SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] કાચબાનું દૃષ્ટાંત. [૪૩૫ કૂર્મની પેઠે આ જીવ સંસાર સાગરમાંથી કર્મરૂપ સેવાળના છિદ્રવડે બહાર નીકળીને જૈનદર્શન સંબંધી જ્ઞાનાદિરૂપ પ્રકાશ પામીને, પુનઃ તે પ્રાપ્ત થવું દુર્લભ છે, એમ જાણતાં છતાં પણ સ્વજનના સ્નેહાદિવડે તે જીવ સંયમક્રિયારહિત ફરી આજ સંસારમાં ડૂબે છે. ૧૧૪૮-૧૧૪૯. જેમ કોઇ કૂર્મ (કાચબો) અતિશય તૃણ-પત્રાદિ યુક્ત ને ગાઢ સેવાળથી આચ્છાદિત મહાઅંધકારવાળા મોટા દ્રહમાં રહેલા અનેક જળચર પ્રાણિઓથી વ્યથિત ચિત્તવાળો થઇ ચારે બાજુ ભ્રમણ કરતો મહામુશીબતે સેવાળનું છિદ્ર પામીને, તે વડે દ્રહ ઉપર આવીને, શરદપૂર્ણિમાના ચંદ્રની ચંદ્રિકાના સ્પર્શના સુખનો અનુભવ કરી, પોતાના બન્ધુ એવા જળચરજીવોના સ્નેહથી આકૃષ્ટ ચિત્તવાળો થઇને વિચારવા લાગ્યો, કે મારા સ્નેહીઓ બિચારા આ અપૂર્વ સુરલોકસમાન સુખ ક્યારે અનુભવશે ? તેઓને પણ આ સુખનું દર્શન કરાવું, એમ વિચારીને કૂર્મ પૂનઃદ્રહમાં પેશી ગયો, તે પછી સર્વ સ્નેહી જળચરોને લઇ પૂર્વનું છિદ્ર શોધવા લાગ્યો, પરન્તુ એ છિદ્ર તો કૂર્મ ગયા પછી તુરતજ પૂરાઇ ગયું. એટલે ગમે તેટલી શોધ કરવા છતાં એ છિદ્ર ન મળ્યું, તેથી તે મહાદુ:ખ અનુભવવા લાગ્યો. એજ પ્રમાણે આ જીવરૂપ કૂર્મ અનાદિકર્મસંતાનથી અવરાએલ, મિથ્યાજ્ઞાનરૂપ અંધકાર યુક્ત જુદી જુદી જાતની માથાની, નેત્રની, જ્વર, કોઢ, ભગન્દર આદિની શારીરિક વેદના અને ઇષ્ટવિયોગ- અનિષ્ટસંયોગાદિ માનસિક વેદનારૂપ જળચરના સમૂહવાળા સંસાર સમુદ્રથી મહા મુશીબતે મનુષ્યભવની પ્રાપ્તિને યોગ્ય કર્મોદયરૂપ છિદ્ર પામીને, મનુષ્યપણું પામવાપ ઉપરના ભાગે આવીને જિનેશ્વરરૂપ ચંદ્રના વચનરૂપ ચન્દ્રિકાના સંગમ સુખને અનુભવીને “આ જિનવચનરૂપબોધિનો લાભ દુર્લભ છે' એમ જાણવા છતાં સ્વજનસ્નેહ અને વિષયાસક્ત ચિત્તથી આ જીવ પુનઃ સંસારસાગરમાં ડૂબે છે. આજ કારણથી નિર્યુક્તિકારે કહ્યું છે કે - - આ પ્રમાણે સંસારસમુદ્રમાં હે ભવ્ય ! તું ડૂબ નહિ. પરન્તુ સદનુષ્ઠાન કરવામાં અપ્રમાદી થા. આનો વિશેષ ખુલાસો કરે છે “મનુષ્યભવ પ્રાપ્તિને રોકનાર કર્મ તે સેવાળ જાણવી અને તેની અનુદય અવસ્થા તે કર્મવીવર જાણવું જિનેશ્વર રૂપ ચંદ્ર અને જ્ઞાન-દર્શન-ચારિત્રના સ્વરૂપનો જે બોધ, તે ચંદ્ર સંબંધી જ્ઞાનપ્રકાશ, તેને ગુરૂદ્વારા પામીને જ્ઞાનાદિકને દુર્લભ જાણતો છતો સ્વજનના સ્નેહાદિકથી વિશેષે જોડાયેલો સંયમક્રિયાથી રહિત થઇ સંસાર સમુદ્રમાં સંસારી જીવ ફરીને બુડે છે.' ૧૧૪૮-૧૧૪૯. પુનઃ જ્ઞાનવાદી શંકા કરીને પૂછે છે કે अह अण्णाणी कुम्मो, पुणो निमज्जेज्ज न उण तन्नाणी । सक्किरियापरिहीणो, बुड्डुइ नाणी जहन्नाणी ॥। ११५० ।। नेच्छड्यनयमएण वा, अन्नाणी चेव सो मुणन्तोऽवि । नाणफलाभावाओ, कुम्मो व निवुड्डए जीवो ॥। ११५१ ।। હિતા-હિત નહિ જાણનાર-અજ્ઞાની એવો કૂર્મ પુનઃ જળમાં ડૂબે એમાં આશ્ચર્ય નથી, (પરન્તુ હિતનો જાણનાર જ્ઞાની સંસારસાગરમાં કેમ ડૂબે ?) ઉત્તરમાં કહે છે કે જ્ઞાની છતાં અજ્ઞાનીની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy