SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૪] જ્ઞાનીને પણ તપસંયમની જરૂર. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ જ્ઞાનથી વસ્તુનો બોધ થાય છે, અને ચારિત્રક્રિયામાં સહકારી થાય છે, પરંતુ મોક્ષ રૂપ ઇષ્ટફળ ઉત્પન્ન કરવામાં તે અનંતર શુદ્ધ કારણ નથી. તે માટે કહ્યું છે કે-૧૧૪૨. (९४) सुयनाणम्मिवि जीवो, वर्सेतो सो न पाउणइ मोक्खं । जो तव-संजममइए, जोगे न चएइ वोढुं जे ॥११४३॥ જે તપ-સંયમાત્મક યોગો વહન કરી શકતો નથી. એવો કેવલ શ્રુતજ્ઞાન આદિમાં વર્તતો જીવ, મોક્ષ પામતો નથી. ૧૧૪૩. ઉપરોક્ત અર્થ ભાષ્યકાર મહારાજ યુક્તિપૂર્વક સિદ્ધ કરે છે. सक्किरियाविरहाओ, न इच्छियसंपावयंति नाणंति । मग्गण्णू वाऽचेट्टो, वायविहिणोऽहवा पोओ ॥११४४॥ જેમ માર્ગને જાણનાર મનુષ્ય, ગમનાદિ ચેષ્ટારહિત હોય તો ઇષ્ટસ્થળે પહોંચાડતો નથી, અથવા ઇષ્ટદિશામાં લઈ જનાર વાયુની ક્રિયા વિનાનું વહાણ, ઇચ્છિત બંદરની દિશામાં પહોંચાડતું નથી; તેમ ચારિત્રરૂપ સન્ક્રિયા રહિત જ્ઞાન પણ મોક્ષરૂપ ઇચ્છિત અર્થ પ્રાપ્ત કરાવતું નથી. ૧૧૪૪. જેમકે (९५) जह छेयलद्धनिज्जामओऽवि वाणियगइच्छियं भूमिं । ___ वाएण विणा पोओ, न चएइ महण्णवं तरिउं ॥११४५॥ (९६) तह नाणलद्धनिज्जामओऽवि सिद्धिवसहिं न पाउणइ । निउणोऽवि जीवपोओ, तव-संजममारुयविहूणो ॥११४६॥ (९७) संसारसागराओ उच्छुड्डो मा पुणो निबुड्डेज्जा । चरणगुणविप्पहीणो, बुड्डइ सुबहुं पि जाणंतो ॥११४७॥ જેમ હુંશીઆર ખલાસીવાળું વહાણ, અનુકૂળ પવન વિના વણિકની ઇષ્ટ ભૂમિએ મહાસમુદ્ર તરીને પહોંચતું નથી, તેમ જ્ઞાનરૂપ ખલાસીયુક્ત, જીવરૂપ વહાણ તપ-સંયમાદિરૂપ વાયુ રહિત મોક્ષરૂપ ભૂમિએ પહોંચતું નથી. માટે હે દેવાનુપ્રિય ! મોટા કષ્ટવડે પ્રાપ્ત થાય તેવો જિનધર્મ યુક્ત માનવજન્મ પામીને સંસારસાગરની ઉપર આવેલો છે, તો હવે ચરણ-કરણાદિ ગુણ રહિત થઈને ફરી તેમાં બુડ નહિ. તું એમ નહી બોલ કે હું વિશેષ શ્રુતજ્ઞાને કરીને યુક્ત છું, તેથી તેના બળથી મુક્તિને પામીશ, કેમકે ઘણું સારું જાણનારા શ્રુતજ્ઞાની પણ સંસારમાં ડુબ્યા છે. (તેથી જ્ઞાનનો અભિમાન દૂર કરીને ચરણ કરણાદિ અનુષ્ઠાનમાં પ્રમાદ રહિત થઈ ઉદ્યમ કરવો.) ૧૧૪૫-૧૧૪૬-૧૧૪૭. ઉપરની ત્રીજી ગાથાનો ભાવાર્થ ભાષ્યકાર દુષ્યન્તપૂર્વક સમજાવે છે. संसारसागराओ, कुम्मो इव कम्मचम्मविवरेण । उम्मज्जिउमिह जइणं, नाणाइपगासमासज्ज ॥११४८।। दुलहं पि जाणमाणो, सयणसिणेहाइणा तयं तत्तो । सजमकिरियारहिओ, तत्थेव पुणो निबुड्डेज्जा ॥११४९॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy