SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦] જ્ઞાનક્રિયાનો સમન્વય. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ (૧૦૩) ના પાસાં સોદો, તવો સંગમો ચ મુત્તિો ! तिण्हं पि समाओगे, मोक्खो जिणसासणे भणिओ ॥११६९।। જ્ઞાન પ્રકાશક છે, તપ શોધક છે, અને સંયમ ગુપ્તિ કરનાર છે, એ ત્રણેયનો યોગ હોય તોજ જિનશાસનમાં મોક્ષ કહેલ છે. ૧૧૬૯. જેમ કોઈ ઉઘાડા ધારવાળું અને ઘણી બારીઓ તથા જાળીઓથી છીદ્રવાળું શૂન્ય ઘર, વાયુઆદિથી આવી પડેલ રજ અને કચરાથી પૂર્ણ ભરેલું હોય, તેમાં વસવાની ઇચ્છાથી, કોઈ તે શૂન્ય ઘર સાફ કરવા માટે તે ઘરના સર્વ બારી-બારણાં બહારનો કચરો ન આવે તે માટે બંધ કરે, અને ગૃહમધ્યમાં દીવો સળગાવીને મૂકે, તે પછી કોઈ પુરૂષને અંદરનો સર્વ કચરો દૂર કરવાને યોજે, એ પ્રમાણે કરવાથી ગૃહ સ્વચ્છ થાય પછી એમાં નિવાસ કરે. એ ગૃહ સ્વચ્છ કરવામાં દીપક-કચરાને પ્રગટ કરવારૂપ વ્યાપારવડે ઉપકારી છે. બારણા બંધ કરવાં, તે બહારનો કચરો અંદર ન આવે, તેમાં ઉપકારી છે. અને પુરુષ અંદરનો કચરો કાઢી નાંખીને સ્વચ્છ કરવા વડે ઉપકારી છે. જેમ એ ત્રણેય ભિન્ન સ્વભાવે ઉપકારી છે; તેમ અહીં પણ આશ્રવરૂપ ઉઘાડા ધારવાળો જીવરૂપ ઓરડો, સગુણમયમોક્ષના વાસથી શૂન્ય છે, અને મિથ્યાત્વાદિ હેતુરૂપ પવનવડે આકર્ષાએલા કર્મરૂપ કચરાથી ભરેલો છે, તેને મોક્ષ સુખના નિવાસ માટે શુદ્ધ કરવાનો છે. તેમાં જીવાદિ પદાર્થ પ્રગટ કરનાર જ્ઞાન દીપકને સ્થાને છે, કર્મરૂપ કચરો દૂર કરનાર એવું તપ પુરૂષના સ્થાને છે, અને નવિન કર્મરૂપ કચરાનો પ્રવેશ ન થવા દેનાર સંયમ, બારણા બંધ કરવાને સ્થાને છે. એ રીતે જ્ઞાનાદિત્રણનો સંયોગ થયો હોય, તોજ જિનશાસનમાં જીવને મોક્ષ કહેલ છે-એવા શુદ્ધ સ્વરૂપવાળા જીવમંદિરમાં નિરંતર મોક્ષ સુખ સ્થિતિ કરે છે. ૧૧૬૯. - આત્મા શુદ્ધ કરવાને જ્ઞાનાદિ ત્રણેની શી જરૂર છે ? એમાંના એકથી પણ આત્મશુદ્ધિ કેમ ન થાય ? એ પ્રશ્નના સમધાનાર્થે ભાગકાર કહે છે કે असहायमसोहिकरं, नाणमिह पगासमेत्तभावाओ । सोहेइ घरकयारं जह, सुपगासोऽवि न पईवो ॥११७०।। न य सबविसोहिकरी, किरिया वि जमपगासधम्मा सा। जह न तमोगेहमलं, नरकिरिया सव्वहा हरइ ।।११७१।। दीवाइपयासं पुण, सक्किरियाए विसोहियकयारं । संवरियकयारागमदारं सुद्धं घरं होई ॥११७२॥ तह नाणदीवविमलं, तवकिरियासुद्धकम्मयकयारं । संजमसंवरियपहं, जीवधरं होइ सुविसुद्धं ॥११७३॥ જેમ સારા પ્રકાશવાળો દીપક ગૃહનો કચરો શુદ્ધ કરી શકતો નથી, તેમ જ્ઞાન પણ પ્રકાશ માત્ર સ્વભાવવાળું હોવાથી સંયમાદિની સહાય વિના જીવગૃહને શુદ્ધ કરી શકતું નથી. તથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy