SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૮] ઉપશમ શ્રેણિનું સ્વરૂપ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ એ પ્રમાણે મોહના ક્ષયોપશમથી સામાયિકનો લાભ કહ્યો, હવે મોહના ઉપશમથી જેવી રીતે સમ્યક્ત્વાદિ સામાયિકનો લાભ થાય છે, તે કહે છે. તે ઉપશમ ક્ષયોપશમ પૂર્વક હોય છે, માટે પહેલાં ક્ષયોપશમથી સામાયિકનો લાભ કહ્યો. અથવા ક્ષયોપશમથી પ્રથમના ત્રણ ચારિત્રનો લાભ થાય છે, અને સૂક્ષ્મસંપ૨ાય તથા યથાખ્યાત એ બે ચારિત્રો મોહના ઉપશમ અથવા ક્ષયથી પ્રાપ્ત થાય છે. માટે ક્ષયોપશમ કહીને પછી ઉપશમ અને ક્ષય અનુક્રમે કહ્યા છે.(જે બે શ્રેણિ પામે છે, તે પ્રથમ ઉપશમશ્રેણિ અને પછી ક્ષપકશ્રેણિ પામે છે, એ ક્રમની અપેક્ષાએ પ્રથમ ઉપશમશ્રેણિક અને પછી ક્ષપકશ્રેણિ કહેવાશે.) અથવા સૂક્ષ્મસં૫રાયશ્રેણિ અન્તર્ગત કહ્યું છે અને શ્રેણિથી નીકળેલાને યથાખ્યાત કહ્યું છે. તે શ્રેણિ ઉપશમથી અને ક્ષયથી થાય છે, તેમાં પ્રથમ ઉપશમશ્રેણિ થાય છે, માટે પહેલાં તેજ કહે છે.૧૨૮૧-૧૨૮૨-૧૨૮૩. ઉપશમશ્રેણિનું સ્વરૂપ. (૬) ગળ-ટ્સ નવુંસિ-થીવેય-જીરું = રિસર્વેયં । તો તો પાંતરણ, સરસે સરિસં વસમેડ઼ ।।૨૮।। (ઉપશમશ્રેણિમાં) અનંતાનુબંધી-દર્શનમોહનીય-નપુંસકવેદ-સ્ત્રીવેદ-હાસ્યષક-પુરૂષવેદ-અને તે પછી એકાન્તરિત સમાનજાતીય કષાય અનુક્રમે ઉપશમાવે.૧૨૮૪. ઉપશમશ્રેણી આરંભનાર અપ્રમત્તસંયત હોય છે, બીજાઓ વળી એમ કહે છે કે અવિરતિદેશવિરતિ-પ્રમત્ત અને અપ્રમત્ત, એ ચારમાંથી કોઇપણ પ્રારંભક હોય છે. શ્રેણિથી પાછો ફરે ત્યારે અપ્રમત્ત અથવા પ્રમત્ત ગુણસ્થાને તે અવસ્થાન કરે છે, અને જો મૃત્યુ પામે તો દેવગતિમાં અવિરતિ થાય છે. કર્મગ્રંથના અભિપ્રાયે શ્રેણિથી પડેલો જીવ મિથ્યાત્વ ગુણસ્થાન સુધી પણ જાય. ઉપશમશ્રેણિનો આરંભ આ પ્રમાણે થાય છે. પ્રશસ્ત અધ્યવસાયસ્થાનોમાં વર્તનાર આત્મા પ્રથમ એકી સાથે અન્તર્મુહૂર્ત માત્ર કાળમાં અનન્તાનુબંધી કષાય ઉપશમાવે છે, તે પછી મિથ્યાત્વ-મિશ્રઅને સમ્યક્ત્વ મોહનીય ત્રણદર્શન મોહનીયને એકી સાથે અન્તર્મુહૂર્તમાં ઉપશમાવે છે. ત્યારપછી ઉપશમશ્રેણિનો આરંભક જો પુરૂષ હોય, તો તે નપુંસકવેદ અનુદીર્ણ હોય તો પણ પહેલા અન્તર્મુહૂર્તમાં ઉપશમાવે છે, તે પછી અન્તર્મુહૂર્તમાં સ્ત્રીવેદ ઉપશમાવે છે, તે પછી હાસ્ય-રતિ-અરતિ-શોક-ભયઅને જુગુપ્સા, એ હાસ્યષટ્ક એકી સાથે અન્તર્મુહૂર્તમાં ઉપશમાવે છે, અને તે પછી અન્તર્મુહૂર્તમાં પુરૂષવેદ ઉપશમાવે. પણ જો ઉપશમશ્રેણિ આરંભક સ્ત્રીનો જીવ હોય, તો તે પ્રથમ નપુંસકવેદ ઉપશમાવે, પછી પુરૂષવેદ ઉપશમાવે, તે પછી હાસ્યષટ્ક ઉપશમાવે, અને પછી છેવટે સ્ત્રીવેદ ઉપશમાવે. અને શ્રેણિઆરંભનાર જો નપુંસક હોય, તો તે પ્રથમ અનુદિત સ્ત્રીવેદ ઉપશમાવે, પછી પુરૂષવેદ ઉપશમાવે પછી હાસ્યષટ્ક ઉપશમાવે અને તે પછી નપુંસકવેદ ઉપશમાવે. આ ક્રમે ઉપશમ થયા પછી એકાન્તરિત સમાનજાતીય ક્રોધાદિનો એકી સાથે અન્તર્મુહૂર્તમાં ઉપશમ કરે. એટલે કે અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાનના ક્રોધો એકી સાથે અન્તર્મુહૂર્તમાં ઉપશમાવે. તે પછી સંજવલન ક્રોધ અન્તર્મુહૂર્તમાં ઉપશમાવે. તે પછી અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાનાવરણમાન એકી સાથે અન્તર્મુહૂર્તમાં ઉપશમાવે. તે પછી એકજ સંજ્વલનમાનને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy