SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] જ્ઞાનની મુખ્યતાનો પક્ષ. [૪૩૧ કહેતા કેમકે વ્યવહારનય, તપ-સંયમ નિગ્રન્થપણું-અને પ્રવચન તેને મોક્ષ કહે છે, તથા શબ્દ અને ઋસૂત્રનયો ચારિત્રનેજ મોક્ષ કહે છે. ૧૧૩૨. આ સ્થળે કોઇ જ્ઞાનવાદી કહે છે કે आह पहाणं नाणं, न चरितं नाणमेव वा सुद्धं । कारणमिह न उ किरिया, सावि हु नाणप्फलं जम्हा ।।११३३|| જ્ઞાનજ પ્રધાન છે, પણ ચારિત્ર પ્રધાન નથી. અથવા અહીં જ્ઞાનજ મોક્ષનું કારણ છે, પરન્તુ ક્રિયા નથી; કેમકે તે ક્રિયા તો જ્ઞાનનું ફળ છે. ૧૧૩૩. મોક્ષના કારણોમાં જ્ઞાનજ મુખ્ય છે, ચારિત્ર મુખ્ય નથી; અથવા જ્ઞાનજ એકલું મોક્ષનું કારણ છે પણ ક્રિયા મોક્ષનું કારણ નથી. કેમકે એ ક્રિયા પણ જ્ઞાનનું ફળ-કાર્ય છે. જેમ મૃત્તિકા ઘટનું કારણ છે, છતાં ઘટની અપાન્તરાલવર્તિપિંડ-શિવક-કુશુલઆદિનું પણ કારણ થાય છે. એવીજ રીતે જ્ઞાન પણ મોક્ષનું કારણ છે. અને મોક્ષ થવા પહેલા થતી જે સર્વસંયમાદિ ક્રિયા તેનું પણ કારણ છે. વળી જેમ ક્રિયા જ્ઞાનનું કાર્ય છે, તેમ તે ક્રિયા પછી થનાર મોક્ષ આદિ પણ જ્ઞાનનું કાર્ય છે. તેમજ ક્રિયાની પૂર્વે સમ્યક્ પ્રાપ્તિકાળે તત્ત્વપરિજ્ઞાનાદિ અને રાગ દ્વેષનો નિગ્રહ વિગેરે થાય છે, તે સર્વ જ્ઞાનનુંજ કાર્ય છે. અને આ દુનિઆમાં પણ સર્વજનને પ્રત્યક્ષ છે કે મનચિન્તિત મહામંત્રથી પવિત્ર થયેલ મનુષ્ય, વિષભક્ષણ વિષાપહાર-ભૂત-શાકિનીઆદિનો નિગ્રહ કરે છે, તે સર્વ ક્રિયા રહિત જ્ઞાનનુંજ ફળ-કાર્ય છે. આથી એમ સિદ્ધ થાય છે કે મોક્ષ જ્ઞાનનુંજ કાર્ય છે. ૧૧૩૩. સ્પષ્ટપણા માટે એજ વાત બતાવે છે - जह सा नाणस्स फलं, तह सेसंपि तह बोहकालेवि । નેયરિદ્ધેયમયં, રાતિવિળિયદો નો ય નીરૂoશા Jain Education International जं च मणोचिंतियमंतपूयविसभक्खणाइबहुभेयं । फलमिह तं पच्चक्ख किरियारहियस्स नाणस्स ।।११३५ ।। જેમ તે ક્રિયા જ્ઞાનનું ફળ છે, તેમ બીજાં મોક્ષાદિ પણ જ્ઞાનનું ફળ છે, તથા સમ્યક્ત્વ પ્રાપ્તિકાળે તત્ત્વપરિજ્ઞાન અને રાગાદિનો નિગ્રહ જે થાય છે, તે સર્વ જ્ઞાનનું ફળ છે. અને મનોચિન્તિત મંત્રથી પવિત્ર વિષભક્ષણાદિ બહુ પ્રકારનું જે ફળ અહીં પ્રત્યક્ષ જણાય છે, તે ક્રિયારહિત કેવળજ્ઞાનનું જ ફલ છે. ૧૧૩૪-૧૧૩૫. આચાર્યશ્રી જ્ઞાનવાદીને ઉત્તર આપે છે કે जेणं चिय नाणाओ, किरिया तत्तो फलं च तो दोवि । कारणमिहरा किरियारहियं चिय तं पसाहेज्जा ।।११३६ ।। જ્ઞાનથી ક્રિયા થાય છે, અને તે ક્રિયાથી મોક્ષરૂપ ઇષ્ટફળ પ્રાપ્ત થાય છે, તેથીજ જ્ઞાનને ક્રિયા એ બન્ને મોક્ષનું કારણ છે. અન્યથા જ્ઞાન અને ક્રિયા બંનેથી મોક્ષ થાય છે એ પરિકલ્પના નિરર્થક થવાથી ક્રિયારહિત જ્ઞાનજ ઇષ્ટફળ સાધક થાય. ૧૧૩૬. અને વળી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy