SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ જર] ક્ષયોપશમભાવથી ભાવિકભાવની પ્રાપ્તિ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧ સાયિકજ્ઞાનમાં વર્તનારાનેજ મોક્ષ થાય છે, પણ ક્ષયોપથમિક જ્ઞાને વર્તનારાને મોક્ષ થતો નથી. શ્રુત લાયોપથમિક ભાવમાં છે, તેથી તેમાં ચારિત્ર યુક્ત હોય તો પણ મોક્ષ થતો નથી. ૧૧૭૬. પ્રશ્ન - જો એમ છે, તો ક્ષાયોપથમિક ભાવવૃત્તિ શ્રુતજ્ઞાનથી મોક્ષનો નિષેધ થયો, અને તેથી પૂર્વે ચારિત્ર સહિત શ્રુતજ્ઞાનથી મોક્ષ થાય છે, એમ જે કહ્યું તે કેવી રીતે ઘટશે ? ઉત્તર :- ના, એ કથન અસત્ય નથી, કેમકે અહીં શ્રુતજ્ઞાનથી સાક્ષાત-અનંતરપણે મોક્ષનો નિષેધ કર્યો છે, પણ પરંપરાએ નિષેધ નથી કર્યો, પરંપરાએ તો તેથી પણ મોક્ષ થાય છે જ. કારણ કે - जं सुयं-चरणेहिंतो, खाइयनाण-चरणाणि लभंति । तत्तो सिवं सुयं तो, सचरणमिह मोक्खहेत्ति ॥११७७॥ શ્રુતજ્ઞાન અને ચારિત્રવડે ક્ષાયિકજ્ઞાન અને ક્ષાયિકચારિત્રનો લાભ થાય છે, અને તેનાથી મોક્ષ થાય છે, માટે ચારિત્ર સહિત શ્રુતજ્ઞાન પરંપરાએ મોક્ષ હેતુ છે. ૧૧૭૭. લાયોપથમિક ભાવમાં શ્રુત જ્ઞાન વર્તે છે એમ શાથી કહો છો. તેનો ઉત્તર આગલી ૧૧૮૦મી ગાથાથી જાણવો. પૂર્વે કહેલ રીતિ કરતાં બીજી રીતે આગલી ગાથાનો સંબંધ શંકા કરી જોડે છે કે - आह व निज्जिण्णे च्चिय, कम्मे नाणं ति किंव चरणेणं ? । - સુર્ય ઢયડો વનનારત્તારું પ્રદ્યારું સરછટા तेसु य ठियस्स मोक्खो, तो सुयमिह सचरणं तदट्ठाए । तं किह मीसं खइयं च, केवल जं सुएऽभिहियं ॥११७९॥ કોઈ કહે છે કે – સર્વથા સ્વાવારક કર્મનો ક્ષય થવાથી જ્ઞાન ઉત્પન્ન થાય છે, અને તેથી ઉદયમાં થતું નથી અને તેથી મોક્ષ થશે) તો જ્ઞાનને રોકનાર કર્મના ક્ષયની માફક મોક્ષને રોકનાર કર્મનો નાશ થવાથી મોક્ષ થશે તો પછી ચારિત્રવડે શું લાભ છે ? (ઉત્તર) શ્રુતજ્ઞાન તેમજ મતિઅવધિ અને મન:પર્યાય આ ચાર જ્ઞાન કર્મના ક્ષયથી નથી થતાં પણ તે તે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી થાય છે. અને સ્વાવારક કર્મના ક્ષયથી કેવળજ્ઞાન અને ક્ષાયિક ચારિત્ર થાય છે, અને તે ક્ષાયિક જ્ઞાન અને ચારિત્રમાં રહેલાને અનંતરપણે મોક્ષ મળે છે. અહીં કહેલ ચારિત્ર સહિત શ્રુત તે મોક્ષ મેળવનાર ક્ષાયિક જ્ઞાન અને ચારિત્રના લાભને માટે થાય છે. શ્રુતજ્ઞાન ક્ષાયોપથમિક શાથી કહો છો ? અને કેવળજ્ઞાન ક્ષાયિક ભાવે છે એમ શાથી કહો છો ? ઉત્તરમાં આગમમાં તે જ્ઞાનાદિને તેવાં કહ્યાં છે. ૧૧૭૮-૧૧૭૯. પ્રશ્ન :- જેમ સર્વથા સ્વઆવરણીય કર્મનો ક્ષય થએ સર્વ જ્ઞાન ઉત્પન્ન થાય છે, અને તેથી કરીને જેમ ચારિત્ર વિના પણ એ જ્ઞાનાવરણ કર્મનો ક્ષય થાય છે, તેમ મોક્ષપ્રાપ્તિને આવનાર કર્મ પણ કોઈક પ્રકારે ક્ષય થશે, એટલે મોક્ષ થશે. તો પછી એમાં ચારિત્રનું શું પ્રયોજન છે ? ઉત્તર :- સર્વજ્ઞાન સ્વઆવરણીય કર્મનો ક્ષય થવાથી નથી થતાં, પણ મતિ-શ્રુત-અવધિ અને મન:પર્યવ એ ચાર જ્ઞાનો સ્વઆવરણીય કર્મના ક્ષયોપશમથી થાય છે, ક્ષયથી તો માત્ર એક કેવળજ્ઞાનજ થાય છે. એટલે આ કેવલરૂપ ક્ષાયિકજ્ઞાન અને મોહનીયનો ક્ષય થવાથી થયેલ ક્ષાયિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy