SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૬] ક્રિયાયુક્ત જ્ઞાન જ સફળ છે. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ પેઠે સક્રિય રહિત હોવાથી (સંસારમાં) ડૂબે છે. અથવા નિશ્ચયનયના મતે તે જ્ઞાની છતાં પણ અજ્ઞાનીજ છે, કેમકે તેને જ્ઞાનના ફળરૂપ વિરતિનો અભાવ છે. એટલે તે કૂર્મની પેઠે પુનઃ જન્મ જરા રોગ મરણરૂપ પ્રવાહરૂપ સંસારમાં ડૂબે છે. ૧૧૫૦-૧૧૫૧. એજ કારણથી નિયુક્તિકાર કહે છે કે(९८) सुबहुपि सुयमहीयं, किं काहि चरणविप्पहीणस्स । अंधस्स जह पलित्ता, दीवसयसहस्सकोडीउवि ? ॥११५२।। ઘણુ શ્રત ભણ્યો હોય તો પણ ચારિત્ર રહિતને અજ્ઞાનજ જાણવું, કેમકે તે જ્ઞાન શૂન્યફળવાળું. થાય; જેમ અન્ય મનુષ્યને લાખ્ખો ક્રોડો પ્રદીપ્ત દીવાઓ નકામા છે, તેમ ચારિત્ર વિનાનો મનુષ્ય અતિઘણુશ્રુત ભણેલો હોય, તો પણ તે શું કરી શકે ? કંઇજ નહી. ૧૧૫૨. એજ અર્થ ભાષ્યકાર કહે છે. " સંતરિ તમUUITM, નાનામાવો સુદુર્યાપા सक्किरियापरिहीणं, अंधस्स पईवकोडि ब्व ॥११५३॥ અધૂમનુષ્યને ક્રોડો દીપકની પેઠે સર્જિયા રહિત ઘણું જ્ઞાન હોય તો પણ, જ્ઞાનના ફળરૂપ વિરતિનો અભાવ હોવાથી તે અજ્ઞાન છે. ૧૧૫૩. એ વાદી પૂર્વે કહેલ દૃષ્ટાંત અને દાન્તિકની વિષમતા જણાવે છે. . अंधोऽणवबोहो च्चिय, बोहफलं पुण सुयं किमण्णाणं ?।। . વડવિ તો વિપ્રો, તસસ નમંઘરસ પડવો ફરજો અહીંયાં દૃષ્ટાંતનું વૈષમ્યપણું છે, અન્ય મનુષ્યને આંધળાપણાને લીધે ઘણા દીવાઓ હોય તો પણ ઘટાદિ અર્થનો બોધ થતો નથી. પરંતુ શ્રત તો ચસુવાળાને દીપકની પેઠે બોધક હોવાથી અજ્ઞાન કેમ કહેવાય? ઉત્તર કહેવાય છે કે તે બોધ છે, પણ ચારિત્ર રહીત તે બોધ અન્ડના બોધની પેઠે તે નિષ્ફળ ૯ છે. ૧૧૫૪. પરન્તુ જો(९९) अप्पंपि सुयमहीयं, पगासयं होइ चरणजुत्तस्स। ____ एक्कोऽवि जह पईवो, सचक्नुअस्स पयासेइ ॥११५५॥ જેમ ચક્ષુવાળાને એક દીપક પણ વસ્તુનો ત્યાગ અને ગ્રહણ કરવારૂપે ક્રિયામાં હેતુ હોવાથી પ્રકાશક થાય છે, તેમ ચારિત્રવાળાને થોડું ભણાએલું શ્રત પણ પ્રકાશક થાય છે. ૧૧૫૫. એજ અર્થ ભાષ્યકાર કહે છે. किरियाफलसंभवओ, अप्पंपि.सुयं पगासयं होइ । एक्कोऽवि हु चक्नुमओ, किरियाफलदो जह पईवो ॥११५६॥ જેમ ચક્ષુવાળાને એક દીપક પણ ક્રિયારૂપે ફળ આપનાર છે, તેમ ચારિત્રવાળાને થોડું પણ શ્રુત, ક્રિયારૂપ ફળના સંભવથી પ્રકાશક થાય છે. ૧૧૫૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy