SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] તે તે કષાયનાં ક્ષયોપશમથી તે તે ગુણ પ્રાપ્તિ. [૪૬૧ ઉદયે સર્વવિરતિરૂપ સંયમનો અવશ્ય મૂળથી છેદ થાય છે, અને શેષ આઠ કષાયના ઉદયથી સમ્યક્ત્વ ને દેશવિરતિગુણનો મૂળચ્છેદ થાય છે. ૧૨૫૦-૧૨૫૧. मूलच्छेज्जे सिद्धे, पुव्वद्धे मूलगुणघाइगहणेणं । इय कीस पुणो गहणं, अइयारविसेसणत्थंति ।। १२५२ पगयमहक्खायंति य, अड्यारे तम्मि चेव मा जोए । तो मूलच्छेज्जमिणं, सेसचरिते निओएइ || १२५३।। (૧૨૩૮મી ગાથાના) પૂર્વાર્ધમાં મૂળગુણઘાતિ કહેવાથી બાર કષાયો મૂળચ્છેદક છે, એમ સિદ્ધ થવા છતાં, ફરી તે વાતને અહીં શા માટે કહી ? (ઉત્તર) અતિચારોની વિશેષ વ્યવસ્થા કરવા માટે ફરી કહ્યું છે, કેમ કે અહીં પ્રસ્તુતમાં યથાખ્યાત ચારિત્ર છે, તેથી તેમાં શિષ્ય મૂળચ્છેદ્યની યોજના ન કરે અને આ મૂળચ્છેઘની યોજના શેખ સામાયિકાદિ ચારિત્રમાં કરે, તેથી અહિં પુનઃ એ વાત કહી છે. (મતલબ કે મૂળચ્છેદ્ય અને પુનઃશબ્દથી આ ગાથાર્થમાં એમ સમજવું, કે સંજ્વલનના ઉદયથી રોષ ચારિત્રના સર્વે અતિચારો થાય છે, અને બાર કષાયના ઉદયથી સર્વવિરતિ આદિ મૂળચ્છેદ્ય થાય છે.) ૧૨૫૨-૧૨૫૩. એ પ્રમાણે આવરણદ્વાર કહીને, હવે જે આવરણના ક્ષયોપશમાદિથી ચારિત્ર પ્રાપ્ત થાય છે, તે કહે છે. (??રૂ) વારસવિદ્દે સાઇ, અપ વસામિ! વ નોમેન્ટિં लब्भइ चरितलंभो, तस्स विसेसा इमे पंच ।। १२५४ ॥ પ્રશસ્ત મન-વચન કાયાના યોગવડે બાર પ્રકારના કષાયના ક્ષય-ઉપશમ-અથવા ક્ષયોપશમ થવાથી ચારિત્રનો લાભ થાય છે. તે ચારિત્રના ૧૨૬૦મી ગાથામાં કહેવાશે એવા પાંચ ભેદ છે. ૧૨૫૪. એજ અર્થ ભાષ્યકાર કહે છે. खवि उवसमिए वा, वासद्देणं खओवसमिए वा । बारसविहे कसाए, पसत्थझाणा जोगेहिं ॥१२५५।। वीणा निव्वाहुयासणो व्व छारपिहिउ व्व उवसंता । दरविज्झायविहाडियजलणोवम्मा खओवसमा ।। १२५६ ।। પ્રશસ્ત મનઆદિ યોગવડે બાર પ્રકારના કષાયનો ક્ષય-ઉપશમ અને વાશબ્દથી ક્ષયોપશમ થવાથી, ચારિત્રનો લાભ થાય છે. બુઝાઇ ગએલા અગ્નિની પેઠે ક્ષીણ કષાયો હોય, રાખથી ઢાંકેલા અગ્નિ પેઠે ઉપશાન્ત કષાય હોય, અને કંઇક ઓલવાઇ ગયેલ ને કંઇક ઢાંકી રાખેલ અગ્નિ જેવો કષાયનો ક્ષયોપશમ હોય છે. (આ કષાયમાં, કષાયકર્મના દલિકનો અનુભવ થાય છે.) ૧૨૫૫-૧૨૫૬. Jain Education International ક્યા ચારિત્રનો કેવી રીતે લાભ થાય છે ? તે કહે છે. खयओ वा समओ वा, खओवसमओ व तिण्णि लब्भन्ति । સુદ્ઘમા-દૈવયાડું, અયો સમો ય નળત્તો ।।૨૬। For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy