SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૦] સંજવલનનો ઉદય અતિચાર રૂપ છે. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ अकसायमहक्खायं, जं संजलणोदए न तं तेणं । लब्भइ लद्धं च पुणो, भस्सइ सव्वं तदुदयम्मि ॥१२४७।। न हु नवरिमहक्खाओवघाइणो सेसचरणदेसंपि । घाति ताणमुदए, होइ जओ साइयारं तं ॥१२४८॥ કંઈક જાજવલ્યમાન થવાથી, અથવા એકદમ જાજવલ્યમાન થવાથી, અથવા પરિસરાદિ આવવાને લીધે જવલાયમાન થવાથી સંજ્વલનકષાય કહેવાય છે. આ કષાયના ઉદયથી યથાખ્યાતચારિત્ર ન હોય, કેમ કે યથાખ્યાત ચારિત્ર કષાય રહિત છે, અને સંજવલનનો ઉદય હોય ત્યાં સુધી કષાય રહિતપણું ન હોય, અને તેથી જ યથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત ન થાય અને થયું હોય તો પણ આ કપાયના ઉદયથી પુનઃ ભ્રષ્ટ થાય. (આ પ્રમાણે) આ કષાયો માત્ર યથાખ્યાત ચારિત્રનો જ ઘાત કરે છે એમ નહિ, પણ તે સિવાયના શેષ બીજા ચારિત્રનો પણ દેશથી ઘાત કરે છે, કેમ કે તેના ઉદયથી બાકીના ચારિત્ર પણ અતિચાર-દોષયુક્ત થાય છે. ૧૨૪૬-૧૨૪૭-૧૨૪૮. એજ વાત નિયુક્તિકાર કહે છે. (११२) सव्वेऽवि य अइयारा, संजलणाणं तु उदयओ होंति । मूलच्छेज्ज पुण होइ, वारसण्हं कसायाणं ॥१२४९॥ | સર્વ અતિચારો સંજવલન કષાયના ઉદયથી થાય છે, અને પહેલા બાર કષાયના ઉદયથી મૂળગુણનો છેદ-નાશ થાય છે. ૧૨૪૯. આલોચના-પ્રતિક્રમણ વિગેરે પ્રાયશ્ચિતથી શુદ્ધ કરવા યોગ્ય સર્વ અતિચારો (ચારિત્રવિરાધના વિશેષ) સંજવલનકષાયના ઉદયથી થાય છે, અને પહેલાના બાર કષાયના ઉદયથી મૂળ છેઘ થાય છે, એટલે આઠમા મૂળ પ્રાયશ્ચિતથી જે દોષનો સમૂહ દૂર કરી શકાય તે મૂળછેદ્ય કહેવાય, અથવા મૂળથી સર્વ ચારિત્રનો ઉચ્છેદ થાય, તે આ પ્રમાણે અનન્તાનુબન્ધી કષાયના ઉદયથી સમ્યક્ત્વનો નાશ થાય, અપ્રત્યાખ્યાનાવરણના ઉદયથી દેશવિરતિનો નાશ થાય, અને પ્રત્યાખ્યાનાવરણના ઉદયથી સર્વવિરતિરૂપ ચારિત્રનો નાશ થાય. ૧૨૪૯. એજ અર્થ ભાષ્યકાર કહે છે. अइयारा छदंता, सव्वे संजलणहेययो होति । सेसकसाओदयओ, मूलच्छेज्जं वयारुहणं ॥१२५०॥ अहवा संजममूलच्छेज्जं, तइयकलुसोदए निययं । सम्मत्ताई मूलच्छेज्ज, पुण बारसण्हंपि ॥१२५१।। છેદ પર્યત સાત પ્રકારના પ્રાયશ્ચિત્તથી જેનો અંત થાય, તે અતિચાર કહેવાય, તે સર્વ અતિચાર સંજવલનકષાયથી જ જન્ય છે, અને શેષ બારકષાયના ઉદયે સમસ્ત ચારિત્રનો છેદ કરનાર દોષ સમૂહ થાય છે. (તેની શુદ્ધિ માટે) પુનઃ વ્રતારોપણ કરાય છે. અથવા ત્રીજા પ્રત્યાખ્યાનાવરણ કષાયના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy