SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર ક્ષપક શ્રેણિનું સ્વરૂપ [૪૭૭ આ શ્રેણિ પ્રાપ્ત કરનાર અવિરતિ-દેશવિરતિ-પ્રમત્ત-અને અપ્રમત્તમાંનો કોઈ પણ શુદ્ધધ્યાનોપયુક્ત ચિત્તવાળો હોય છે, તે પ્રથમ કષાયનો એકી સાથે અન્તર્મુહૂર્તમાં ક્ષય કરે છે, તે પછી મિથ્યાત્વ, તે પછી મિશ્ર અને તે પછી સમ્યકત્વ મોહનીયનો ક્ષય કરે છે. બદ્ધાયુ શ્રેણિ પામેલ હોય, તે પ્રથમ કષાયનો ક્ષય કરીને જો મરણ પામે, તો મિથ્યાત્વના ઉદયથી પુનઃ તેનો બંધ થાય, કેમ કે તેનું અસલ કારણ જે મિથ્યાત્વ તેનો ક્ષય થયેલ નથી. તે જીવ અનન્તાનુબંધી ચતુષ્કનો ક્ષય કરીને શુભ પરિણામે, અથવા દર્શન સપ્તક ક્ષય કરીને અપતિત પરિણામે મૃત્યુ પામે, તો દેવલોકમાં જાય, પણ પતિત પરિણામી હોય, તો પછી ચારમાંથી ગમે તે ગતિમાં જાય. ૧૩૧૪ થી ૧૩૧૭. શિષ્ય પૂછે છે કે ભગવાન્ ! खीणम्मि दंसणतिए, किं होइ तओ तिदंसणाईओ ? ।' भण्णइ सम्मद्दिट्ठी, सम्मत्तखए कओ सम्मं ? ॥१३१८॥ દર્શનસિક ક્ષય થવાથી તે શું ત્રિદર્શનાતીત થાય છે ? ઉત્તર-સમ્યગ્દષ્ટિ થાય છે. - સમ્યક્ત્વનો ક્ષય થવાથી સમ્યકત્વ ક્યાંથી હોય ? પ્રશ્ન :- મિથ્યાત્વાદિ દર્શનત્રિકનો ક્ષય થવાથી, તે આત્મા દર્શનત્રિક રહિત ન થાય ? કેમકે મિથ્યાત્વનો ક્ષય થવાથી મિથ્યાદષ્ટિ નથી, મિશ્રનો ક્ષય થવાથી મિશ્રદષ્ટિ નથી અને સમ્યક્ત્વના અભાવે સમ્યગદષ્ટિ પણ નથી. ઉત્તર :- દર્શનત્રિકનો ક્ષય થવાથી તે આત્મા વિશુદ્ધ સમ્યગુષ્ટિ થાય છે. પ્રશ્ન :- પણ સમ્યક્ત્વનો ક્ષય થવાથી સમ્યગૃષ્ટિપણું . રહ્યું ? કે જેથી તે સમ્યદૃષ્ટિ કહેવાય. ૧૩૧૮.. આચાર્યશ્રી એનો દષ્ટાન્તપૂર્વક ઉત્તર આપે છે કે – निबलियमयणकोहवरूवं मिच्छत्तमेव सम्मत्तं । खीणं न उ जो भावो, सद्दहणालखणो तस्स ॥१३१९॥ सो तस्स, विसुद्धयरो, जायइ सम्मत्तपोग्गलक्खयओ । दिट्ठि ब्व सण्हसुद्धब्भपडलविगमे मणुसस्स ॥१३२०॥ जह सुद्धजलाणुगयं वत्थं सुद्धं जलखए सुतरं । सम्मत्तसुद्धपोग्गलपरिक्खए दंसणंऽपेवं ॥१३२१॥ सेसन्नाणावगमे, सुद्धयरं केवलं जहा नाणं । तह खाइयसम्मत्तं, खओवसमसम्मविगमम्मि ॥१३२२॥ જે શુદ્ધ કરેલ મદનકોદરા સમાન મિથ્યાત્વનેજ ઉપચારથી સમ્યક્ત્વ કહેવાય છે, તેનો ક્ષપક શ્રેણિવાળાને ક્ષય થાય છે, પણ જીવનો શ્રદ્ધાનલક્ષણ જે ભાવ છે તે તો ક્ષીણ થતો નથી, કિંતુ તે તો અભ્રપટલ દૂર થવાથી મનુષ્યની દૃષ્ટિની જેમ સમ્યક્ત્વ મોહનીયના પુદ્ગલોનો ક્ષય થવાથી વધારે શુદ્ધ થાય છે. અથવા શુદ્ધ જળથી ધોએલું ભીનું વસ્ત્ર સૂકાઈ જવાથી જેમ વધારે શુદ્ધ થાય છે, તેમ સમ્યકત્વમોહનીયરૂપ શુદ્ધ પુદ્ગલોનો ક્ષય થવાથી સમ્યગ્દર્શન વધારે શુદ્ધ થાય છે. અથવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy