SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર ઉપશમ શ્રેષિનું સ્વરૂપ. [૪૭૧ આચાર્યશ્રી એનો ઉત્તર આપે છે કે आसि खओवसमो सिं, समोऽहुणा भणइ को विसेसो सिं ? । नणु ख्रीणम्मि उइण्णे, सेसोवसमे खओवसमो ॥१२९१॥ (સમ્યકત્વાદિની પ્રાપ્તિ વખતે) તે અનન્તાનુબન્ધીઆદિનો ક્ષયોપશમ હતો, અને હમણાં તો તેમનો ઉપશમ કહીએ છીએ. કહે છે કે (ઉપશમ અને ક્ષયોપશમમાં) તફાવત શો છે ? ઉત્તર-ઉદય પ્રાપ્ત કર્મ ક્ષય થયા હોય, અને શેષ અનુદિત કર્મનો ઉપશમ હોય, તે ક્ષયોપશમ કહેવાય છે. ૧૨૯૧. પુનઃશિષ્ય પૂછે છે અને આચાર્યશ્રી તેનો ઉત્તર આપે છે. सो चेव नणूवसमो, उइए खीणम्मि सेसए समिए । सुहुमोदयया मीसे, न तूबसमिए विसेसोऽयं ॥१२९२॥ वेएइ संतकम्मं, खओवसमिएसु नाणुभावं सो। उवसंतकसाओ पुण, वेएइ न संतकम्मपि ॥१२९३॥ ઉદયપ્રાપ્ત કર્મનો ક્ષય અને શેષનો ઉપશમ તે પણ ઉપશમ જ છે, ક્ષયોપશમ અને ઉપશમમાં તફાવત શો ? (ઉત્તર) ક્ષયોપશમમાં સૂક્ષ્મઉદય-પ્રદેશોદય હોય છે, પરન્તુ ઉપશમમાં તો તે પણ નથી. એટલો આ બેમાં તફાવત છે. કારણ કે ક્ષયોપશમ કષાયવાન્ જીવ તો તે સંબંધી સત્તાગત કર્મનો અનુભવ કરે છે (પ્રદેશોદય વેદે છે) પણ વિપાકથી તેને અનુભવતો નથી અને ઉપશાંત કષાયી જીવ તો તેનો પ્રદેશોદય પણ વેદતો નથી. ૧૨૯૨-૧૨૯૩. ફરી શિષ્યની બીજી શંકાનું આચાર્યશ્રી સમાધાન કરે છે. संजोयणाइयाणं, नणूदओ संजयस्स पडिसिद्धो । सच्चमिह सोऽणुभावं, पडच्च न पएसकम्मं तु ॥१२९४॥ भणियं च सुए जीवो, वेएइ न वाणुभावकम्मति । जं पुण पएसकम्मं, नियमा वेएइ तं सव्वं ॥१२९५॥ नाणुदियं निज्जीरइ, नासंतमुदेइ जं तओऽवस्सं । सव्वं पएसकम्मं, वेएउं मुच्चए सव्वो ॥१२९६॥ સંયોજનાદિ (અનન્તાનુબંધી વિગેરે) કષાયનો ઉદય, સંયતને નિષિદ્ધ છે, (કેમકે તેના ઉદયે સંતપણાનો અભાવ થાય.) (ઉત્તર) સત્ય છે, એ નિષેધ અનુભાવ (રસ) વિપાકને આશ્રિને કહ્યો છે, પ્રદેશકર્મની અપેક્ષાએ નથી કહ્યો. સૂત્રમાં (ભગવતીમાં) પણ કહ્યું છે કે, અનુભાવ કર્મને જીવ વેદ અથવા ન પણ વેદે, પરન્તુ પ્રદેશકર્મ તો સર્વ અવશ્ય વેદ; કેમકે અનુદિત કર્મની નિર્જરા નથી થતી અને અસત્ કર્મ ઉદય પામતું નથી, તેથી અવશ્ય બધા પ્રદેશ કર્મને તો વેદીનેજ સર્વ જીવ કર્મથી મૂકાય છે. ૧૨૯૪-૧૨૯૬. પુનઃ શિષ્ય પૂછે છે અને ગુરૂશ્રી તેનો ઉત્તર આપે છે. किह दंसणाइघाओ, न होइ संजोयणाइ वेदयओ ? । मंदाणुभावयाए, जहाणुभावम्मिवि कहिंचि ॥१२९५॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy