SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર) જ્ઞાનક્રિયાનો સમન્વય. [ ૪૧ અંધકારવાળા ગૃહનો કચરો જેમ મનુષ્યની ક્રિયા દૂર કરી શકતી નથી. તેમ એકલી ચારિત્રરૂપ ક્રિયા પણ અપ્રકાશ ધર્મવાળી હોવાથી સર્વથા વિશુદ્ધિ કરી શકતી નથી. પરંતુ દીપાદિનો પ્રકાશ અને સક્રિયાવડે તથા કચરો આવવાના દ્વારો બંધ કરવાથી ગૃહ જેમ શુદ્ધ થાય છે. તેમ જ્ઞાનરૂપ પ્રકાશવડે અને તારૂપ ક્રિયા વડે કર્મરૂપ કચરો શુદ્ધ કરવાથી તથા સંયમ વડે આશ્રવધારો બંધ કરવાથી જીવરૂપ ગૃહ સુવિશુદ્ધ થાય છે. ૧૧૭૦ થી ૧૧૭૩. * પહેલાં જ્ઞાન-ક્રિયા બેથી મોક્ષ કહ્યો, અને હવે જ્ઞાન-તપ-તથા સંયમ એ ત્રણથી મોક્ષ કહ્યો, આમ કહેવાથી તો પૂર્વાપર વિરોધ જણાય છે ? તેના ઉત્તરમાં આચાર્યશ્રી કહે છે કે – संजम-तवोमई जं, संवरनिज्जरफला मया किरिया । तो तिगसंजोगोऽवि हु, ताउ च्चिय नाण-किरियाओ ॥११७४।। સંયમ અને તપોમય જે ક્રિયાનું ફળ સંવર અને નિર્જરા છે. તેથી એ ત્રણનો સંયોગ પણ તે જ્ઞાન-ક્રિયારૂપ જ છે. ૧૧૭૪. જ્ઞાન-તપ-ને સંયમ, એ ત્રણ છે તે પણ પૂર્વોક્ત જ્ઞાન-ક્રિયારૂપ જ છે. કેમ કે ચારિત્રરૂપ ક્રિયાના જ તપ અને સંયમ એ બે ભેદ છે. તથા સંવર અને નિર્જરા તેનું ફળ છે. કેમકે સંયમ, આશ્રવ દ્વારા રોકવામાં હેતુ છે, અને તપ કર્મ નિર્જરાનું કારણ છે. એટલા માટે જો કે જ્ઞાનાદિ ત્રણથી મોક્ષ કહ્યું છે. પરંતુ તપ અને સંયમનો એક ક્રિયામાંજ અન્તર્ભાવ કરવાથી જ્ઞાન-ક્રિયારૂપ બેથી જ મોક્ષ છે. પ્રશ્ન :- “સમર્શન-જ્ઞાન-ચરિત્રાળ મોક્ષમા” એટલે સમ્યગુ દર્શન-જ્ઞાન અને ચારિત્ર એ ત્રણ, મોક્ષમાર્ગ છે. એમ પ્રસિદ્ધ છે, અને તમે તો અહીં જ્ઞાન-ક્રિયા વડે મોક્ષ કહો છો. માટે એમ કહેવાથી પણ વિરોધ જણાય છે.” - ઉત્તર - હે ભદ્ર ! તારી આ શંકા અભિપ્રાય જાણ્યા સિવાયની છે. કેમકે જ્ઞાન કહેવાથી સમ્યક્ત્વ એમાં આવી ગયું. સમ્યકત્વ સિવાય જ્ઞાન હોઈ શકે જ નહિ. કેમકે મિથ્યાષ્ટિનું જ્ઞાન તે અજ્ઞાનપણે જ પૂર્વે અનેકવાર કહ્યું છે, અથવા સમ્યકત્વ એ જ્ઞાન વિશેષ જ છે. તે સંબંધમાં પૂર્વે ૫૩૬મી ગાથામાં કહ્યું છે. માટે સમ્યકત્વ તે જ્ઞાનની અન્તર્ગત જ છે. અને તેથી જ્ઞાન કહેવાથી સમ્યક્ત્વ પણ તેની સાથે કહેલું જ છે. ૧૧૭૪. હવે આગળની ગાથાનો સંબંધ જોડવા ભાષ્યકાર કહે છે કે – न लहइ सिवं सुयम्मिवि वर्सेतो अचरणो त्ति जं तस्स । हेऊ खओवसमओ, जह वटुंतोऽवहिण्णाणे ॥११७५॥ सक्किरियम्मिवि नाणे, मोक्खो खइयम्मि न उ खओवसमे । सुत्तं च खओवसमे, न तम्मि तो चरणजुत्तेवि ॥११७६॥ જેમ અવધિજ્ઞાનમાં વર્તમાન જીવ મોક્ષ પામતો નથી, તેમ ચારિત્ર વિનાનો જીવ શ્રુતજ્ઞાનમાં વર્તમાન છતાં પણ મોક્ષ પામતો નથી; કેમકે તેને તે જ્ઞાન લાયોપથમિક છે. સલ્કિયા યુક્ત પ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy