SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર) ઉપશમ શ્રેણિનું સ્વરૂપ. [૪૬૯ ઉપશમાવે, ત્યારપછી અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણની માયાને એકી સાથે અન્તર્મુહૂર્તમાં ઉપશમાવે, તે પછી સંજવલન માયાને ઉપશમાવે, તે પછી અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાનાવરણના લોભોને અન્તર્મુહૂર્તમાં ઉપશમાવે, અને તે પછી સંજવલન લોભને ઉપશમાવે, આ લોભના ત્રણ ભાગ કરે, તેમાંથી બે ભાગ એકી સાથે ઉપશમાવે અને ત્રીજા ભાગના સંખ્યાતા ખંડ કરે, એ ખંડોને પણ જુદા જુદા કાળભેદ ઉપશમાવીને જ્યારે એ ખંડોમાંનો છેલ્લો સંખ્યાતમો ખંડ અવશેષ રહે, ત્યારે ફરી તેના અસંખ્યાતા ખંડ કરે, તે ખંડોને પણ સમયે એકેક ખંડ-અંશ ઉપશમાવી એ બધાને ઉપશમવે. અહીં દર્શન સપ્તક (અનંતાનુબંધી ચતુષ્ક અને ત્રણ દર્શન મોહનીય) ઉપશાન્ત થાય, ત્યારે અપૂર્વકરણ અથવા નિવૃતિ બાદર કહેવાય છે. તે પછી સંખ્યાતા લોભાંશનો છેલ્લો સંખ્યાતમો અંશ બાકી રહે ત્યાં સુધી અનિવૃતિબાદર કહેવાય છે, અને એ છેલ્લા અંશથી થએલા અસંખ્યાતા ખંડોનો ઉપશમ કરતાં સૂક્ષ્મસં૫રાય કહેવાય છે. આ રીતે સંજવલનનો સર્વ લોભ અન્તર્મુહૂર્તમાં ઉપશમાવે. ઘણા અન્તર્મુહૂર્તો થાય તો પણ તે બધા મળીને પણ એકજ વ્હોટું અન્તર્મુહૂર્ત થાય છે, બીજી પ્રકૃતિનો ઉપશમકાળ પણ અન્તર્મુહૂર્તનો છે, અને આ શ્રેણિ પણ સર્વ અન્તર્મુહૂર્તમાં પૂર્ણ કરાય છે. આ શ્રેણિનું સ્વરુપ અનન્તાનુબંધી ચતુષ્ક આદિની પ્રત્યેકે શૂન્ય સ્થાપના વડે આ પ્રમાણે જાણવું. પ્રથમ અનન્તાનુબંધીનો ઉપશમ થાય છે, માટે તેને સ્થાને ચાર શૂન્યની સ્થાપના કરવી. 4000 આના ઉપશમનો આરંભ અને સમાપ્તિ સાથે જ થાય છે, તેથી તિ૭િ સ્થાપના કરી છે. તે પછી દર્શનત્રિકની તિ િત્રણ શૂન્ય સ્થાપના કરવી 000, તે પછી એક વેદની અને તેના ઉપર બીજા વેદની એમ ઉપર નીચે બે શૂન્યની સ્થાપના કરવી છે, તે પછી હાસ્યાદિ છની છ શૂન્યો સ્થાપવી 000000, તે પછી ત્રીજાવેદની શૂન્ય મૂકવી છે, અને તે પછી બે ક્રોધની બે શૂન્ય મૂકવી ૦૦, એના ઉપર સંજવલન ક્રોધની એક શૂન્ય મૂકવી છે, તેના ઉપર બે માનની બે શૂન્યો અને પછી સંજવલન માનની એક શૂન્ય, પછી બે માયાની બે શૂન્ય અને તેના ઉપર સંજવલન માયાની એક શૂન્ય સ્થાપવી છે, તે ઉપર બે લોભની બે શૂન્યો સ્થાપવી 00, તેના ઉપર સંજવલન લોભની એક શૂન્ય સ્થાપવી ૦, આ પ્રમાણે આગળ પણ સ્થાપના કરીને સર્વ સમજી લેવું. હવે એનું સ્વરુપ વિસ્તારથી ભાષ્યકાર કહે છે. उवसामगसेढीए, पट्ठवओ अप्पमत्तविरओ उ । पज्जवसाणे सो वा, होइ पमत्तो अविरओ वा ॥१२८५॥ अन्ने भणंति अविरय-देस-पमत्ता-पमत्तविरयाणं । ન્નયર વિષ્ણ, સંસામમિ૩ નિયટ્ટી ૨૮૬ો ઉપશમશ્રેણિને આરંભનાર અપ્રમત્ત સંયત હોય છે અને શ્રેણિ પૂર્ણ થયા પછી તે પ્રમત્ત અથવા અવિરતિ થાય છે. બીજાઓ કહે છે કે અવિરતિ-દેશવિરતિ-પ્રમત્ત અને અપ્રમત્ત એમાંનો કોઇપણ શ્રેણિ આરંભે છે, શ્રેણિવાળો દર્શનસપ્તકને ઉપશમાવ્યાથી નિવૃત્તિનાદર થાય છે. ૧૨૮૫-૧૨૮૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy