SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર) અરિહંત અર્થ કહે છે. ગણધરો સૂત્ર રચે છે. [૪૨૭ પથ-વ-–ાથ-પદુડાનિયતવમમvi | तदणुसरता सुहं चिय, धेप्पइ गहियं इदं गेझं ॥१११५।। एवं गुणणं धरणं, दाणं पुच्छा य तदणुसारेण । होइ सुहं जीयंति य, कायव्वमियं जओऽवस्सं ॥१११६॥ सव्वेहिं गणहरेहिं जीयंति सुयं जओ न वोच्छिन्नं । गणहरमज्जाया वा, जीयं सव्वाणुचिन्नं वा ।।१११७॥ જેમ છુટા પુષ્પોને ગ્રહણ કરવા દુષ્કર છે, અને (પુષ્પના) ગુચ્છાઓનો ગ્રહણ ઉપયોગ સુકર છે, તેમ જિનવચનરૂપ પુષ્પો પણ પદ-વાકય-પ્રકરણ-અધ્યાય-પ્રાભૃતાદિ નિયત- ક્રમાનુસાર વ્યવસ્થિત હોય, તો તેને અનુસાર સૂત્રને સુખપૂર્વક ગ્રહણ કરી શકાય. (જેમકે) “આટલું ગ્રહણ કર્યું, અને આટલું ગ્રહણ કરવાનું રહ્યું. ” વળી એ પ્રમાણે નિયમિત હોય તો, પરાવર્તન-સ્મરણદાન-અને પૃચ્છા પણ તદનુસારે સુખે થાય, આ કારણોથી ગણધરોએ શ્રુત રચ્યું છે, કેમકે તેઓએ તે અવશ્ય કરવું જોઇએ. અથવા સર્વ ગણધરોએ જીવની જીવિતની પેઠે અવ્યવચ્છિન્ન એવું શ્રુત રચ્યું છે, કેમકે શ્રુતનો કદીપણ વિચ્છેદ નથી થતો. અથવા ગણધરોની એજ મર્યાદા છે. તેઓએ ગણધરનામકર્મના ઉદયથી શ્રત રચના કરવી જોઇએ, કેમ કે સર્વ ગણધરોએ તે પ્રમાણે કરેલ છે. ૧૧૧૪ થી ૧૧૧૭. હવે આગળની નિયુક્તિની ગાથાનો સંબંધ જોડવા માટે ભાષ્યકાર કહે છે કે जिणभणिइ च्चिय सुत्तं, गणहरकरणम्मि को विसेसो त्थ ? । सो तदविक्खो भासइ, न उ वित्थरओ सुयं किंतु ॥१११८॥ (તીર્થકર ભાષિત વચનોને ગણધરો સૂત્રરૂપે રચે છે.) એ વચનથી તીર્થકરે કહેલ વચનોનેજ સૂત્ર રૂપે કરે છે, એમાં શું વિશેષ છે ? તીર્થકર જે શ્રુત કહે છે તે ગણધરોની બુદ્ધિની અપેક્ષાએજ અલ્પ માત્ર કહે છે, પણ સર્વને સાધારણ એવા વિસ્તારથી નથી કહેતા. શ્રી જીનેશ્વર મહારાજા શું કહે છે અને ગણધરો શા માટે સૂત્ર રચે છે તે કહે છે. (૬૨) ૩ ચૅ માસ ૩ર, સુત્ત થતિ [દરા નિરૂપ છે सासणस्स हियट्टाए, तओ सुत्तं पवत्तेई ॥१११९॥ અરિહંત અર્થ કહે છે, અને ગણધરો તે સૂક્ષ્મ પદાર્થનું પણ વિસ્તૃત વિવેચન યુક્ત સૂત્ર ગુંથે છે.- રચે છે. તેથી શાસનના હિત માટે સૂત્ર પ્રવર્તે છે. ૧૧૧૯. આગળ એજ અધિકાર વિસ્તારથી કહેતા ભાષ્યકાર શંકા સમાધાન કહે છે. नणु अत्थोऽणभिलप्पो, स कहं भासइ न सद्दरूवो सो ? । सद्दम्मि तदुवयारो, अत्थप्पच्चायणफलम्मि ॥११२०॥ અર્થ અનભિલાપ્ય હોવાથી તીર્થકર તે અર્થને કેવી રીતે બોલી શકે ? કેમકે અર્થ શબ્દરૂપ નથી ? ઉત્તર-અર્થની પ્રતીતિ કરાવવામાં કારણભૂત એવા શબ્દની અંદર અર્થનો ઉપચાર કર્યો છે. (“તેથી અર્થ કહે છે એમ કહ્યું.”)૧૧૨૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy