SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૮] અરિહંત અર્થ કહે છે. ગણધરો સૂત્ર રચે છે. વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ પુનઃ શંકા કરે છે કે तो सुत्तमेव भासइ, अत्थप्पच्चायगं न नामत्थं । गणहारिणोऽवि तं चिय, करिंति को पड़विसेसो त्थ ? ||११२१ ।। (જો એમ હોય) તો અર્થની પ્રતીતિ કરાવનાર સૂત્ર તેજ તીર્થંકરો પણ કહે છે, પણ અર્થ નથી કહેતા એમ થયું. અને ગણધરો પણ તેનેજ સૂત્ર કરે છે, તો એ બે માં તફાવત શું છે ? ૧૧૨૧. એ શંકાનું આચાર્ય શ્રી સમાધાન કરે છે सो पुरिसावेक्खाए, थोवं भणइ न उ बारसंगाई । ગો તવિવાફ, સુત્ત વિય ગળતરાળું તે રી તીર્થંકર ભગવાન ગણધર રૂપ પુરૂષની અપેક્ષાએ થોડુંજ કહે છે, પણ દ્વાદશાંગ નથી કહેતા, દ્વાદશાંગની અપેક્ષાએ તે અર્થ છે, અને તેજ અર્થ ગણધરોની અપેક્ષાએ સંક્ષેપ સુચક હોવાથી સૂત્ર છે. તીર્થંકર ભગવાન ગણધર જેવા પુરૂષની અપેક્ષાએ “પ્પન્ગેજ્ઞ વા, વિનમેડ઼ વા, વેડ્ વા'' એટલે ઉત્પન્ન થાય છે, નાશ પામે છે, અને સ્થિર રહે છે. એ પ્રમાણે કેવળ ત્રણ માતૃકાપદ રૂપ અલ્પ અર્થ કહે છે, પણ બારે અંગો નથી કહેતા. એ ત્રણ માતૃકા પદો તે શબ્દરૂપ છતાં પણ દ્વાદશાંગની અપેક્ષાએ સંક્ષિપ્ત હોવાથી અર્થ કહેવાય છે, અને ગણધરોની અપેક્ષાએ એ જ માતૃકાપદ શબ્દરૂપ હોવાથી સૂત્ર કહેવાય છે. એ પ્રમાણે ઉભયમાં-જિનોક્ત અર્થ અને ગણધરોક્ત સૂત્રમાં તફાવત છે. ૧૧૨૨, માતૃકાપદ શબ્દરૂપ હોવાથી તે સૂત્રરૂપ છે, એ સમજી શકાય છે, પણ તેજ માતૃકાપદ અર્થરૂપ પણ છે, એ કેવી રીતે ? अंगाइसुत्तरयणानिरवेक्खो जेण तेण सो अत्थो । अहवा न सेसपवयणहियउत्ति जह बारसंगमिणं ।। ११२३ || पवयणहियं पुण तयं, जं सुहगहणाइ गणहरेहिंतो । વારસવિ。 પવત્તડું, નિષં સુહુમ મહહ્યં ચ ॥૨૪॥ અંગાદિ જે સૂત્ર રચના છે તેથી નિરપેક્ષ હોવાથી તે ત્રણ માતૃકાપદ અર્થ કહેવાય છે. અથવા જેમ આ દ્વાદશાંગ શેષ પ્રવચનને હિતકારી છે. તેમ તે હિતકારી નથી. પ્રવચન (સંઘ) ને હિતકારી તો તેજ છે, કે જેનું સુખે ગ્રહણ-ધારણ થઇ શકે, અને એવું તો ગણધારોએ રચેલું આચારાંગાદિ બાર પ્રકારનું સૂત્રજ છે. તેથી દ્વાદશાંગીસૂત્ર છે, અને તે નિપુણ એટલે સુક્ષ્મ અર્થ પ્રતિપાદક અને મહાઅર્થવાળું છે. ૧૧૨૩-૧૧૨૪. નિપુણ એવો અર્થ કર્યો તેની અપેક્ષાએ અર્થાન્તર કહે છે. Jain Education International निययगुणं वा निउणं, निद्दोसं गणहराऽहवा निउणा । तं पुण किमाइ - पज्जतमाणमिह को व से सारो ? ।।११२५ ।। અથવા તે શ્રુત નિયતગુણવાળું એટલે સર્વ સંનિહિત સૂત્રના ગુણવાળું હોવાથી નિર્દોષ છે. કેટલેક સ્થળે નિકળા એવા પાઠ છે તેની અપેક્ષાએ સૂક્ષ્મ અર્થને દેખનાર હોવાથી, ગણધરોજ નિપુણ કહેવાય. તે શ્રુતની આદિમાં શું ? અન્તમાં શું ? અને તેનો સાર શું છે ? ૧૧૨૫. એ પ્રશ્નોના ઉત્તરો આપવા માટે નિર્યુક્તિકાર કહે છે કે - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy