SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતરી જ્ઞાનક્રિયાનો સમન્વય. [૪૩૭ હવે આગળની ગાથાનો સંબંધ જોડવા માટે ભાષ્યકાર કહે છે न हि नाणं विफलं चिय, किलेसफलयंपि चरणरहियस्स । निप्फलपरिवहणाओ, चंदणभारो खरस्सेव ॥११५७॥ ચારિત્ર રહિતનું જ્ઞાન સર્વથા નિષ્ફળ જ છે એમ નથી, પણ પઠન-ગુણન-ચિંતનાદિ ફલેશનું કારણ છે. જેમ ગધેડાને ચંદનભાર નિષ્ફળ વહન કરવાથી ફલેશ થાય છે, તેમ આ સમજવું. ૧૧૫૭. નિયુક્તિકાર પણ એમજ કહે છે કે(१००) जहा खरो चंदणभारवाही, भारस्स भागी न हु चंदणस्स । एवं खु नाणी चरणेण हीणो, नाणस्स भागी न हु सुग्गईए ॥११५८॥ જેમ ચંદનનો ભાર વહન કરનાર ગધેડો, તેના ભારનોજ ભાગી છે, પણ ચન્દનની સુગન્ધનો ભાગી નથી, તેમ ચારિત્ર રહિત એવો જ્ઞાની માત્ર જ્ઞાનનોજ ભાગી છે, તે જ્ઞાનનું પઠન-ગુણનપરાવર્તન-ચિંતનાદિકથી થયેલા કષ્ટનું ભાજન છે. પરંતુ દેવપણું મનુષ્યપણું તથા સિદ્ધિ લક્ષણરૂપ સદ્ગતિનો ભાગી નથી. ૧૧૫૮. એ ઉપરોક્ત કથનથી કોઇને એકાન્ત જ્ઞાનમાં અનાદર અને જ્ઞાનશૂન્ય ક્રિયામાં આદર ન થાય તે માટે પુનઃ નિર્યુક્તિકાર કહે છે કે(૨૦૨) હાં નાdi ચિહિvi, થા ૩૩ વિયા पासंतो पंगुलो दड्डो, धावमाणो य अंधओ ॥११५९॥ શહેરમાં થયેલ દાહ સમયે દેખતા એવા પંગુ અને દોડતા એવા આંધળા બળી ગયા તેની પેઠે, ક્રિયા વિનાનું જે જ્ઞાન તે નિષ્ફળ છે અને જ્ઞાન વિનાની ક્રિયા તે પણ નિષ્ફળ છે. ૧૧૫૯. એજ અર્થ ભાષ્યકાર સ્પષ્ટપણે કહે છે. हयमिह नाणं किरियाहीणंति जओ हयंति जं विफलं । लोयणविन्नाणं पिव, पंगुस्स महानगरदाहे ॥११६०॥ काहिइ नाणच्चायं, किरियाए चेव मोक्खमिच्छंतो।. मा सीसो तो भन्नड़, हया य अन्नाणओ किरिया ।।११६१।। अइसंकडपुरदाहम्मि, अंधपरिधावणाइकिरियव्व । तेणं अन्नोनवेक्खा, साहणमिह नाण-किरियाओ ॥११६२॥ મોટા નગરનો દાહ થયો હોય, ત્યારે ચક્ષુવાળા પંગુના જ્ઞાનની પેઠે ક્રિયા વિનાનું જ્ઞાન નિષ્ફળ છે. (આ ઉપરથી) ક્રિયાવડેજ મોક્ષ ઇચ્છનાર શિષ્ય જ્ઞાનનો ત્યાગ ન કરે, તે માટે કહે છે કે જ્ઞાનવિનાની ક્રિયા પણ અતિ સાંકડું નગર બળે છતે તેમાંથી નીકળાવાને દોડતા અન્વની ક્રિયાની પેઠે નિષ્ફળ છે. માટે અન્યોઅન્યની અપેક્ષાએ જ્ઞાન-ક્રિયા એ બન્ને મોક્ષનાં સાધન છે. ૧૧૬૦-૧૧૬ ૧-૧૧૬૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy