SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર અભવ્યને શ્રુતસામાયિક લેવાનું કારણ. [૪૫૩ સમ્યક્ત્વ પામે છે, ત્યારે પણ અપૂર્વકરણ વડે ત્રણ પુંજ કરીને અનિવૃત્તિકરણથી સમકિત પામે પ્રશ્ન :- બીજીવાર સમકિત પામતાં અપૂર્વકરણની અપૂર્વકરણતા કેમ કહી શકાય ? કેમકે પૂર્વે તેની પ્રાપ્તિ થયેલ છે. ઉત્તર :- થોડી જ વાર સુધી તેનો લાભ થાય છે, એટલે અપૂર્વ જેવું હોવાથી તેને અપૂર્વકરણ કહેવાય છે. એમ વૃદ્ધોનું કથન છે. સિદ્ધાન્તવાદીઓ પણ એમ જ કહે છે. પણ કર્મગ્રંથવાળાઓ તો “મિથ્યાત્વનું અંતરકરણ કરે છે.” તે અંતરકરણમાં પેઠેલો જીવ ઉપશમ સમકિત પામે છે, અને તે વડે મિથ્યાત્વના ત્રણ પુંજ કરે છે, તે પછી ક્ષાયોપથમિક પુજના ઉદયથી ક્ષાયોપથમિક સમકિત પામે છે. એમ માને છે. અર્થાત્ અપૂર્વકરણથી ત્રણપુંજ નથી કરતા અને ઉપશમમાં કરેલ શુદ્ધપુજના ઉદયથી ફરી સમ્યકત્વ પામે છે. . આ પ્રમાણે ભવ્યાત્માને સર્વત્ર સમ્યકત્વ લાભ કહ્યો, હવે ગ્રંથિપ્રદેશે આવેલ અભવ્યને શું થાય ? તે કહે છે. तित्थंकराइपूर्य, दट्ठणण्णेण वावि कज्जेण । सुयसामाइयलाहो, होज्ज अभब्बस्स गंठिम्मि ॥१२१९॥ તીર્થંકરાદિની પૂજા જોઈને અથવા બીજા કોઈપણ પ્રયોજનથી ગ્રંથિસ્થાન પામેલા અભવ્યને માત્ર શ્રુતસામાયિકનો લાભ થાય છે. ૧૨૧૯. તીર્થકરની વિભૂતિ વિગેરે જોઈને “આ ધર્મથી આવો સત્કાર થાય છે, દેવપણું રાજ્ય વિગેરે પ્રાપ્ત થાય છે.” ઇત્યાદિ બુદ્ધિથી ગ્રંથિસ્થાન પામેલા અભવ્યને તે વિભૂતિ માટે અથવા દેવપણુંરાજાપણું સૌભાગ્ય-રૂપ-બળ વિગેરે બીજા પ્રયોજનથી, સર્વથા મોક્ષની શ્રદ્ધા વિના પણ કિંચિત કષ્ટકારી અનુષ્ઠાન કરવાથી અજ્ઞાનરૂપ શ્રુતસામાયિકનો માત્ર લાભ થાય છે, કેમ કે અભવ્યને પણ અગીયાર અંગનું અધ્યયન કહ્યું છે. પરંતુ સમ્યક્ત્વાદિનો લાભ તો તેમને થતો નથી જ. ૧૨૧૯. હવે “અખુબૅણ તિપુંજ” એ ૧૨૧૮મી ગાથાનું વિવરણ કરે છે. मयणा दरनिवलिया, निबलिया य जह कोद्दवा तिविहा । तह मिच्छत्तं तिविहं, परिणामवसेण सो कुणइ ॥१२२०॥ જેમ પ્રયોગથી શુદ્ધ-અર્ધશુદ્ધ-અને અશુદ્ધ એમ ત્રણ પ્રકારે કોદરા થાય છે. તેમ અપૂર્વકરણરૂપ પરિણામના વશથી શુદ્ધ-અર્ધશુદ્ધ-અને અશુદ્ધ એમ ત્રણ પ્રકારે મિથ્યાત્વ થાય છે. ૧૨૨૦. * હવે જળ અને વસ્ત્રનાં દૃષ્ટાન્તો કહે છે. जह वेह किंचि मलिणं, दरसुद्धं सुद्धमंबु वत्थं च । एवं परिणामवसा, करेइ सो दंसणं तिविहं ॥१२२१॥ અથવા જેમ પાણી તથા વસ્ત્ર મેલું હોય, તે શુદ્ધ કરવા છતાં પણ કોઈક શુદ્ધ ન થાય, કોઈક અધું શુદ્ધ થાય, અને કોઈક સર્વથા શુદ્ધ ન થાય, અને કોઈક સર્વથા શુદ્ધ થાય છે. તેમ જીવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy