SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૨] વરવાળા તથા કોદ્રવાનું દાંત. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ-૧ જેમ કોઈ મનુષ્ય અટવીમાં આમ તેમ રખડતાં સ્વયં યોગ્ય માર્ગ પામે છે, કોઈક બીજાના કહેવાથી માર્ગ પામે છે અને કોઈક નથી પણ પામતો. તેવી રીતે કોઈક ભવ્યાત્મા સંસાર અટવીમાં ભમતાં ગ્રંથિદેશ પામીને સ્વયં સમ્યક્ત્વાદિ સન્માર્ગ પામે છે, કોઈક પરોપદેશથી પામે છે, અને કોઈક દુર્ભવ્ય-અભવ્ય નથી પણ પામતા, અને ગ્રંથિદેશ પામેલો પાછો વળે છે. ૧૨૧૫. જવરવાળાનું દૃષ્ટાન્ત કહે છે. भेसज्जेण सयं वा, नस्सइ जरओ न नस्सए कोइ । भबस्स गंठिदेसे, मिच्छत्तमहाजरो चेवं ॥१२१६॥ જેમ કોઈ તાવવાળા મનુષ્યને સ્વભાવિક રીતે એટલે ઔષધ વિના તાવ દૂર થાય છે, કોઈકને ઔષધોપચારથી દૂર થાય છે અને કોઈકને ઔષધોપચાર કરવાથી પણ દૂર નથી થતો; તેમ મિથ્યાત્વરૂપ મહાજવર પણ કોઈક ભવ્યાત્માને સ્વભાવિક રીતે સહેજે નાશ પામે છે, કોઈકને ઔષધોપચારથી નાશ પામે છે અને કોઈને નાશ નથી પણ પામતો. (ભવ્યાત્માને આ ત્રણે પ્રકાર હોય છે અને અભવ્યને તો એક ત્રીજો પ્રકાર જ હોય છે.) ૧૨૧૬. કોદરાનું ઉદાહરણ કહે છે. नासइ सयं व परिक्कमओ व, जह कोद्दवाण मयभावो । ..નાસડુ તર મિચ્છમડો, સર્ચ પરમેTIણ વા ||૨૨૭ll જેમ કોઈક કોદરાનો માદકસ્વભાવ સ્વાભાવિક રીતે નાશ પામે છે, કોઈકનો છાણ આદિના પ્રયોગથી નાશ પામે છે, અને કોઈકનો તે સ્વભાવ નાશ નથી પામતો, તેમ કોઈક જીવનો મિથ્યાત્વભાવ સ્વભાવિક રીતે દૂર થાય છે, કોઈકને ગુરૂમહારાજના ઉપદેશથી નાશ થાય છે, અને કોઈકને સર્વથા નાશ નથી પામતો. ૧૨૧૭, શા વડે મિથ્યાત્વ શુદ્ધ થાય છે? તે માટે કહે છે - अप्पबेणं तिपूजं, मिच्छत्तं कणइ कोहवोवमया। ૩નિયર ૩, સો સમદ્રેસ તદ શર૮ જીવો મેણા કોદરા સમાન મિથ્યાત્વના અપૂર્વકરણ વડે ત્રણjજ કરે છે, પણ સમ્યગદર્શન તો અનિવૃત્તિકરણ વડે જ પામે છે. ૧૨૧૮. જેમ કોઈક મનુષ્ય છાણ વિગેરેના પ્રયોગથી કોદરાને શુદ્ધ કરે છે, તેમાં તેના ત્રણ પ્રકાર થાય છે. કોઈ કોદરા સર્વથા શુદ્ધ થાય છે, કોઈ અર્ધા શુદ્ધ થાય છે, અને કોઈ શુદ્ધ થતા નથી. તેવી જ રીતે જીવો અપૂર્વકરણવડે મિથ્યાત્વ શોધીને તેના શુદ્ધ, અર્ધશુદ્ધ, અને અશુદ્ધ એવા ત્રણ પંજ કરે છે. તેમાં સમ્યક્ત્વને આવરનાર એવા રસને ખપાવીને શુદ્ધ કરેલા જે મિથ્યાત્વના પગલોનો પુંજ તે જિનોક્ત તત્ત્વરૂચિને આવરનાર નથી, માટે તેને ઉપચારથી સમ્યકત્વ કહેવાય છે. અર્ધશુદ્ધ મિથ્યાત્વ પુદ્ગલોનો પુંજ તે સમ્યગમિથ્યાત્વ-મિશ્ર કહેવાય છે. અને સર્વથા, અશુદ્ધ પુદ્ગલપુંજ તે મિથ્યાત્વ કહેવાય છે. આ પ્રમાણે અપૂર્વકરણથી ત્રણ પુંજ થાય છે, પરંતુ અનિવૃતિકરણ વિશેષથી જીવ સમ્યક્ત્વ પુંજે જાય છે, બીજા બે પુંજે નથી જતો. જયારે સમ્યકત્વથી પતિત થઈને પુનઃ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy