SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૪] છેદોપસ્થાપનીય નું સ્વરૂપ, [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ શેષ તીર્થકરોના તીર્થમાં તથા મહાવિદેહ ક્ષેત્રમાં સર્વ સાધુઓને યાવન્કથિક સામાયિક હોય છે. ૧૨૬૨-૧૨૬૩-૧ર૬૪. શિષ્ય પૂછે છે કે – नणु जावज्जीवाए, इत्तिरियंपि गहियं मुयंतस्स । होइ पइण्णालोवो, जहावकहियं मुयंतस्स ॥१२६५॥ “હે ભગવંત ! હું યાવત્ જીવ-જીવન પર્યત સામાયિક કરૂં છું.આ પ્રમાણે વ્રત ગ્રહણ કરતી વખતે લીધેલું સામાયિક ઉપસ્થાપનામાં મૂકી દેવાથી, યાવત્કથિક ચારિત્રનો ત્યાગ કરવાથી પ્રતિજ્ઞાનો ભંગ કેમ ન થાય ? ૧૨૬૫. આચાર્યશ્રી એનો ઉત્તર આપે છે. नणु भणियं सव्वं चिय, सामाइयमिणं विसुद्धीओ भिन्नं । सावज्जविरइमइयं, को वयलोवो विसुद्धीए ? ॥१२६६॥ उन्निखमओ भंगो, जो पुण तं चिय करेइ सुद्धयरं । सन्नामेत्तविसिटुं, सुहुमं पिव तस्स को भंगो ? ॥१२६७।। પહેલાં જ કહ્યું છે કે સર્વચારિત્ર સાવઘયોગની વિરતિમય હોવાથી સામાયિક છે, અને છેદાદિ વિશુદ્ધિયોથી ભિન્ન ભિન્ન છે, તો પછી વિશિષ્ટ શુદ્ધિમાં વ્રતનો ભંગ ક્યાંથી થાય ? (નજ થાય.) કેમ કે પ્રવ્રયાનો ત્યાગ કરનારાને વ્રતનો ભંગ થાય, પણ જે પૂર્વે ગ્રહણ કરેલ ચારિત્રને વધારે શુદ્ધ કરે, સંજ્ઞા - નામમાત્રથી વિશિષ્ટતા-ભિન્નતાને પામે, તેને (સામાયિક ચારિત્રવાળા જે છેદોપસ્થાપની-પરિહાર વિશુદ્ધિ - કે સૂક્ષ્મ સંપરા ચારિત્ર અંગીકાર કરનારને) વ્રતનો ભંગ ક્યાંથી થાય ? નજ થાય (પરંતુ વધારે વ્રત શુદ્ધિ થાય.) ૧૨૬૬-૧૨૬૭. છેદોપસ્થાપનીય ચારિત્રનું સ્વરૂપ કહે છે. परियायस्सुच्छेओ, जत्थोवट्ठावणं वएसुं च । छेओवट्ठावणमिह, तमणइयारे-यरं दुविहं ॥१२६८॥ सेहस्स निरझ्यारं, तित्थंतरसंकमे च तं होज्जा । मूलगुणघाइणो साइयारमुभयं च ठियकप्पे ॥१२६९।। જે ચારિત્રમાં પૂર્વપર્યાયનો છેદ, અને વ્રતોમાં ઉપસ્થાપન કરાય, તે અહીં છેદોપસ્થાપનીય કહેવાય છે. તે સાતિચાર અને નિરતિચાર એમ બે ભેદે છે. નવદીક્ષિત શિષ્યને અથવા તીર્થાન્તર સંક્રમણ કરતા સાધુઓને આ નિરતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર હોય છે, અને મૂળગુણઘાતિને પુનર્ધ્વતારોપ કરતાં સાતિચાર છેદોપસ્થાપનીય હોય છે. આ બન્ને સ્થિત કલ્પમાં હોય છે. સ્થિતાપસ્થિત કલ્પમાં નથી હોતા. ૧૨૬૮-૧ર૬૯ - ભરત-ઐરાવત ક્ષેત્રમાં પહેલા અને છેલ્લા જિનેશ્વરના સાધુઓનો સ્થિત કલ્પ આ પ્રમાણે છે. ૩નવરિય-રોઝાયર રાઉંટ-રિકને | વય-નિ-વિરમ-માસ પોસMવિખે ll આ દશવિધ કલ્પમાં તેઓ અવસ્થિત હોય છે. તથા ભરત-ઐરાવત ક્ષેત્રમાંના પહેલા છેલ્લા તીર્થંકર સિવાય મધ્યના બાવીસજિનેશ્વરના અને મહાવિદેહ ક્ષેત્રના સાધુઓને સ્થિતાસ્થિત કલ્પ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy