________________
ભાષાંતર
શ્રુતજ્ઞાનનાં આદિ અંત અને સાર
૪૨૯
(૧૩) સામાફિયમા, સુચના ના વિંદુસાર .
__ तस्सवि सारो चरणं, सारो चरणस्स निवाणं ॥११२६॥ સામાયિકથી યાવત્ બિન્દુસાર પર્યન્ત શ્રુતજ્ઞાન છે, તેમાં સામાયિક આદિશ્રત છે અને બિન્દુસાર અન્તિમ છે. એ શ્રુતજ્ઞાનનો સાર ચારિત્ર છે અને ચારિત્રનો સાર મોક્ષ છે. ૧૧૨૬.
સમગ્રશ્રુતમાં સામાયિક આદિશ્રુત છે, કેમકે ચારિત્રગ્રહણ કરતાં શરૂઆતમાં સામાયિકનું જ દાન કરાય છે. અને તે પછી અન્ને બિન્દુસાર નામનું ચૌદમું પૂર્વ શ્રુત છે. એ શ્રુતના બે-અનેકઅને બાર ભેદ છે. અને તે શ્રુતનો સાર ચારિત્ર છે. અહીં સાર શબ્દનો અર્થ પ્રધાન અથવા ફળ સમજવો. એટલે શ્રુતજ્ઞાનથી ચારિત્ર પ્રધાન છે, અને તેજ તેનું ફળ છે. અથવા સમ્યક્ત્વનો સાર પણ ચારિત્ર છે, અથવા શ્રુતજ્ઞાનનો સાર ચારિત્ર, પણ. “જ” શબ્દ કહ્યો છે તેથી મોક્ષ પણ સાર છે. જો એમ માનવામાં ન આવે તો જ્ઞાન મોક્ષનો હેતુ ન થાય, પરતુ જ્ઞાનરહિત એકલું ચારિત્રજ મોક્ષનો હેતુ થાય. પરંતુ એમ માનવું અનુચિત છે કેમકે “સમ્યક્ દર્શનજ્ઞાન-ચરિત્રાળ મોક્ષમાર્ગ (તસ્વાર્થ ?-૨)” તથા “ ના-રિહિં મોવો ” એટલે સમ્યગુદર્શન-સમ્યગુ-જ્ઞાન અને સમ્યક્યારિત્ર મોક્ષમાર્ગ છે, અથવા જ્ઞાન અને ક્રિયાવડે મોક્ષ થાય છે. આ સૂત્રનાં પદો અયોગ્ય ઠરે. અહીં જ્ઞાન અને ચારિત્ર બન્ને મોક્ષના સમાન હેતુ છે. પરન્તુ એક ગૌણહેતુ છે અને બીજો મુખ્ય હેતુ છે, તેથી “જ્ઞાનનો સાર ચારિત્ર છે. અને ચારિત્રનો સાર મોક્ષ છે.” એમ કહ્યું છે. અહીં સારશબ્દ ફળવાચી સમજવો. એટલે તપસંયમરૂપ ચારિત્રનું ફળ મોક્ષ છે. શૈલેશી અવસ્થામાં થનારા સર્વસંવરરૂપ ચારિત્ર વિના મોક્ષ ન થાય, સર્વસંવરપ ચારિત્ર હોય, તો મોક્ષ થાય. તેથી ચારિત્રનું ફલ-સાર મોક્ષ કહ્યું, અન્યથા તો સમ્પર્શનાદિ ત્રણ સમુદિતજ મોક્ષના હેતુ છે, કેમકે શૈલેશી અવસ્થામાં પણ ક્ષાયિકદર્શન અને ક્ષાયિકજ્ઞાન અવશ્ય હોય છે. ૧૧૨૬. તેનું સાર ચારિત્ર છે એ પદની વ્યાખ્યા બીજી રીતે કરે છે.
सोउं सुयण्णवं वा, दुग्गेझं सारमेत्तमेयस्स ।
__ घेच्छं तयंति पुच्छड़, सीसो चरणं गुरू भणइ ॥११२७॥ અથવા સામાયિકાદિ બિન્દુસાર પર્વત શ્રુતાર્ણવ દુર્ગાધ છે, એમ શ્રવણ કરીને તેનો સાર માત્ર ગ્રહણ કરીશ, તેથી શિષ્ય પૂછે છે કે આ દ્વાદશાંગશ્રુતનો સાર શું છે? ગુરૂ કહે છે કે તેનો સાર ચારિત્ર છે, ચારિત્રનો સાર મોક્ષ છે તે વાત નિયુક્તિગાથાને અંતે જણાવી જ છે. ૧૧૨૭. શિષ્ય પૂછે છે કે
अन्नाणओ हयत्ति य, किरिया नाण किरियाहिं निव्वाणं ।
भणियं तो किह चरणं, सारो नाणस्स तमसारो ? ॥११२८॥ અજ્ઞાનથી ક્રિયા હણાએલી છે, એવા આગળના વચનથી જ્ઞાન અને ક્રિયા સમુદિત હોય તોજ તેનાથી મોક્ષ થાય એમ આગમમાં કહ્યું છે તો જ્ઞાનનો સાર ચારિત્ર છે એમ કેમ કહેવાય ? કેમકે ક્રિયા વિનાનું જ્ઞાન તો અસાર છે? ૧૧૨૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org