ન એટલે સર્વ પર્યાયોથી વ્યાપ્ત, અથવા સ્વ-પર નિર્વિશેષ (એટલે જેમ પોતાને તેમ પરને તથા જેમ પરને તેમ પોતાને જાણે) તે સંભિન્ન, અથવા સ્વ-પર પર્યાયયુક્ત તે સંભિન્ન, અથવા (મૂળગાથામાં) સંભિન્ન શબ્દ ગ્રહણ કરવાથી, કાળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy