SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર) સામાયિક પ્રાપ્તિમાં પલ્ય આદિ દાંતો. [૪૯ તેમાં ગિરિનદીના પાષાણની ઘોલનાયો ન્યાય કહેવાય છે અને માત્ર ઉદય પ્રાપ્ત આઠે કર્મ પ્રકૃતિનો સર્વદા ક્ષય ત્યાં કરાય છે. ગ્રંથિ ભેદ કરતાં બીજાં અપૂર્વકરણ હોય છે, કેમકે પૂર્વના અધ્યવસાય કરતાં વધારે શુદ્ધઅધ્યવસાયથી ગ્રંથિનો ભેદ થાય છે. અને તે પછી જીવ સમ્યક્ત્વની સન્મુખ થાય છે અથવા જેને હમણાંજ સમ્યકત્વ પ્રાપ્ત થવાનું છે, તેને ત્રીજું અનિવૃત્તિકરણ, કેમકે તેવા અતિવિશુદ્ધઅધ્યવસાય થવા પછી તરત જ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. ૧૨૦૩. આ ત્રણ કરણથી થતી જે સામાયિક પ્રાપ્તિ તેનાં દષ્ટાન્તો કહે છે. (१०७) पल्लग-गिरिसरिउवल-पिवीलिया-पुरिस-पह-जरग्गहिया । कोद्दव-जल-वत्थाणि य, सामाइयलाभदिटुंता ॥१२०४॥ પલ્ય, પર્વત, નદી, પાષાણ, કીડિઓ, પુરૂષો, માર્ગ, તાવવાળા, કોદરા, જળ અને વસ્ત્રો આ નવ દષ્ટાંત સામાયિકપ્રાપ્તિમાં યોજવા. ૧૨૦૪. પલ્ય-(પાલા)નું દષ્ટાન્ત કહે છે. जो पल्लेऽतिमहल्ले, धण्णं पक्खिवइ थोवथोवयरं। . साहेइ बहुबहुयतरं, झिज्जइ तं थोवकालेण ॥१२०५॥ तह कम्मधन्नपल्ले, जीवोऽणाभोगओ बहुतरागं । सोहंतो थोवतरं, गिण्हंतो पावए गठिं ॥१२०६॥ જેમ કોઈ કણબી હોટાપલ્યમાં થોડું થોડું ધાન્ય નાંખે, અને વધારે વધારે કાઢે, તે ધાન્ય થોડાજ કાળમાં ક્ષય પામે છે; તેમ કર્મરૂપ ધાન્યના પલ્પમાંથી જીવ અનાભોગપણે ઘણાં કર્મક્ષય કરતો, નવાં કર્મ થોડાં ગ્રહણ કરીને ગ્રંથિસ્થલને પામે છે. ૧૨૦૬. જેમ કોઈ કુટુંબિક ઘણી મોટી ધાન્યથી ભરેલી કોઠીમાં કોઈ વખત થોડું થોડું ધાન્ય નાંખે છે, અને તેમાંથી ગૃહવ્યવહાર માટે વધારે વધારે કાઢે છે. એમ કરવાથી કેટલાક કાળે તે ધાન્ય પૂરું થઈ જાય છે. તેવી જ રીતે ચિર સંચિત કર્મરૂપ ધાન્યના પલ્પમાંથી આત્મા કોઈક પ્રકારે અનાભોગથી ઘણાં કર્મ ખપાવતો, અને નવાં થોડાં જ ગ્રહણ કરતો ગ્રંથિદેશને પામે છે. અને તે વખતે આયુ સિવાયનાં સાતે કર્મ એક કોડાકોડી સાગરોપમમાં કંઈ ન્યૂન અવશેષ રાખીને બાકીનાં સર્વકર્મ ખપાવે છે. યથાપ્રવૃત્તિકરણથી આ પ્રમાણે થાય છે. પ્રશ્ન :- ગ્રંથિ ભેદ થયા પૂર્વે જીવ અસંમત-અવિરત ને અનાદિ મિથ્યાદૃષ્ટિ હોય છે, એવા જીવને ઘણાં કર્મનો ક્ષય અને થોડા કર્મના બંધનો આગમમાં નિષેધ કર્યો છે. તે સંબંધમાં અન્યત્ર કહ્યું છે કે – જેમ અતિ મોટા પલ્યમાં કોઈક મનુષ્ય કુંભ પ્રમાણ ધાન્ય નાંખે, અને નાલિકા પ્રમાણ કાઢે; તેમ અસંયત-અવિરતજીવ ઘણાં કર્મ બાંધે અને થોડાં કર્મની નિર્જરા કરે, તથા મોટા પલ્પમાંથી જેમ કોઈ કુંભ પ્રમાણ કાઢે અને નાલિકા પ્રમાણ નાંખે; તેમ જે પ્રમત્ત સંયત હોય છે, તે ઘણાં કર્મ નિર્જરે છે, અને થોડાં બાંધે છે, અને કોઈ મોટાં પલ્યમાંથી કુંભ પ્રમાણ કાઢે છે, અને થોડું પણ નાંખતા નથી, તેમ જે અપ્રમત્ત સંયત હોય છે, તે ઘણાં કર્મની નિર્જરા કરે છે અને થોડાં પણ બંધાતા નથી. આ રીતે ઉપર મુજબ અવિરતિ મિથ્યાષ્ટિને દરેક સમયે બંધ ઘણો અને નિર્જરા પ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy