SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] મુસાફરનું દૃષ્ટાંત. [૪૫૧ જેમ કેટલીક કીડિઓ હંમેશાં-સ્વાભાવિક પૃથ્વી પર આમ તેમ ગમન કરે છે, કેટલીક સ્થાણુઠુંઠા પર ચડે છે; કેટલીક તે ખીલા ઉપરથી ઉડી જાય છે, કેટલીક ખીલા આગળ જ રહી જાય છે અને કેટલીક ચઢીને ખીલા પરથી ઉતરી જાય છે; તેમાં કીડીઓના સ્વાભાવિક ગમનની પેઠે હંમેશાં પ્રવર્તતું પહેલું યથાપ્રવૃત્તિકરણ છે, ખીલા પર ચડવા સમાન અપૂર્વકરણ છે, ખીલાપરથી ઉડવા સમાન જીવોને અનિવૃત્તિકરણ છે. (આ કરણના બળે જીવ મિથ્યાત્વથી સમ્યગ્દષ્ટિ ગુણસ્થાને જાય છે.) ગ્રંથિકસત્ત્વ (ગ્રંથિભેદ નહિ કરેલ જીવ)ને સ્થાણુની પેઠે ગ્રંથિ દેશ આગળ અવસ્થાન હોય છે, અને ત્યાંથી પુનઃ પાછા ફરવારૂપકર્મસ્થિતિની વૃદ્ધિ થાય છે. ૧૨૦૮-૧૨૦૯-૧૨૧૦. હવે મુસાફર પુરૂષોનું દૃષ્ટાંત કહે છે. जहवा तिनि मणूसा, जंताडविपहं सहावगमणेणं । वेलाइक्कमभीया, तुरंति पता य दो चोरा || १२११।। दट्टु मग्गतडत्थे, ते एगो मग्गओ पिडिनियत्तो । વિતિનો રદિયો, તડ્યો સમવયંનું પુરૂં પત્તો ॥૨૨॥ अडवी भवो मणूसा, जीवो कम्मट्ठई पहो दीहो । ગંદી ય મયસ્થાળ, રાગ-દ્દોસા ય ો ચોરા રિશી Jain Education International भग्गो ठिइपरिवुड्डी, गहिओ पुण गंठिओ गओ तइओ | सम्मत्तपुरं एवं, जोएज्जा तिण्णि करणाई ॥१२१४॥ અથવા જેમ કોઈ ત્રણ મનુષ્યો સ્વભાવિકગતિએ અટવીમાં જતાં ઘણો માર્ગ ચાલી ગયા. તેવામાં વેળાનો અતિક્રમ થવાથી તેઓ ભય પામ્યા, એટલામાં ત્યાં ભયસ્થાનકે બે ચોર તેમને મળ્યા. માર્ગમાં બે ચોરોને જોઈને (ત્રણમાંનો) એક મનુષ્ય માર્ગમાંથી પાછો ફર્યો, બીજાને ચોરોએ પકડ્યો, અને ત્રીજો ચોરોનો તિરસ્કાર કરીને ઈષ્ટનગરે પહોંચી ગયો. અહીં અટવી તે સંસાર, મનુષ્યો તે ગ્રંથિદેશથી પાછો ફરેલો, ગ્રંથિદેશમાં રહેલો, અને ગ્રંથિનો ભેદ કરેલો એવા તે ત્રણે જીવા. કર્મની સ્થિતિ તે દીર્ઘપંથ. ગ્રંથિ તે ભયસ્થાન. બે ચોરો તે રાગ-દ્વેષ. જે ભાગી ગયો તેની સમાન અભિન્નગ્રંથિ પુનઃ સ્થિતિ વધારનાર જીવ, જે પકડાયો તેની જેવો ગ્રંથિદેશ આગળ રહેલો જીવ અને જે ચાલ્યો ગયો તેની માફક સમ્યક્ત્વરૂપ નગરે પહોંચેલો જીવ જાણવો. આ પ્રમાણે ત્રણ ક૨ણમાં પણ યોજના કરવી. (ત્રણ પુરુષનું સ્વભાવિક ગમન તે ગ્રંથિદેશ આગળ લાવનાર યથાપ્રવૃત્તિકરણ, શીઘ્રગતિથી ચોરોનો તિરસ્કાર કરવો તે અપૂર્વકરણ અને સમ્યક્ત્વાદિરૂપ ઇષ્ટનગરે પહોંચાડનાર - તે અનિવૃત્તિકરણ જાણવું.) ૧૨૧૧ થી ૧૨૧૪. - ગ્રંથિભેદ કરીને જીવો સમ્યક્ત્વાદિરૂપ મોક્ષમાર્ગ પામે છે, તે પરોપદેશથી પામે છે ? કે પોતાની મેળે સ્વભાવિકપણે પામે છે ? અથવા એ બેનો પણ યોગ છતાં એક્કે પ્રકારે નથી પામતા ? આચાર્યશ્રી આ પ્રશ્નનો ઉત્તર આપવા માર્ગનું દૃષ્ટાન્ત આપે છે .કે एसओ सयं वा, लभइ पहं कोइ न लभइ कोई । गठित्थाणं पत्तो, सम्मत्तपहं तहा भव्वो ।।१२१५।। For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy