SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] પરિહાર વિશુદ્ધિનો તપ. [૪૬૫ હોય છે, તે આ પ્રમાણે -સિઝ્ઝાયરપિંડ,મવાઙજ્ઞામે ચ રિસોટ્ટે ચ । વિમ્મસ ૨ રળે પત્તારિ ગડ્ડિયા પ્પા ॥શી આ ચાર કલ્પમાં એ સાધુઓ સ્થિત હોય છે, અને બાકીના છ કલ્પમાં અસ્થિત હોય છે, તેથી તેમનો સ્થિતાસ્થિત કલ્પ કહેવાય છે. હવે પરિહારવિશુદ્ધિ ચારિત્રનું સ્વરૂપ કહે છે. परिहारेण विसुद्धं, सुद्धो व तवो जहिं विसेसेण । તં પરિહારવિનુદ્ધ, પરિહારવિસુષ્ક્રિય નામ ।।?૨૭૦થી तं दुविगप्पं निव्विस्समाण-निव्विट्टकाइयवसेणं । परिहारिया - णुपरिहारियाण कप्पट्ठियस्सवि य ।। १२७१।। પરિહાર એટલે તપ વિશેષ તે વડે ચારિત્રમાં વિશેષે શુદ્ધિ થાય, તેથી તે પરિહારવિશુદ્ધિ કહેવાય છે, અને તેજ પરિહારવિશુદ્ધિક ચારિત્ર છે. તેના બે ભેદ, એક નિર્વિષ્ટમાનક અને બીજું નિર્વિષ્ટકાયિક, પરિહારકને નિર્વિશમાનક હોય છે, અને અનુપરિહારકને તથા કલ્પસ્થિતને નિર્વિષ્ટકાયિક હોય છે. ૧૨૭૦-૧૨૭૧. હવે પરિહાર તપનું સ્વરૂપ કહે છે. परिहारो पुण परिहारियाण सो गिम्ह- सिसिर- वासासु । पत्तेयं तिविगप्पो, चउत्थयाई तवो नेओ || १२७२॥ गिम्ह-सिसर-वावासुं, चउत्थयाईणि बारसंताई । ગટ્ટાપવ તિÇ નદુળ-માિમુ-વોસયતવાળું ।।૧૨। પરિહારિકોનો પરિહાર (તપવિશેષ આ પ્રમાણે છે) ગ્રીષ્મ-શિશિર-અને વર્ષાઋતુમાં, જઘન્યાદિ ત્રણ પ્રકારે ચતુર્થાદિ તપ દરેકમાં જાણવો. એટલે ગ્રીષ્મ-શિશિર-અને વર્ષાઋતુમાં એક ઉપવાસથી પાંચ ઉપવાસ પર્યન્ત જઘન્ય-મધ્યમ-અને ઉત્કૃષ્ટ તપવાળાઓ તે અર્ધઅપક્રાન્તિએ હોય છે.૧૨૭૨ ૧૨૭૩. પરિહાર વિશુદ્ધિક ચારિત્રવાળાઓને ગ્રીષ્મ-શિશિર-અને વર્ષાઋતુમાં જઘન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ તપ એક ઉપવાસથી પાંચ ઉપવાસ પર્યન્ત અર્ધઅપક્રાન્તિએ હોય છે. અસમવિભાગરૂપ એક દેશનો અથવા એકાદિ પદાત્મક સંખ્યા દૂર કરીને શેષ બે આદિ પદ સમૂહરૂપ એક દેશનું ઉપર જવું, તે સિદ્ધાંત પરિભાષાએ અર્ધપક્રાન્તિ કહેવાય છે. જેમકે ગ્રીષ્મઋતુમાં જઘન્યથી એક ઉપવાસમધ્યમથી બે અને ઉત્કૃષ્ટથી ત્રણ ઉપવાસ કહ્યા છે. એમાંથી એક દેશ ચતુર્થ (એક ઉપવાસ) બાદ કરીને શેષ છઠ્ઠ (બે ઉપવાસ)ને અક્રમ (ત્રણ ઉપવાસ)એ બે પદની સાથે ત્રીજું દસમ (ચાર ઉપવાસ) પદ જોડી દેવું, એટલે શિશિર ઋતુમાં જધન્યથી બે, મધ્યમથી ત્રણ, અને ઉત્કૃષ્ટથી ચાર ઉપવાસનું તપ કરે. એજ પ્રમાણે અર્ધઅપક્રાન્તિએ વર્ષાઋતુમાં જઘન્યથી ત્રણ, મધ્યમથી ચા૨ અને ઉત્કૃષ્ટથી પાંચ ઉપવાસનું તપ કરે. ૫૯ આ પ્રમાણે પરિહારકો (આ ચારિત્ર સેવનારાઓ) ના તપનું સ્વરૂપ કહ્યા બાદ અનુપરિહારક અને કલ્પસ્થિત સાધુઓના તપનું સ્વરૂપ જણાવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy