SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮] . ચાલના અને પ્રત્યવસ્થાન. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ तह कम्मट्ठिइखवणे, परिमउई मोक्खसाहणे गुरुई। इह दसणाइकिरिया, दुल्हा पायं सविग्घा य ॥१२००॥ अहव जओ च्चिय सुबहुं, खवियं तो निग्गुणो न सेसंपि । स खवेइ जओ लहइ य, सम्मत्त-सुयाइगुणलाभं ॥१२०१॥ જેમ મહાવિદ્યાને સાધવામાં શરૂઆતમાં તેની સેવા સહેલી હોય છે, અને એ મહાવિદ્યા સાધતી વખતે જે ક્રિયા હોય છે. તે મોટી અને પ્રાયઃ વિપ્નવાળી હોય છે. તેમ કર્મસ્થિતિ : જે યથાપ્રવૃત્તિકરણક્રિયા હોય છે, તે સહેલી હોય છે, અને ગ્રંથિભેદથી આરંભીને મોક્ષસાધનમાં સમ્યગદર્શન તથા જ્ઞાનસહિત જે ચારિત્ર ક્રિયા છે, તે ઘણીમોટી, દુર્લભ અને વિષ્નવાળી હોય છે. અને સમ્યગદર્શન જ્ઞાનસહિત ચારિત્રની ક્રિયા વિના અથવા ગુણરહિત અવસ્થામાં જીવને કદી મોક્ષ થતો નથી, ઘણાં કર્મ ખપાવ્યાં, તેથી તે ગુણરહિત શેષ કર્મ ન ખપાવે, કેમ કે (બહુ કર્મનો ક્ષય થઓ તેથી ગ્રંથિભેદ થવા પછી) સમ્યકત્વ-શ્રુત આદિ ગુણનો લાભ થાય છે. (આ કારણથી શેષ કર્મસ્થિતિ ગુણરહિતપણે ક્ષય નથી પામતી.) ૧૧૯૯-૧૨૦૦-૧૨૦૧. યથાપ્રવૃત્તિ કરણાદિના અનુક્રમે જીવ ગ્રંથભેદ કરે છે, તેમાં કોને કેટલાં કરણ હોય ? તે જણાવે છે. करणं अहापवत्तं, अपुवमनियट्टिमेव भव्वाणं । इयरेसिं पढम चिय, भन्नइ करणंति परिणामो ॥१२०२।। યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એ ત્રણ કરણ ભવ્યોને હોય છે, તથા અભવ્યોને પહેલું માત્ર યથાપ્રવૃત્તિકરણ જ હોય છે. અહિં કરણ એટલે જીવના પરિણામવિશેષ જાણવા. ૧૨૦૨. " અનાદિકાળથી કર્મ ખપાવવામાં પ્રવર્તેલ આત્માના અધ્યવસાય-પરિણામ વિશેષ તે પહેલું યથાપ્રવૃત્તિકરણ, પૂર્વે કદિપણ પ્રાપ્ત નહિ થયેલ એવા અપૂર્વસ્થિતિ ઘાત-રસઘાત આદિ કરનાર અધ્યવસાય વિશેષ તે બીજું અપૂર્વકરણ, સમ્યગદર્શનનો લાભ થતા સુધીમાં જે પરિણામ પાછા ન પડે તે અનિવૃત્તિકરણ, આ ત્રણે અધ્યવસાયરૂપ કરણો અનુક્રમે વધારે વધારે વિશુદ્ધ છે, અને તે ભવ્યોને હોય છે. તથા અભવ્યોને તો તે પહેલું યથાપ્રવૃત્તિકરણ જ હોય છે, બીજાં બે કરણી નથી હોતાં. ૧૨૦૨. એ કરણોમાંનું કયું કરણ કઈ અવસ્થામાં હોય છે ? તે કહે છે. जा गंठि ता पढम, गठिं समइच्छओ अपुव्वं तु । अनियट्टीकरणं पुण, सम्मत्तपुरक्खडे जीवे ॥१२०३।। ગ્રંથિસ્થાન પર્યત પહેલું યથાપ્રવૃત્તિકરણ, ગ્રંથિનો ભેદ કરતાં બીજાં અપૂર્વકરણ અને જીવ સમ્યક્ત્વ સન્મુખ થાય, ત્યારે તે ત્રીજ અનિવૃત્તિકરણ. ૧૨૦૩. . અનાદિકાળથી આરંભીને જયાં સુધી તીવ્ર રાગ દ્વેષના પરિણામરૂપ ગ્રંથિસ્થાન પ્રાપ્ત થાય, ત્યાં સુધી યથાપ્રવૃત્તિકરણ છે. કારણ કે તે અવસ્થામાં કર્મ ખપવાના કારણભૂત અધ્યવસાય માત્ર હોય છે, પણ કર્મ ખપાવવાની બુદ્ધિ હોતી નથી, ને તેથી જ તે યથાપ્રવૃત્તિકરણ કહેવાય છે, તથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy