SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૮] ક્ષાયિક સમ્યકત્વનું વર્ણન. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧ જેમ મતિઆદિ ચાર ભાયોપશમિક જ્ઞાનોનો અભાવ થવાથી ક્ષાયિક એવું કેવળજ્ઞાન થાય છે (પણ જીવ અજ્ઞાની નથી થતો) તેમ લાયોપથમિક સમ્યકત્વ દૂર થવાથી બીજું વિશુદ્ધ ક્ષાયિક સમ્યગદર્શન થાય છે. (પણ જીવ દર્શનરહિત નથી થતો.) ૧૩૧૯ થી ૧૩૨૨. ક્ષાયિક સમ્યકત્વ, લાયોપથમિક સમ્યકત્વ કરતાં વધારે શુદ્ધ શાથી કહેવાય ? निव्वलियमयणकोद्दवभत्तं तेल्लाइमीसियं मदए । न तु सोऽवाओ निव्वलिय-मीसमयकोद्दवच्चाए ॥१३२३॥ तह सुद्धमिच्छसम्मत्तपोग्गला मिच्छमीसिया मिच्छं । होज्ज परिणामओ वा, सोऽवाओ खाइए नत्थि ॥१३२४।। શુદ્ધ કરેલા મદન કોદ્રવાનું ભોજન તેલ આદિથી મિશ્ર કરીને ખાધું હોય, તો તે ખાનારને મદ કરે છે, પણ એ શુદ્ધ અને મિશ્ર મદન કોદ્રવાનો ત્યાગ કર્યો હોય, તો તે મદરૂપ અપાય નથી થતો. તેવી રીતે શુદ્ધ મિથ્યાત્વરૂપ સમ્યકત્વ પુદ્ગલો મિથ્યાત્વવડે મિશ્રિત થાય ત્યારે, અથવા કુતીર્થિકના સંસર્ગાદિ જન્ય પરિણામ થાય ત્યારે પણ મિથ્યાત્વ થાય છે. એવો અપાય ક્ષાયિક સમ્યક્ત્વ થયેથી નથી થતો. ૧૩૨૩-૧૩૨૪. શોધિત અથવા અર્ધ શોધિત મદન કોદ્રવાને જે તૈલાદિથી મિશ્ર કરીને ખાય છે, તેને મદ થાય છે; તેવી રીતે સંપૂર્વકરણના અધ્યવસાએ મિથ્યાત્વ ભાવ દૂર કરીને શુદ્ધ કરેલા જે મિથ્યાત્વ પુદ્ગલો, તેજ ઉપચારથી સમ્યક્ત્વ કહેવાય છે. એ શોધિત મિથ્યાત્વરૂપ સમ્યત્વપુદ્ગલો, અન્યતીર્થિઓના સંસર્ગાદિ તથા તેમના વચન શ્રવણાદિ જન્ય પરિણામથી પુનઃ મિથ્યાત્વ ભાવ પામે છે, તેથી જીવ મિથ્યાદષ્ટિ થઈને ફરી સંસાર સમુદ્રમાં ભમે છે. આવો અપાય (કષ્ટ) ક્ષાયિક સમ્યક્ત્વમાં નથી, કેમ કે સર્વ અનર્થના મૂળ, શુદ્ધ અથવા અશુદ્ધ મિથ્થાત્વના મુદ્દગલો ક્ષય થવાથી, વિશુદ્ધ ક્ષાયિક સમ્યકત્વ વય છે. માટે ક્ષાયિક સમ્યકત્વ શુદ્ધ છે, અને ક્ષાયોપથમિક સમ્યકત્વ મલિન છે. તેથી એ સમ્યકત્વનો નાશ થવાથી ક્ષાયિક સમ્યકત્વ થાય છે, એટલે જીવ અદર્શની નથી થતો, પણ વિશુદ્ધ સમ્યગદર્શની થાય છે. ૧૩૨૩-૧૩૨૪. बद्धाऊ पडिवन्नो, नियमा खीणम्मि सत्तए ठाइ। इयरो अणुवरओ च्चिय, सयलं सेढिं समाणेइ ॥१३२५॥ જે જીવ બદ્ધાયુ હોય તે શ્રેણિ પામે, તે દર્શન સુતકનો ક્ષય કરીને અવશ્ય ત્યાં અચકાય છે. અને અબદ્ધાયુ અટકયા સિવાય સર્વ શ્રેણિ પૂર્ણ કરે છે. ૧૩૨૫. અબદ્ધાયુ એવો નર શ્રેણિ પ્રાપ્ત કરતાં દર્શન સપ્તકનો ક્ષય કર્યા પછી શું કરે છે, તે કહે છે. बिइय-तइए. कसाए, अट्ठारंभेइ समयमेसिं च । खवयं विमज्झभागं, पयडीओ सोलसं खवेइ. ॥१३२६॥ नरय-तिरियाणुपुब्बी, गईओ चत्तारि चादिजाईओ। आयावं उज्जोयं, थावरसाहारणं सुहुमं ॥१३२७॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy