SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતરી પાંચ ચારિત્રનું સ્વરૂપ. [૪૬૩ તીર્થકરોના સાધુઓને તથા મહાવિદેહ ક્ષેત્રના સર્વ સાધુઓને ઉપસ્થાપનાનો અભાવ હોવાથી યાવસજીવ પર્યન્તનું ચારિત્ર હોય છે, તે યાવસ્કથિકસામયિક ચારિત્ર છે. પૂર્વપર્યાયનો છેદ અને મહાવ્રતોમાં આત્માને સ્થાપન કરવો, એમ જે ચારિત્રમાં હોય, તે બીજાં છેદોપસ્થાપનીય ચારિત્ર છે. તેના પણ બે ભેદ છે, એક સાતિચાર અને બીજાં નિરતિચાર, ઇત્વરકાલિક સામાયિક-ચારિત્રવાળા શિષ્યને ઉપસ્થાપનામાં જે ચારિત્રનું આરોપણ કરાય, અથવા એક તીર્થમાંથી બીજા તીર્થમાં આવતાં એટલે કે પાર્શ્વનાથના તીર્થમાંથી મહાવીરસ્વામિના તીર્થે આવતાં પંચમહાવ્રત અંગીકાર કરવાં, તે નિરતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર છે; અને પંચમહાવ્રતરૂપ મૂળગુણનો જેને ઘાત થયો હોય, એવાને પુનઃ મહાવ્રતનું આરોપણ કરવું તે સાતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર છે. પરિહાર એટલે તપવિશેષ, એ તપવડે કર્મનિર્જરારૂપ વિશુદ્ધિ જે ચારિત્રમાં હોય, તે ત્રીજાં પરિહારવિશુદ્ધિચારિત્ર કહેવાય, તેના પણ બે ભેદ છે. એક નિર્વિશમાનક અને બીજાં નિર્વિષ્ટકાયિક, તેમાં જે સાધુઓ આ ચારિત્રનું સેવન કરનારા હોય, તે નિર્વિશમાનક કહેવાય. આ ચારિત્ર પણ તેમનાથી અભિન્ન હોવાને લીધે નિર્વિશમાનક કહેવાય. તથા જેઓએ આ ચારિત્રનું સેવન કર્યું હોય, તે મુનિઓ નિર્વિષ્ટકાયિક કહેવાય. તે ચારિત્ર પણ તેમનાથી અભિન્ન છે, માટે નિર્વિષ્ટકાયિક કહેવાય. જેથી આત્મા સંસારને પામે, તે સંપરાય-કષાય, એ કષાયના સૂક્ષ્મલોભાંશો જે ચારિત્રમાં હોય, તે સૂક્ષ્મસંપરાય ચારિત્ર. તેના બે ભેદ; એક વિશુદ્ધમાનક, અને બીજાં સંફિલશ્યમાનક, તેમાં ક્ષપકશ્રેણિ અથવા ઉપશમશ્રેણિ ચડતાં આ વિશુદ્ધમાનક ચારિત્ર હોય છે, અને ઉપશમ શ્રેણિથી પડતાં સંફિલશ્યમાનક હોય છે. સર્વ લોકમાં પ્રસિદ્ધ અને સર્વથી વિશુદ્ધ એવું પાંચમું યથાખ્યાત ચારિત્ર છે. આ ચારિત્રનું સેવન કરીને સુવિહિતો-સુસાધુઓ અજરામર સ્થાન (મોક્ષ)ને પામે છે. આ ચારિત્ર સર્વથા કષાયોદય રહિત હોવાથી, ઉપશાન્તમોહ તથા ક્ષીણમોહ છબસ્થ વીતરાગને, તેમજ સયોગી અને અયોગી કેવળીને હોય છે. ૧૨૬૦-૧૨૬૧ હવે એ પાંચ ચારિત્રનો વિસ્તારાર્થ ભાષ્યકાર મહારાજ કહે છે. सबमिणं सामाइयं, छयाइविसेसओ पुणो भिन्नं । अविसेसियमाइमयं, ठियमिह सामन्नसन्नाए ॥१२६२।। सावज्जजोगविरइत्ति, तत्थ सामाइयं दुहा तं च । इत्तरमावकहं चिय, पढमं पढमंतिमजिणाणं ॥१२६३॥ तित्थेसुमणारोवियवयस्स सेहस्स थोवकालीयं । सेसाणमावकहियं, तित्थेसु विदेहयाणं च ॥१२६४॥ સર્વ ચારિત્રો સામાયિક છે, માત્ર છેદાદિવિશેષણોથી ભિન્ન ભિન્ન છે, પહેલું ચારિત્ર વિશેષણ રહિત હોવાથી સામાન્ય સંજ્ઞામાં છે, એટલે સાવદ્યયોગની વિરતિ તે સામાયિક ચારિત્ર છે. તેના બે ભેદ છે, ૧. ઈત્વરકાલિક અને ૨. યાવત્રુથિક. પહેલા અને છેલ્લા જિનેશ્વરના તીર્થમાં અનારોપિત મહાવ્રતવાળા શિષ્યને થોડા કાળનું જે ચારિત્ર હોય છે, તે પહેલું ઈતરકાલીક સામાયિક; અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy