SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ ૪0] ઉપશમ શ્રેશિનું સ્વરૂપ. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ भवमणुबंधंति जओऽणंतमणंताणुबंधिणोऽणत्ति । ते चत्तारिवि समयं, समेइ अंतोमुहुत्तेणं ॥१२८७॥ જેથી અનન્ત સંસાર બંધાય તે અનન્તાનુબન્ધી કહેવાય અને તે ચાર છે, તે ચારેને એકી સાથે અન્તર્મુહૂર્તમાં ઉપશમાવે. (ઉદય-ઉદ્વર્તનાદિ કરણને અયોગ્ય કરે.)૧૨૮૭. तत्तो य दंसणतिगं, तओऽणुइण्णं जहन्नयरवेयं । तत्तो बितियं छक्कं, तओ य वेयं सयमुदिन्नं ॥१२८८।। તે પછી દર્શનત્રિકને ઉપશમાવે, તે પછી અનુદીર્ણ જઘન્યતર વેદ, તે પછી બીજો વેદ, હાસ્યાદિ છે, અને તે પછી સ્વયંઉદિત એવા વેદને ઉપશમાવે. ૧૨૮૮. અનન્તાનુબંધી કષાયનો ઉપશમ કર્યા પછી, મિથ્યાત્વાદિ દર્શનત્રિક ઉપશમાવે, તે પછી અનુદિત બે વેદમાંથી જે જઘન્ય વેદ હોય તે ઉપશમાવીને પછી બીજો અનુદિત વેદ ઉપશમાવે, તે પછી હાસ્યાદિ છ ઉપશમાવીને જે વેદ ઉદયમાં હોય તે વેદ ઉપશમાવે, તાત્પર્ય એ છે કે જો શ્રેણિ આરંભક પુરુષ હોય, તો તેને પુરુષવેદ ઉદયમાં છે, અને બાકીના સ્ત્રીવેદ ને નપુંસકવેદ એ બે અનુદિત છે, એ બેમાં નપુંસકવેદ જઘન્યતર છે. તેથી દર્શન ત્રિક ઉપશમાવ્યા પછી પ્રથમ નપુંસકવેદ ઉપશમાવીને પછી સ્ત્રીવેદ ઉપશમાવે, અને સ્વઉદિત પુરૂષવેદ હાસ્યાદિ છને ઉપશમાવ્યા પછી ઉપશમાવે. જો સ્ત્રી શ્રેણિ આરંભ કરનારી હોય, તો તેને સ્ત્રીવેદ ઉદયમાં હોય છે, અને પુરૂષવેદ તથા નપુંસકવેદ અનુદિત હોય છે, આ બેમાં નપુંસર્વેદ જઘન્યતર છે, માટે દર્શનત્રિક ઉપશમાવ્યા પછી પહેલા નપુંસકવેદ ઉપશમાવે, પછી પુરુષવેદ ઉપશમાવે અને સ્વદિત સ્ત્રીવેદ હાસ્યાદિ છને ઉપશમાવ્યા પછી ઉપશમાવે. અને શ્રેણિ આરંભિક જો નપુસંક હોય, તો તેને નપુંસકવેદ ઉદયમાં છે, અને સ્ત્રીવેદ તથા પુરૂષવેદ અનુદિત છે, તેમાં સ્ત્રીવેદ જઘન્યતર છે, માટે દર્શનત્રિક પછી સ્ત્રીવેદને અને તે પછી પુરૂષવેદ ઉપશમાવે અને નપુંસકવેદને હાસ્યાદિ છ પછી ઉપશમાવે. ૧૨૮૮. તે પછી मज्झिल्लकसायाणं, कोहाइसमाणजाइए दो दो । एक्केक्केणंतरिए, संजलणेणं उवसमेइ ॥१२८९॥ મધ્યમ કષાયના (અપ્રત્યાખ્યાન તથા પ્રત્યાખ્યાન કષાયના) સમાન જાતીવાળાં બે ક્રોધાદિ, સંજવલનના કષાયના એકેક ક્રોધાદિવડે અન્તરિત ઉપશમાવે.૧૨૮૯. શિષ્ય પૂછે છે કે संजलणाईण समो, जुत्तो संजोयणादओ जे उ । ते पुव्वं चिय समिया, नणु सम्मत्ताइलाभम्मि ॥१२९०॥ (અહીં) સંજવલનાદિ (હાસ્યાદિ છે અને વેદ) નો ઉપશમ કહેવો યોગ્ય છે, પણ જે સંયોજનાદિ કષાયો છે. (અનંતાનુબંધી તથા દર્શનત્રિક) તે તો પૂર્વે સમ્યકત્વાદિની પ્રાપ્તિ વખતે ઉપશમાવ્યા છે, (કેમકે તે સિવાય સમકિત થાય નહિ. તેથી ફરી તેનો અહિ ઉપશમ કહેવો અયોગ્ય છે.) ૧૨૯૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy