SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર જ્ઞાનક્રિયાનો સમન્વય. [૪૩૯ જ્ઞાન-ક્રિયાનો સંયોગ હોય, તોજ તીર્થકરોએ મોક્ષરૂપ ફળ કહ્યું છે, જેમ લોકમાં પણ એક ચક્રથી રથ ચાલતો નથી, તેમ એકજ જ્ઞાન અથવા ક્રિયાથી મોક્ષ થતો નથી. આજ પ્રમાણે બીજા પણ સર્વ કાર્યો સામગ્રી જન્યજ છે. અહીં અન્ય અને પંગુનું ઉદાહરણ સમજવા જેવું છે. કોઇ નગરના લોક રાજાના કંઈક ભયથી અરણ્યમાં ગયા, ત્યાંથી પણ ચોરના ભયથી વાહનાદિનો ત્યાગ કરીને ભાગ્યા. તેવામાં ત્યાં અનાથ એવા એક અન્ય અને બીજો પંગુ એ બે બિચારા ભાગવાની શક્તિ વિનાના હોવાથી ત્યાંજ ઉભા રહ્યા. એવામાં એ જંગલમાં દાવાનળ લાગ્યો, એટલે એ બન્ને અથડાતા કુટાતા ભેગા થયા. એ ભયમાંથી બચવા અન્ધપુરૂષે પંગુને પોતાની ખાંધ ઉપર ઉપાડ્યો. પંગુ પુરૂષ આંધળાને સમવિષમ ઠંડુ-કંટકાદિ રહિત યોગ્ય માર્ગ કહેતો અને તેના અનુસાર તે આંધળો ચાલતો, તેથી પંગુના ચક્ષજ્ઞાનવડે અને અન્યની ગતિક્રિયાવડે સારા માર્ગે જવાથી બન્ને સુખપૂર્વક નગરમાં પહોંચ્યા. આજ પ્રમાણે સર્વ કાર્યસિદ્ધિમાં સંયોગજ હેતુ છે, એમ જાણવું. ૧૧૬૫. એજ અર્થ ભાગકાર કહે છે. दुगसंजोगम्मि फलं, सम्मकिरिओ-बलद्धिभावाओ । इट्ठपुरागमणं पिव, संजोए अन्ध-पंगूणं ॥११६६॥ वइरेगो जं विफलं, न तत्थ सम्मकिरिओ-वलद्धीओ । दीसंति गमणविफले, जहेगचक्के भुवि रहम्मि ॥११६७॥ ઇષ્ટનગરમાં આવવા માટે અન્ય અને પંગુના સંયોગની પેઠે જ્ઞાન-ક્રિષારૂપ ઉભયનો સંયોગ હોય, તો મોક્ષરૂપ ફળ થાય છે, કેમકે તેમાં સમ્યફ કિયા અને જ્ઞાનનો સદ્ભાવ છે. એથી ઉર્દુ જેમ એક ચક્રવાળો રથ પૃથ્વીપર ગમન કરવા સમર્થ નથી, તેમ જેમાં મોક્ષરૂપ ફલ ન થાય, તે સમ્મક્રિયા અને જ્ઞાન રહિત છે. એમ જાણવું. માટે જ્ઞાન ક્રિયા એ બન્નેના સંયોગે મોક્ષ થાય છે. એમ નક્કી સમજવું. હવે આગળની નિયુક્તિની ગાથાનો સંબંધ જોડવા કહે છે. सहकारिते तेसिं, किं केणोवकुरुते सहावेणं । नाण-चरणाणमहवा, सहावनिद्धारणमियाणिं ॥११६८।। જ્ઞાન અને ક્રિયા તેમના સહકારીપણામાં, તે જ્ઞાન અને ક્રિયા ક્યા ક્યા સ્વભાવે ઉપકાર કરે છે ? ઉત્તરમાં કહે છે કે ભિન્નસ્વભાવે, અથવા બીજી રીતે સંબંધ કહે છે કે જ્ઞાન-ચારીત્રના સ્વભાવનું અહીં હવે નિર્ધારણ કરાય છે. ૧૧૬૮. પ્રશ્ન :- જ્ઞાન-ક્રિયાના સહકારીપણામાં તેઓ ક્યા સ્વભાવે ઉપકાર કરે છે? શું શિબિકા વહન કરનારા પુરૂષોના સમૂહની પેઠે સામાન્યથી સરખી રીતે ઉપકાર કરે છે ? કે ગતિક્રિયામાં ચક્ષુ અને પગ આદિની પેઠે ભિન્ન સ્વભાવપણે ઉપકાર કરે છે ? ઉત્તર - ભિન્ન સ્વભાવપણે તેઓ મોક્ષગમનમાં ઉપકાર કરે છે, તે સમજવા માટે અથવા સ્વતંત્ર રીતે જ્ઞાન-ક્રિયાના સ્વભાવનું નિરૂપણ કરવા માટે આ પ્રમાણે કહે છે. ૧૧૬૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy