SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર) કેવળજ્ઞાન ક્ષાવિકભાવેજ હોય. [૪૪૩ ચારિત્ર- આ બન્નેમાં વર્તનારાને અન્તર-તરતજ મોક્ષ થાય છે. તથા ચારિત્ર સહિત શ્રુતજ્ઞાન તો, તે ક્ષાયિક જ્ઞાન અને ક્ષાયિકચારિત્રનું કારણ થાય છે, તેથી તે પરંપરાએ મોક્ષનું કારણ છે, એમ જે પૂર્વે કહ્યું છે, તે કંઈ વિરૂદ્ધ નથી. શ્રુતજ્ઞાન લાયોપથમિક છે અને કેવળજ્ઞાન ક્ષાયિક છે. એમ શાથી જણાય? તે માટે આગમમાં જે પ્રમાણે કહ્યું છે તે જણાવે છે કે__ (१०४) भावे खओवसमिए, दुवालसंगपि होइ सुयनाणं । केवलियनाणलंभो, नण्णत्थ खए कसायाणं ॥११८०॥ ક્ષયોપશમ ભાવમાંજ સર્વ દ્વાદશાંગ શ્રુતજ્ઞાન થાય છે, અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ, સર્વ કષાયોનો ક્ષય થવાથી થાય છે, તે સિવાય નહિ. ૧૧૮૦. સર્વ દ્વાદશાંગ ધ્રુત, તેમજ તે સિવાયનું પ્રકિર્ણ અંગ બાહ્ય શ્રુત મતિ-અવધિ-અને મન:પર્યવ જ્ઞાન, તથા ક્ષાયિક પથમિક ભાવવૃત્તિ સિવાયનાં ચાર સામાયિક, એ સર્વ ક્ષયોપશમ ભાવમાં જ થાય છે, પણ ઔદયિકાદિ ભાવમાં નથી થતા, અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ તો ક્રોધાદિ સર્વ કષાયનો સર્વથા ક્ષય થવાથી જ થાય છે. જો કે ચારે ઘાતિકર્મનો ક્ષય થવાથી કેવળજ્ઞાન થાય છે, એકલા કષાયના ક્ષયથી જ નથી થતું, પરંતુ તે કેવલજ્ઞાનની પ્રાપ્તિમાં તે કષાયનો ક્ષય એજ મુખ્ય હેતુ છે, કષાયોનો ક્ષય થવાથી શેષઘાતિ કર્મનો પણ અવશ્ય ક્ષય થાય છે. ૧૧૮૦. એજ અર્થ ભાષ્યકાર કહે છે. सव्बंपि किमुय देसो, केवलवज्जाणि वाविसद्देणं । चत्तारि खओवसमे, सामइयाई च पाएणं ॥११८१॥ सबकसायावगमे, केवलमिह नाण-दंसण-चरितं । देसक्खएऽवि सम्मं, धुवं सिवं सबखइएसुं ॥११८२।। સર્વશ્રુત, અને અપિશબ્દથી કેવળજ્ઞાન સિવાયના બીજાં જ્ઞાનો, તથા પ્રાયઃ ચાર સામાયિક (સમ્યકત્વ-શ્રુત-દેશવિરતિ-અને સર્વવિરતિ સામાયિક) ક્ષયોપશમ ભાવમાં હોય છે. કેવળજ્ઞાનકેવળદર્શન-અને ક્ષાયિક ચારિત્ર એ ત્રણ સર્વ કષાયનો ક્ષય થવાથી થાય છે. અને અનંતાનુબંધિ કષાયની ચોકડીરૂપ દેશનો ક્ષય થવાથી પણ ફાયિક સમ્યકત્વ હોય છે, પણ ક્ષાયિકજ્ઞાન-દર્શનસમ્યકત્વ-અને ચારિત્ર થાય ત્યારે જ અવશ્ય જીવને મોક્ષ થાય છે. ૧૧૮૧-૧૧૮૨. હવે આગલની નિયુક્તિની ગાથાનો સંબંધ જોડવાને કહે છે કે - कहमेयाणमलाभो, लाभो व कमो तदावरणया वा । आवरणखओवसमो, समो व खओ व कहं कस्स ? ॥११८३॥ अहवा तवाइमइयं, कहमारूढो तरुं जिणो कह वा । तत्तो पवक्खमाणा, जाया जिणपवयणुप्पत्ती ? ॥११८४॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy