SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૦] જ્ઞાન અને ક્રિયાને આધીન મોક્ષ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ આચાર્યશ્રી તેનો ઉત્તર આપે છે કે चरणोवलद्धिहेऊ, जं नाणं चरणओ य निव्वाणं । सारोत्ति तेण चरणं, पहाण-गुणभावओ भणियं ॥११२९।। नाणं पयासयं चिय, गुत्ति-विसुद्धिप्फलं च जं चरणं । मोक्खो य दुगाहीणो, चरणं नाणस्स तो सारो ॥११३०॥ ચારિત્રની પ્રાપ્તિમાં મતિધૃતાદિ જ્ઞાન એ મુખ્ય હેતુ છે, કેમકે જ્ઞાન વિના છોડવા લાયક તથા ગ્રહણ કરવા લાયક પદાર્થનો બોધ થતો નથી અને ચારિત્રથી મોક્ષ થાય છે. તેથી ચારિત્ર એ જ્ઞાનનો સાર છે. વળી સર્વસંવરરૂપ ચારિત્ર મોક્ષનું પ્રધાન કારણ છે અને જ્ઞાન ગૌણભાવે કારણ છે. જ્ઞાન કરવા લાયક, નહી કરવા લાયક વિગેરે વસ્તુનું પ્રકાશક છે અને ચારિત્રનું ફળ ગુપ્તિ તથા વિશુદ્ધિ છે. અને મોક્ષ તો એ બન્નેને આધીન છે તેથી જ્ઞાનનો સાર ચારિત્ર છે. ૧૧૨૯-૧૧૩૦. મતિ-શ્રુતાદિ જ્ઞાન ચારિત્ર પ્રાપ્તિનું મુખ્ય કારણ છે, કેમકે જ્ઞાન વિના ચારિત્રના વિષય ભૂત જીવ-અજીવ આદિનું અને હેય-ઉપાદેય આદિનું જ્ઞાન નથી થતું. જ્ઞાન ન હોવાથી યથાર્થ ક્રિયા કરી શકાય નહિ. વળી તપ-સંયમરૂપ ચારિત્રથી મોક્ષ થાય છે. આ કારણથી સર્વસંવરરૂપ ચારિત્ર મોક્ષનું મુખ્ય કારણ છે. અને જ્ઞાન તો મોક્ષના કારણનું કારણ હોવાથી ગૌણભાવે કારણ છે. કારણ કે કૃત્ય અકૃત્ય વસ્તુનું પ્રકાશક હોવાથી જ્ઞાન તો માત્ર વસ્તુનું જ્ઞાન કરવામાં વ્યાપારાય છે, અને ચારિત્રનું ફળ તો સંવર અને કર્મનિર્જરારૂપ ગુપ્તિ અને વિશુદ્ધિ છે. તેથી મોક્ષ, જ્ઞાન અને ચારિત્ર ઉભયને આધીન છે. માત્ર મુખ્યતાએ મોક્ષ ચારિત્રને આધીન છે, અને ગૌણપણે જ્ઞાનને આધીન છે. આ કારણથી ચારિત્રને જ્ઞાનનો સાર કહ્યો છે. ૧૧૨૯-૧૧૩૦. બીજી રીતે પણ જ્ઞાનથી ચારિત્ર મુખ્ય છે, તે જણાવે છે. जं सब्बनाणलाभाणंतरमहवा न मुच्चए सब्बो । मुच्चइ य सव्वसंवरलाभे, तो सो पहाणयरो ॥११३१॥ અથવા કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી તરતજ સર્વ જીવો મોક્ષ નથી પામતા, પરન્તુ શૈલેશી અવસ્થામાં સર્વસંવરરૂપ ચારિત્રની પ્રાપ્તિ થયે સર્વ જીવો મોક્ષ પામે છે. તે કારણથી તે સર્વસંવરરૂપ ચારિત્રજ અન્વયપણા તરીકે કરીને મોક્ષનું પ્રધાનતર કારણ છે, અને તે સંવરક્રિયારૂપ હોવા થકી ચારિત્ર છે. ૧૧૩૧. ' આ કહેલી વાતજ સ્પષ્ટ સમજાવે છે. लाभेऽवि जस्स मोखो, न होइ जस्स य सं होइ स पहाणो । ___ एवं चिय,सुद्धनया, निव्वाणं संजमं बेंति ॥११३२॥ મત્યાદિ પાંચ જ્ઞાનનો લાભ થયા છતાં પણ તરતજ મોક્ષ નથી મળતું, તેથી જ્ઞાન મોક્ષનું ગૌણ કારણ છે, અને જેનો લાભ થવાથી તરતજ અવશ્ય મોક્ષ થાય છે એવો સંવર મોક્ષનું પ્રધાન કારણ છે. આ પ્રમાણે ઋજુસૂત્રાદિ શુદ્ધનયો સંયમનેજ મોક્ષ કહે છે. કારણ કે અત્યંતનજીકનું કારણ એવા સર્વસંવરરૂપ સંયમને જ નિર્વાણરૂપ કાર્યના ઉપચાર થકી મોક્ષ કહે છે, પણ જ્ઞાનને મોક્ષ નથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy